સામાન્ય રીતે આપણે તુલસીને ફક્ત પૂજા અથવા શરદી અને ખાંસી જેવી બીમારીઓના ઉપચાર સાથે જ જોડીએ છીએ. પરંતુ ઉત્તર પ્રદેશના સહારનપુરના ખેડૂત સરેન્દ્રકુમારે તુલસીની ખેતીમાં એક અનોખી ક્રાંતિ લાવી છે.
સરેન્દ્રકુમાર પ્રાચીન બીજના સંગ્રહ માટે જાણીતા છે. તેઓએ હવે એવી તુલસી વાવી છે જેને 'અમેરિકન તુલસી' કહે છે, પણ તેના ફાયદાઓ સંપૂર્ણપણે દેશી છે!
આ અમેરિકન તુલસીની સૌથી મોટી ખાસિયત એ છે કે એકવાર વાવ્યા પછી તે લગભગ 15 વર્ષ સુધી ટકી રહે છે. એટલે કે વર્ષો સુધી ખેડૂતને ફરીથી વાવવાની જરૂર પડતી નથી.
જ્યાં સામાન્ય તુલસી શિયાળામાં સુકાઈ જાય છે, ત્યાં આ ખાસ તુલસી બારેમાસ લીલીછમ અને તાજી રહે છે. શિયાળાના સમયમાં પણ તેની પૂરતી ઉપલબ્ધતા રહે છે.
તાવ કે શરદો માટે ઉકાળો બનાવવા હોય ત્યારે પણ તે હંમેશા ઉપલબ્ધ હોય છે. ખેડૂત માટે ઘરમાં પણ અને બજારમાં પણ ઉપયોગી સાબિત થાય છે.
આ તુલસીને કાપ્યા પછી તે ફરીથી ઉગી નીકળે છે. એટલે તેની સતત જાળવણી સરળ બની જાય છે અને ખેડૂતો માટે તે શ્રમ બચાવનાર ખેતી છે.
બજારમાં તેની સારી માંગ છે. પાંદડા અને અર્ધ માટે ખેડૂતોને સારી કમાણી મળે છે, જે તેમના માટે આવકનો એક મોટો સ્ત્રોત બની ગઈ છે.
સરેન્દ્રકુમાર જણાવે છે કે આ તુલસીને 'કપૂર તુલસી' તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ કરીને તાવની મોસમમાં તેનું ઘણું મહત્વ છે અને અન્ય ખેડૂતો પણ તેના છોડ ખરીદી રહ્યા છે.
સરેન્દ્રભાઈ હવે આ ખેતીને મોટા પાયે વિસ્તારી રહ્યાં છે. તેમની સફળતાએ અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાનો નવો માર્ગ ખોલી દીધો છે.