PM Kisan 21th installment: વડાપ્રધાન મોદી તામીલનાડુના કોઈમ્બતુર ખાતેથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21 મો હપ્તો આજે (19 નવેમ્બર, 2025) DBT ટ્રાન્સફર કર્યો. ખેડૂતો પોતાનું પીએમ કિસાન સ્ટેટસ પોર્ટલ પર ચકાસી શકે છે કે તેમનો 21મો હપ્તો આવ્યો છે કે નહીં.
પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો
પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તા પેટે સમગ્ર દેશના 9 કરોડથી વધુ ખેડૂતોને રૂ. 18,000 કરોડથી વધુની સહાયનું વિતરણ કર્યો. જે પૈકી ગુજરાતના આશરે 49.31 લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ. 986 કરોડથી વધુની સહાય સીધી તેમના બેન્ક ખાતામાં DBT ટ્રાન્સફર કર્યો.

કૃષિમંત્રી દ્વારા સહાય-મંજૂરી વિસ્તૃતરણ
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને કૃષિ રાજ્યમંત્રી રમેશ કટાસની ઉપસ્થિતિ અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાશે. આ સમારોહમાં મુખ્યમંત્રીના હસ્તે પીએમ કિસાન સમ્માન નિધિ રોજતાના લાભાર્થીઓ ઉપરાંત વિવિધ કૃષિ અને ભાગાયત યોજનાના લાભાથી ખેડૂતોને પણ સહાય-મંજૂરી પત્રોનું વિસ્તૃતરણ કરવામાં આવશે.
ગુજરાત પીએમ કિસાન કાર્યક્રમ
રાજ્ય સરકારના પ્રવક્તા અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય કલાના કાર્યક્રમ ઉપરાંત દરેક ICAR , કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટીઓ, રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રો ખાતે પણ આ કાર્યક્રમનું આયોજન કરીને વડાપ્રધાનના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે. આ કાર્યક્રમોમાં વિવિધ પદાધિકારી-અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેશે. ગુજરાતમાં અત્યાર સુધી ખેડૂતોને 20માં હપ્તામાં 21,008 કરોડ ચૂકવાયા પીએમ કિસાન યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ભારતના કુલ 11 કરોડથી વધુ ખેડૂત પરિવારોને 20માં હપ્તાના માધ્યમથી કુલ 1,91,000 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે, જે અન્વયે ગુજરાતના લાભાર્થી ખેડૂત પરિવારોને પણ 20માં હપતાના માધ્યમથી અત્યાર સુધીમાં કુલ રૂ. 21,086 કરોડથી વધુની સહાય સીધી તેમના બેન્ક ખાતામાં ચૂકવવામાં આવી છે.
પીએમ કિસાન 21મા હપ્તા દસ્તાવેજો
સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જે ખેડૂતોના દસ્તાવેજો અપડેટ નથી થયા તેમને આગામી હપ્તાનો લાભ મળશે નહીં, એટલે કે 21મા હપ્તાનો. જે ખેડૂતોનું e-KYC અધૂરું છે, જેમના આધાર અને બેંક ખાતા લિંક નથી, અથવા જેમના જમીનના દસ્તાવેજો ચકાસવામાં આવ્યા નથી, તેમને 21મા હપ્તા માટે જારી કરાયેલા રૂ.2000 મળશે નહીં. જે ખેડૂતોના DBT સક્ષમ નથી તેમને પણ તેમના ખાતામાં પૈસા મળશે નહીં. વધુમાં, જેમના નામ PM લાભાર્થી યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે તેમને પણ PM કિસાન યોજનાનો 21મો હપ્તો મળશે નહીં.
પીએમ કિસાન યોજનાના માટે સંપર્ક
પીએમ કિસાન યોજનાના હપ્તા માટે લાભાર્થી યાદીમાં સામેલ થયા પછી પણ, જો કોઈ ખેડૂતને તેમના ખાતામાં યોજનાનો 21મો હપ્તો મળ્યો નથી, તો તેઓ pmkisan-ict@gov.in નો સંપર્ક કરી શકે છે. તમે પીએમ કિસાન યોજના હેલ્પલાઇન નંબરો: 155261 અથવા 1800115526 (ટોલ-ફ્રી), અથવા 011-23381092 પર પણ સંપર્ક કરી શકો છો. અહીં, તમને સન્માન નિધિ યોજના સંબંધિત તમારી સમસ્યાઓની માહિતી અને ઉકેલો પણ મળશે.

ગુજરાતી કૃષિ સમાચાર અને સરકારી કૃષિ સમાચાર ના લાંબા અનુભવ સાથે ખેતીવાડી ન્યુઝ માહિતી પુરી પાડે છે.