Mukhyamantri Gram Asmita yojana Gujarat: ગામડાઓની સકલ ફેરવવા ગુજરાત મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લીક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા અહીં ક્લીક કરો

દરેક ગામમાં માળખાકીય સુવિધાનો વિકાસ થાય તેમજ આરોગ્ય અને સુખાકારી ક્ષેત્રે વધારો થાય તે માટે ગુજરાત રાજ્ય સરકારે મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના માટે સંકલ્પ બંધ છે. ગ્રામ અસ્મિતાની જાળવણી થાય તેમજ નવતર સગવડોની ઉતરોતર વિકાસ થાય તે માટે રાજ્ય સરકારે મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના શરૂ કરી. જેનાથી ગામડાઓમાં વિકાસને વેગ મળ્યો છે.

ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ થાકી રાજ્યનો વિકાસ થાય એવા સંકલ્પ સાથે ગુજરાત રાજ્ય કામ કરી રહી છે. તેના ભાવ રૂપે ગામડાઓમાં માળખાકીય સુવિધાઓ પૂરીપાડવાની વચન સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબની અગેવાનીવળી રાજ્ય સરકારે મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજનાની જાહેરાત કરી દીધી છે.

ગ્રામ અસ્મિતા યોજના સુવિધા

આ યોજના અંતર્ગત ગ્રામ પંચાયતોમાં માળખાગત સુવિધાઓનો વિકાસ કરવામાં આવશે. જેનાથી ગ્રામજનોનું જીવનધોરણ ઊંચું લાવવા પ્રયાસ કરવામાં આવશે.

ગ્રામ અસ્મિતા યોજના લાભ

મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના હેઠળ ગામડાઓમાં જાહેર ગ્રંથાલયોનું નિર્માણ કરવામાં આવશે. ગ્રામજનોના સ્વાસ્થ્યના સુધારા માટે કસરતના સાધનો પુરા પાડવામાં આવશે. ગામના સ્મુતિ સ્મારકોનું રીપેરીંગ કરશે તેમજ ગામનું ગેઝેટિયર બનાવાશે. અને સોલાર રૂફટોપ લગાડવાનો સમાવેશ પણ ગ્રામ અસ્મિતા યોજનામાં કરવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્ય સરકારનો સંકલ્પ

દરેક ગામમાં માળખાકીય સુવિધાનો વિકાસ કરી આરોગ્ય અને સુખાકારી ક્ષેત્રે વધારે પ્રગતિ થાય એવો ગુજરાત રાજ્ય સરકારે સંકલ્પ લીધો છે.

ગ્રામ અસ્મિતા યોજના ગામ

મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના સંકલ્પને સાકારતું એક ગામ એટલે અમરેલી તાલુકાનું આદર્શ ગણાતું દેવરાજીયા ગામ છે. અહીંની ગ્રામ પંચાયતના મહિલા સરપંચ અને તેમના મહિલા સદશ્યો બિન હરીફ ચૂંટાયા છે. વિવિધ યોજનાઓના કારણે દેવરાજીયા ગામનો વિકાસ આંખે વળગીને રહ્યો છે.

દેવરાજીયા ગામમાં સરકારી સુવીધા

દેવરાજીયા ગામમાં પાકા રસ્તા, નળ મારફતે પાણી, શૈક્ષણિક સંકુલ, પોસ્ટ ઓફીસ, દવાખાનું, આંગણવાડી સહિતની સુંવુધાઓ ગામમાં ઉપલબ્ધ છે. આ નાનકડા ગામમાં લાયબ્રેરી, જિમની પણ વ્યવસ્થા પણ છે. અને આ ગામને WIFIનો પણ લાભ મળ્યો છે. આ સાથે ગામને CCTV કેમેરાનો પણ લાભ મળ્યો છે.

ગુજરાત રાજ્ય સરકારનો મૂળભૂત મંત્ર

ગ્રામ અસ્મિતાની જાણવાની થાય તેમજ નવતર સગવડોનો વિકાસ થાય એવો ગુજરાત રાજ્ય સરકારનો મૂળભૂત મંત્ર છે. મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના સહિતની જન કલ્યાણકારી યોજનાઓ આત્મારૂપી ગામડાઓં સુધી પહોંચી રહી છે અને સર્વાંગી વિકાસના ફળ ગ્રામ્ય વિસ્તારની જનતાને ચાખવા મળી રહ્યા છે. જે દર્શાવાઈ છે કે ગુજરાત રાજ્ય સરકાર ગામડાઓના વિકાસ માટે કટ્ટીબદ્ધ છે.

Leave a Comment

આ ખેડૂતે હવામાં ઉગાડ્યો પચાસ હજારનો છોડ વાર્ષિક 50 લાખ કમાવવાનો અંદાજ ખેતીમાં આંતરપાક કરતાં પ્રયોગશિલ ખેડૂત વિરમદેભાઇ ભીમાણી ગુજરાતના ખેડૂતે આ ખેતી કરીને બધાની આંખો ખોલી દીધી નવા વર્ષે જીરુંના ભાવમાં અફડાતફડી જોવા મળશે