Modi Government CCEA Decision : ગુજરાતના ખેડૂતોને ખરીફ પાક સહીત 17 પાકના ટેકાના ભાવ માં કર્યો વધારો

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લીક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા અહીં ક્લીક કરો

Modi Government CCEA Decision (મોદી સરકારનો સીસીઇએ નિર્ણય): આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ, (Cabinet Committee on Economic Affairs) CCEA એ માર્કેટિંગ સિઝન 2022-23 માટે તમામ હેતુવાળા ખરીફ પાકો માટે લઘુત્તમ ટેકાના ભાવ માં વધારો મંજૂર કર્યો છે. મંજૂર થયેલ દરો અખિલ ભારતીય ભારિત સરેરાશ ઉત્પાદન ખર્ચના ઓછામાં ઓછા 1.5 ગણા છે.

9 જૂન ગુરુવારે નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે જણાવ્યું હતું કે, મંજૂર દરો અખિલ ભારતીય ભારિત સરેરાશ ઉત્પાદન ખર્ચના ઓછામાં ઓછા દોઢ ગણા છે.

અનુરાગ ઠાકુરે વધુમાં જણાવ્યું હતું કે, પાછલા વર્ષની સરખામણીમાં MSPમાં સૌથી વધુ સંપૂર્ણ વધારાની ભલામણ તલ 523 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, મગ 480 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, સૂર્યમુખી બીજ 385 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, તુવેર, અડદ અને મગફળી 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, કપાસ (મધ્યમ મુખ્ય) માટે 354 રૂપિયા અને કોટન (લોંગ સ્ટેપલ) 355 રૂપિયા ભલામણ કરવામાં આવી છે.

મંત્રીએ કહ્યું કે, તેનાથી વધુ રોકાણ અને ઉત્પાદન થશે. તે ખેડૂતો માટે ખાતરી પૂર્વકના લાભકારી ભાવો પણ પ્રદાન કરશે અને આત્મનિર્ભર ભારતનું લક્ષ્ય હાંસલ કરવામાં મદદ કરશે.

આગળ અનુરાગ ઠાકુરે કે મોદી સરકાર ખેડૂતોના જીવનમાં સમૃદ્ધિ લાવવા અને તેમની આવકમાં વધારા માટે પ્રતિબદ્ધ છે. અમે માત્ર એમએસપીમાં સતત વધારો જ નથી કરી રહ્યા પરંતુ વધુને વધુ ખરીદી પણ કરી રહ્યા છીએ. અમારી સરકારમાં કૃષિ બજેટમાં અનેકગણો વધારો થયો છે. એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રકચર ફંડ માટે 1 લાખની છૂટ આપવામાં આવી છે. અમે સિંચાઈથી લઈને વીમા સુધી, જમીનના સ્વાસ્થ્યથી લઈને ખેડૂતો માટે પેન્શન સુધી કામ કરી રહ્યા છીએ.

ટેકાના ભાવ વધારાથી શું લાભો થશે :

  • વધુ રોકાણ અને ઉત્પાદન તરફ દોરી જશે
  • ખેડૂતોને ખાતરીપૂર્વકના વળતરના ભાવ આપશે
  • આત્મનિરોહર ભારતનું લક્ષ્ય હાંસલ કરવામાં મદદ કરશે
  • આત્મનિર્ભરતા તરફ દોરી જશે અને આયાત પર નિર્ભરતા ઘટાડશે

પાછલા વર્ષની સરખામણીમાં એમએસપીમાં સૌથી વધુ સંપૂર્ણ વધારાની ભલામણ કરવામાં આવી છે.

  • તલ (રૂ. 523 પ્રતિ ક્વિન્ટલ)
  • મગ (રૂ. 480 પ્રતિ ક્વિન્ટલ)
  • સૂર્યમુખીના બીજ (રૂ. 385 પ્રતિ ક્વિન્ટલ)

છેલ્લા બે વર્ષમાં જ MSPના 38.56 લાખ લાભાર્થીઓમાં વધારો થયો છે. સરકારે તેના અત્યાર સુધીના કાર્યકાળ દરમિયાન ખેડૂતોને MSPના રૂપમાં રેકોર્ડ નાણાં પણ આપ્યા છે. એટલે કે માત્ર પાકના ભાવમાં જ વધારો નથી થયો પરંતુ તેની ખરીદી અને લાભાર્થીઓની સંખ્યામાં પણ વધારો થયો છે.

કેન્દ્ર સરકારે 2022-23 માટે 15 ખરીફ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં રેકોર્ડ વધારો કર્યો છે. ગત વર્ષે વિવિધ પાકોના ભાવ રૂ. 70 થી વધારીને રૂ. 452 કરવામાં આવ્યા હતા. પરંતુ આ વર્ષે રૂ.92 થી રૂ.523નો વધારો થયો છે. ખેડૂતોની આવક (Farmers Income) વધારવા માટે મોદી સરકારે દર વર્ષે પાકના સરકારી ભાવમાં વધારો જ નથી કર્યો પરંતુ તેનો વ્યાપ પણ વધાર્યો છે.

તમામ ખરીફ પાકો માટેની માર્કેટિંગ સિઝન 2022-23 માટે લઘુતમ ટેકાના ભાવ

પાકMSP 2014-15MSP 2021-22MSP 2022-23ઉત્પાદન ખર્ચ* 2022-23MSP માં વૃદ્ધિ (સંપૂર્ણ)ખર્ચ પર વળતર (ટકામાં)
ડાંગર (સામાન્ય)136019402040136010050
ડાંગર (ગ્રેડ A)^140019602060100
જુવાર (હાઇબ્રિડ)153027382970197723250
જુવાલ (માલદાંડી)^155027582990232
બાજરો125022502350126810085
રાગી155033773578238520150
મકાઇ13101870196213089250
તુવેર (અરહર)435063006600413130060
મગ460072757755516748050
અડદ435063006600415530059
મગફળી400055505850387330051
સૂરજમુખીની બીજ375060156400411338556
સોયાબીન (પીળા)256039504300280535053
તલ460073077830522052350
કાળા તલ360069307287485835750
કપાસ (મધ્યમ રેસો)375057266080405335450
કપાસ (લાંબો રેસો)^405060256380355
*ખર્ચના સંદર્ભમાં તમામ ચૂકવવામાં આવેલા ખર્ચનો સમાવેશ થાય છે જેમ કે દૈનિક વેતન પર રાખવામાં આવેલા શ્રમિકોને આપેલી મજૂરી, બળદની મજૂરી/મશીન મજૂરી, ભાડાપટ્ટાની જમીન માટે ચૂકવવામાં આવેલું ભાડું, બિયારણ, ખાતર, ખાતર, સિંચાઇનો ચાર્દ વગેરે જેવી સામગ્રીના ઉપયોગ માટે કરવામાં આવેલો ખર્ચ, ઓજારો અને ખેતરની ઇમારતો પર લાગેલો ઘસારો, કાર્યકારી મૂડી પરનું વ્યાજ, પંપ સેટ વગેરે ચલાવવા માટે જરૂરી ડીઝલ/વીજળી, પરચુરણ ખર્ચ અને પારિવારિત મહેનતાણાંનું લાગુ પડી શકે તેવું મૂલ્ય સામેલ છે.

^ ખર્ચ ડેટાને ડાંગર (ગ્રેડ A), જુવાર (માલદાંડી) અને કપાસ (લાંબા રેસા) માટે અલગથી સંકલિત કરવામાં આવ્યો નથી.

Leave a Comment

આ ખેડૂતે હવામાં ઉગાડ્યો પચાસ હજારનો છોડ વાર્ષિક 50 લાખ કમાવવાનો અંદાજ ખેતીમાં આંતરપાક કરતાં પ્રયોગશિલ ખેડૂત વિરમદેભાઇ ભીમાણી ગુજરાતના ખેડૂતે આ ખેતી કરીને બધાની આંખો ખોલી દીધી નવા વર્ષે જીરુંના ભાવમાં અફડાતફડી જોવા મળશે