PM Kisan 22th installment: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે (13 માર્ચ, 2026) આસામના ગુવાહાટીમાં આયોજિત કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ (PM-Kisan) યોજનાનો 22મો હપ્તો તરીકે દેશના 9.32 કરોડ ખેડૂતોના ખાતામાં સીધા ₹18,640 કરોડ ટ્રાન્સફર કર્યા.
કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહે માહિતી આપી હતી કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધીમાં DBT દ્વારા ~~₹4,09,000~~ કરોડથી વધુનું વિતરણ કરવામાં આવ્યું છે. ખાસ કરીને તેમાં ~~2.15~~ કરોડથી વધુ મહિલા ખેડૂતોનો પણ સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે આ સીધી નાણાકીય સહાયથી કૃષિ રોકાણમાં વધારો થયો છે અને ખેડૂતોની સાહુકારો પરની નિર્ભરતા ઘટી છે, જેનાથી ગ્રામીણ અર્થતંત્ર મજબૂત બન્યું છે. શ્રી શિવરાજ સિંહે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કૃષિ વિકાસ અને ખેડૂત કલ્યાણનો મહાયજ્ઞ અવિરત ચાલુ રહેશે.
પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો
પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો સમગ્ર દેશના 9.32 કરોડ ખેડૂતોના ખાતામાં સીધા ₹18,640 કરોડ ટ્રાન્સફર કર્યા. જે પૈકી ગુજરાતના આશરે ~~49.31~~ લાખથી વધુ ખેડૂત પરિવારોને ~~રૂ.986~~ કરોડથી વધુની સહાય સીધી તેમના બેન્ક ખાતામાં ₹2,000 DBT ટ્રાન્સફર કર્યો.

ગુજરાત પીએમ કિસાન ઉત્સવ દિવસ
પીએમ કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમમાં (પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ) પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તોની રૂ. 2,000ની રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા પાત્ર ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો. ખેડૂતોને મિલેટ (શ્રી અન્ન) પાકના વાવેતર માટે પ્રોત્સાહિત કરવા કાર્યક્રમ સાથે મિલેટ મેળાનું પણ આયોજન કર્યું હતું.
ગુજરાતના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પીએમ કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. ગુજરાત પીએમ કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમોમાં વિવિધ પદાધિકારી-અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેશે.
પીએમ કિસાન 22મા હપ્તા માટે જરૂરી દસ્તાવેજો
સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જે ખેડૂતોના દસ્તાવેજો અપડેટ નથી થયા તેમને આગામી પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો નો લાભ મળશે નહીં. જે ખેડૂતોનું e-KYC અધૂરું છે, જેમના આધાર અને બેંક ખાતા લિંક નથી, અથવા જેમના જમીનના દસ્તાવેજો ચકાસવામાં આવ્યા નથી, તેમને પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો માટે જારી કરાયેલા રૂ.2000 મળશે નહીં. જે ખેડૂતોના DBT સક્ષમ નથી તેમને પણ તેમના ખાતામાં પૈસા મળશે નહીં. વધુમાં, જેમના નામ PM લાભાર્થી યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે તેમને પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો (PM Kisan 22th installment) મળશે નહીં.
21મો હપ્તો ક્યારે જારી થયો હતો?
આસામના ગુવાહાટીથી, પીએમ નરેન્દ્ર મોદી 9.32 કરોડથી વધુ ખેડૂતોને (PM Kisan Yojana) પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ડિજિટલી ટ્રાન્સફર કરશે. પ્રધાનમંત્રીએ 19 નવેમ્બર 2025 ના રોજ તમિલનાડુના કોઈમ્બતુરમાં પીએમ કિસાનનો 21મો હપ્તો જારી કર્યો હતો. દરેક હપ્તા વચ્ચે લગભગ ચાર મહિનાનો અંતર રાખવામાં આવે છે. આ કારણે ખેડૂતોને વર્ષ દરમિયાન ત્રણ વખત નાણાકીય સહાય પ્રાપ્ત થાય છે.
પીએમ કિસાન યોજના માટે હેલ્પલાઇન
પીએમ કિસાન યોજનાના હપ્તા માટે લાભાર્થી યાદીમાં સામેલ થયા પછી પણ, જો કોઈ ખેડૂતને તેમના ખાતામાં પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો (PM Kisan 22th installment) મળ્યો નથી, તો તેઓ pmkisan-ict@gov.in નો સંપર્ક કરી શકે છે. તમે પીએમ કિસાન યોજના હેલ્પલાઇન નંબરો: 155261 અથવા 1800115526 (ટોલ-ફ્રી), અથવા 011-23381092 પર પણ સંપર્ક કરી શકો છો. અહીં, તમને પીએમ કિસાન સન્માન નિધિ યોજના સંબંધિત તમારી સમસ્યાઓની માહિતી અને ઉકેલો પણ મળશે.

ગુજરાતી કૃષિ સમાચાર અને સરકારી કૃષિ સમાચાર ના લાંબા અનુભવ સાથે ખેતીવાડી ન્યુઝ માહિતી પુરી પાડે છે.