PM Kisan 22th installment: નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો આસામ ગુવાહાટીથી ખેડૂતોના ખાતામાં ₹2000 DBT ટ્રાન્સફર કર્યા

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લીક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા અહીં ક્લીક કરો
ગૂગલ પર ઉમેરો અહીં ક્લીક કરો

PM Kisan 22th installment: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે (13 માર્ચ, 2026) આસામના ગુવાહાટીમાં આયોજિત કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ (PM-Kisan) યોજનાનો 22મો હપ્તો તરીકે દેશના 9.32 કરોડ ખેડૂતોના ખાતામાં સીધા ₹18,640 કરોડ ટ્રાન્સફર કર્યા.

કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહે માહિતી આપી હતી કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધીમાં DBT દ્વારા ₹4,09,000 કરોડથી વધુનું વિતરણ કરવામાં આવ્યું છે. ખાસ કરીને તેમાં 2.15 કરોડથી વધુ મહિલા ખેડૂતોનો પણ સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે આ સીધી નાણાકીય સહાયથી કૃષિ રોકાણમાં વધારો થયો છે અને ખેડૂતોની સાહુકારો પરની નિર્ભરતા ઘટી છે, જેનાથી ગ્રામીણ અર્થતંત્ર મજબૂત બન્યું છે. શ્રી શિવરાજ સિંહે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કૃષિ વિકાસ અને ખેડૂત કલ્યાણનો મહાયજ્ઞ અવિરત ચાલુ રહેશે.

પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો

પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો સમગ્ર દેશના 9.32 કરોડ ખેડૂતોના ખાતામાં સીધા ₹18,640 કરોડ ટ્રાન્સફર કર્યા. જે પૈકી ગુજરાતના આશરે 49.59 લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ.1028 કરોડથી વધુની સહાય સીધી તેમના બેન્‍ક ખાતામાં ₹2,000 DBT ટ્રાન્સફર કર્યો.

પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો
પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો

ગુજરાત પીએમ કિસાન ઉત્સવ દિવસ

પીએમ કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમમાં (પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ) પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તોની રૂ. 2,000ની રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા પાત્ર ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો. ખેડૂતોને મિલેટ (શ્રી અન્ન) પાકના વાવેતર માટે પ્રોત્સાહિત કરવા કાર્યક્રમ સાથે મિલેટ મેળાનું પણ આયોજન કર્યું હતું.

ગુજરાતના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્‍યું હતું કે, રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પીએમ કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. ગુજરાત પીએમ કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમોમાં વિવિધ પદાધિકારી-અધિકારીઓ અને મોટી સંખ્‍યામાં ખેડૂતો ઉપસ્‍થિત રહેશે.

પીએમ કિસાન 22મા હપ્તા માટે જરૂરી દસ્‍તાવેજો

સરકારે એ પણ સ્‍પષ્ટ કર્યું છે કે જે ખેડૂતોના દસ્‍તાવેજો અપડેટ નથી થયા તેમને આગામી પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો નો લાભ મળશે નહીં. જે ખેડૂતોનું e-KYC અધૂરું છે, જેમના આધાર અને બેંક ખાતા લિંક નથી, અથવા જેમના જમીનના દસ્‍તાવેજો ચકાસવામાં આવ્‍યા નથી, તેમને પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો માટે જારી કરાયેલા રૂ.2000 મળશે નહીં. જે ખેડૂતોના DBT સક્ષમ નથી તેમને પણ તેમના ખાતામાં પૈસા મળશે નહીં. વધુમાં, જેમના નામ PM લાભાર્થી યાદીમાંથી દૂર કરવામાં આવ્‍યા છે તેમને પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો (PM Kisan 22th installment) મળશે નહીં.

21મો હપ્તો ક્યારે જારી થયો હતો?

આસામના ગુવાહાટીથી, પીએમ નરેન્દ્ર મોદી 9.32 કરોડથી વધુ ખેડૂતોને (PM Kisan Yojana) પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ડિજિટલી ટ્રાન્સફર કરશે. પ્રધાનમંત્રીએ 19 નવેમ્બર 2025 ના રોજ તમિલનાડુના કોઈમ્બતુરમાં પીએમ કિસાનનો 21મો હપ્તો જારી કર્યો હતો. દરેક હપ્તા વચ્ચે લગભગ ચાર મહિનાનો અંતર રાખવામાં આવે છે. આ કારણે ખેડૂતોને વર્ષ દરમિયાન ત્રણ વખત નાણાકીય સહાય પ્રાપ્ત થાય છે.

પીએમ કિસાન હપ્તોહપ્તો
તારીખ, મહિનો અને વર્ષ 
પીએમ કિસાન
ફાળવવામાં આવેલી રકમ (અંદાજે)
પીએમ કિસાન
લાભાર્થી ખેડૂતોની સંખ્યા
22મો હપ્તો13 માર્ચ 202618,640 કરોડ રૂપિયા9.32 કરોડ
21મો હપ્તો19 નવેમ્બર 202518,000 કરોડ રૂપિયા9 કરોડથી વધુ
20મો હપ્તો2 ઓગસ્ટ 202520,500 કરોડ રૂપિયા9.7 કરોડ
19મો હપ્તો24 ફેબ્રુઆરી 202522,000 કરોડ રૂપિયા9.8 કરોડ
18મો હપ્તો5 ઓક્ટોબર 202420 હજાર કરોડ રૂપિયા9.4 કરોડથી વધુ
17મો હપ્તો18 જૂન 202420 હજાર કરોડ9.26 કરોડથી વધુ
16મો હપ્તો28 ફેબ્રુઆરી 202421 હજાર કરોડ9 કરોડથી વધુ
15મો હપ્તો15 નવેમ્બર 202318 હજાર કરોડથી વધુ8 કરોડથી વધુ

આવી રીતે ચેક કરી શકશો લાભાર્થી લિસ્ટમાં 22માં હપ્તાનું સ્ટેટસ

  1. સૌથી પહેલા PM-Kisanની વેબસાઇટ પર જાઓ.
  2. હોમપેજ પર આપવામાં આવેલ ‘Beneficiary List’ વિકલ્પ પર ક્લિક કરો.
  3. ત્યારબાદ પોતાનું રાજ્ય, જિલ્લો, તાલુકો, બ્લોક અને ગામની જાણકારી ભરો.
  4. બાદ ‘Get Report’ પર ક્લિક કરો.
  5. ત્યારબાદ ગામના તમામ લાભાર્થીના નામની યાદી સ્ક્રીન પર દેખાશે.
  6. જો આ યાદીમાં આપનું નામ છે તો આપને પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો મેળવવા પાત્ર હોઈ શકો છો.

પીએમ કિસાન યોજના માટે હેલ્પલાઇન

પીએમ કિસાન યોજનાના હપ્તા માટે લાભાર્થી યાદીમાં સામેલ થયા પછી પણ, જો કોઈ ખેડૂતને તેમના ખાતામાં પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો (PM Kisan 22th installment) મળ્યો નથી, તો તેઓ pmkisan-ict@gov.in નો સંપર્ક કરી શકે છે. તમે પીએમ કિસાન યોજના હેલ્પલાઇન નંબરો: 155261 અથવા 1800115526 (ટોલ-ફ્રી), અથવા 011-23381092 પર પણ સંપર્ક કરી શકો છો. અહીં, તમને પીએમ કિસાન સન્માન નિધિ યોજના સંબંધિત તમારી સમસ્યાઓની માહિતી અને ઉકેલો પણ મળશે.

Leave a Comment