ગુજરાતમાં રવિ માર્કેટિંગ સીઝન 2026-27 અંતર્ગત ઘઉંની ટેકાના ભાવે ખરીદી નોંધણી તારીખમાં વધારો કર્યો, જાણો ખરીદી નોંધણી તારીખ

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લીક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા અહીં ક્લીક કરો
ગૂગલ પર ઉમેરો અહીં ક્લીક કરો

ખેડૂતોના હિતમાં સરકારે નોંધણી પ્રક્રિયાના સમયગાળામાં 15 દિવસનો વધારો કર્યો છે. પેહલા ઘઉંની ટેકાના ભાવે ખરીદી નોંધણી માટેની અંતિમ તારીખ 1 માર્ચ 2026 નક્કી કરવામાં આવી હતી. હાલ, જે ખેડૂતો પોતાના ઘઉં ટેકાના ભાવે વેચવા ઈચ્છે છે, તેઓ હવે 13/03/2026 થી 27/03/2026 સુધી ઓનલાઈન ઘઉંની ટેકાના ભાવે ખરીદી નોંધણી કરાવી શકશે.

ભારત સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સીઝન 2026-27 માટે ઘઉંનો લઘુત્તમ ટેકાના ભાવ રૂ. 2585 પ્રતિ ક્વિન્ટલ અથવા 517 પ્રતિ 20kg (મણ) જાહેર કરવામાં આવેલ છે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને તેઓના ઉપ્તાદનના પોષણક્ષમ ભાવ મળી રહેવા પામે રહે તે માટે રવિ માર્કેટીંગ સીઝન 2026-27 અંતર્ગત લઘુતમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવનાર છે.

ઘઉંની ટેકાના ભાવે ખરીદી નોંધણી

લઘુતમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્યકક્ષાએ VCE મારફતે 01/02/2026 થી 01/03/2026 સુધી નિયત કરવામાં આવેલ હતી. જે અન્વ્યે ખેડૂતોને લઘુતમ ટેકાનો લાભ મળી રહે તે હેતુથી દિન-15 એટલે કે, તા.-13/03/2026 થી 27/03/2026 સુધી નોંધણીનો સમયગાળો લંબાવવામાં આવેલ છે. તેમજ ઘઉંની ખરીદી તા. 04/03/2026 થી 15/05/2026 સુધી કરવામાં આવશે. જેથી નોંધણી કરાવવા તમામ ખેડૂતો મિત્રોને અપીલ કરવામાં આવે છે. ખેડૂત ખાતેદારોના- બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા નોંધણી કરવામાં આવશે જેની ખાસ નોંધ લેશો.

ટેકાના ભાવે નોંધણી ડોક્યુમેન્ટ્સ

ઘઉંની ટેકાના ભાવે ખરીદી નોંધણી માટે જરૂરી પુરાવા જેવાકે, આધાર કાર્ડની નકલ, અધ્યતન ગામ નમૂનો, 7/12, 8-અ તેમજ પાકની વાવણી અંગેની એન્ટ્રી 7/12 કે 8-અ માં ન થઈ હોય તો તલાટી ના સહી સિંક્કાયાળો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત બેંક પાસબૂકની ઝેરોક્ષ નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.

રાજ્યના ખેડૂતો તેઓનોં પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તો તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત હોઇ આ માટે સંબંધિત ગ્રામ પંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ છે.

ટેકાના ભાવે નોંધણી SMS

ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્‍ટ્રેશન કંરાવેલં ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સંમયે ખેડૂતે પોંતાનું આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે ખેડૂત ખાતેદારના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે, જેની નોંધ લેશો ડોક્યુમેન્ટની ચકાસણી દરમ્યાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તેવા કિસ્સામાં આપનો ક્રમ રદ થશે અને ખરીદી માટે આપને જાણ નહી કરવામાં આવે તેની ખેડૂત મિત્રોએ નોંધ લેવી.

ટેકાના ભાવે નોંધણી હેલ્પલાઇન નંબર

ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્‍ટ્રેશન નોંધણી બોબતે કોઇ મુશકેલી જણાય તો હેલ્પલાઇન નંબર 8511171718 તથા 8511171719 ઉપર સંપર્ક કરવાનો રહેશે.

Leave a Comment

આ પ્રકારની ખેતી પધ્‍ધતિથી ખેડૂતોને અઢળક અવાક: આચાર્ય દેવવ્રતજી દેશી મહેનત અને વિદેશી છોડથી સુરેન્દ્રકુમારે ખેડૂતોની કિસ્મત બદલી આ ખેડૂતે હવામાં ઉગાડ્યો પચાસ હજારનો છોડ વાર્ષિક 50 લાખ કમાવવાનો અંદાજ ખેતીમાં આંતરપાક કરતાં પ્રયોગશિલ ખેડૂત વિરમદેભાઇ ભીમાણી