ભારતીય કપાસ નિગમ લિમિટેડ (CCI) દ્વારા વર્તમાન કપાસ સિઝન 2026-27 દરમિયાન કપાસના ખેડૂતોને ટેકાના ભાવે (MSP) કપાસ વેચવા માટે કપાસ ટેકાના ભાવ ખરીદી રજીસ્ટ્રેશનનો લાભ મેળવવા માટે તમામ કપાસના ખેડૂતોને તારીખ 01 સપ્ટેમ્બર 2026 થી 30 સપ્ટેમ્બર 2026 દરમિયાન “કપાસ કિસાન” મોબાઇલ એપ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવા વિનંતી કરવામાં આવે છે.
કપાસ ટેકાના ભાવ ખરીદી રજીસ્ટ્રેશન તારીખ
વર્તમાન કપાસ સીઝન 2025-26 દરમિયાન CCI દ્વારા MSP હેઠળ કપાસની ખરીદીનો લાભ મેળવવા માટે ખેડૂતોને 01 સપ્ટેમ્બર 2026થી 30 સપ્ટેમ્બર 2026 દરમિયાન કપાસ ખરીદી રજીસ્ટ્રેશન કરાવવા જણાવાયું છે.
ખેડૂતોએ “કપાસ કિસાન” મોબાઇલ એપ પર રજિસ્ટ્રેશન માટેની વિનંતી કરી છે.
કપાસ ટેકાના ભાવ 2026
- મધ્યમ લંબાઈ વાળા કપાસનો ભાવ – રૂ.1653 પ્રતિ મણ
- લાબી લંબાઈ વાળા કપાસનો ભાવ – રૂ.1733 પ્રતિ મણ
કપાસ કિસાન મોબાઇલ એપ રજિસ્ટ્રેશન
“કપાસ કિસાન” મોબાઇલ એપ પર રજિસ્ટ્રેશન કરાવવાથી ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ (MSP) હેઠળની ખરીદી યોજનાઓ તેમજ સંબંધિત માહિતી સરળતાથી મળી શકશે. ખેડૂતોને એપમાં જરૂરી વિગતો ભરીને સમયસર રજિસ્ટ્રેશન પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવી છે.
CCIની વેબસાઇટ પરથી માહિતી મેળવો
કપાસની ખરીદી કેન્દ્રો, MSP અને ખરીદી સંબંધિત અન્ય માહિતી માટે ભારતીય કપાસ નિગમ (CCI)ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકાય છે: www.cotcorp.org.in
રજિસ્ટ્રેશન માટે WhatsApp હેલ્પલાઇન
કપાસ ટેકાના ભાવ ખરીદી રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં સહાય મેળવવા માટે ખેડૂતો WhatsApp હેલ્પલાઇન નંબર 9428237246 પર સંપર્ક કરી શકે છે.
ખેડૂતો માટે મહત્વપૂર્ણ અપીલ
તમામ કપાસના ખેડૂતોને નિર્ધારિત સમયગાળા દરમિયાન કપાસ ટેકાના ભાવ ખરીદી રજીસ્ટ્રેશન કરાવીને MSP હેઠળ કપાસ ખરીદી યોજનાનો સંપૂર્ણ લાભ લેવા અપીલ કરવામાં આવી છે.
કપાસ ટેકાના ભાવ ખરીદી રજીસ્ટ્રેશન સારાંશ
CCI દ્વારા MSP હેઠળ કપાસની ખરીદીનો લાભ મેળવવા માટે સમયસર કપાસ ટેકાના ભાવ ખરીદી રજીસ્ટ્રેશન કરાવવું મહત્વપૂર્ણ છે. ખેડૂતો “કપાસ કિસાન” મોબાઇલ એપનો ઉપયોગ કરી શકે છે અને વધુ માહિતી માટે CCIની વેબસાઇટ અથવા WhatsApp હેલ્પલાઇનનો સંપર્ક કરી શકે છે.

ગુજરાતી કૃષિ સમાચાર અને સરકારી કૃષિ સમાચાર ના લાંબા અનુભવ સાથે ખેતીવાડી ન્યુઝ માહિતી પુરી પાડે છે.