ખેડૂતો માટે મહત્વના સમાચાર: પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો મેળવવા માટે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત, જાણો ડીટેલ

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લીક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા અહીં ક્લીક કરો

કેન્દ્ર સરકારના ડિજીટલ પબ્લીક ઈન્ફ્રાસ્ટ્રક્ચર હેઠળ કૃષિ સબબ એગીસ્ટેક પ્રોજેક્ટ (Agristack Project) દેશભરના ખેડુતો માટે અમલમાં મુકવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત દેશના તમામ ખેડૂત ખાતેદારો માટે એગ્રીસ્ટેક ફાર્મર રજિસ્ટ્રી (ખેડૂત નોંધણી) કરાવવી ફરજિયાત બનાવવામાં આવી છે.

આ રજિસ્ટ્રી ખેડુતો માટે આવનારી દરેક સરકારી કલ્યાણકારી યોજના અને લાભ મેળવવા માટે આધારભૂત બનશે. જો ખેડુતો આ નોંધણી કરાવશે નહીં તો તેમને દરેક મહત્વની યોજના જેવા કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM Kisan) સહિત અન્ય લાભોથી વંચિત રહેવું પડશે.

ફાર્મર રજિસ્ટ્રીની અમદાવાદમાં નોંધણી

અમદાવાદ જિલ્લામાં કુલ 1.71 લાખ ખેડૂત ખાતેદારો છે, જે પૈકી મોટા ભાગના ખેડુતો છેલ્લા ઘણા વર્ષોથી પી.એમ કિસાન યોજના સહિત વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લઈ રહ્યા છે. જોકે સરકાર દ્વારા શરૂ કરાયેલ ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત અત્યાર સુધીમાં 1.07 લાખ ખેડુતોએ નોંધણીની પ્રક્રિયા પૂર્ણ કરી છે, જ્યારે હજુ પણ લગભગ 64 હજાર ખેડુતો નોંધણી વગર છે.

આ ખેડુતો માટે સરકાર દ્વારા તાકીદ કરાઈ છે કે તેઓ આગામી 10મી જુલાઈ 2025 સુધીમાં ફરજિયાત રીતે ફાર્મર રજિસ્ટ્રી કરાવે, અન્યથા તેઓ આગામી પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો થી વંચિત રહેશે અને સાથે જ સરકારની અન્ય યોજનાઓનો લાભ મળવો મુશ્કેલ બનશે.

ફાર્મર રજિસ્ટ્રીનું મહત્વ

ફાર્મર રજિસ્ટ્રીનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ખેડૂતોની ઓળખ અને જમીન સંબંધિત વિગતોને એક સૂત્રમાં લાવીને કૃષિ વિભાગ અને સંલગ્ન અન્ય વિભાગો દ્વારા ચાલતી વિવિધ યોજનાઓનો લાભ સમયસર, પારદર્શક અને સરળ રીતે ખેડુતો સુધી પહોંચાડવો.

આ રજિસ્ટ્રીના મારફતે સરકાર પાસે ખેડુતોની સંપૂર્ણ વિગત ઉપલબ્ધ થશે, જેમાં નીચેના લાભો સામેલ છે:

  • કૃષિ ધિરાણ (Agriculture Loan) મેળવવામાં સરળતા
  • ટેકાના ભાવ હેઠળ ખરીદી માટે પાત્રતા
  • પી.એમ કિસાન યોજના હેઠળ મળતી સહાય
  • અન્ય કૃષિ કલ્યાણકારી યોજનાઓનો ઝડપથી લાભ
  • ખેડૂત તરીકે ઓળખ સ્થાપિત થાય

સરકારનો મતો છે કે જો તમામ ખેડુતો સમયસર આ રજિસ્ટ્રી કરી લેશે તો તેમનું સરકારી નાણાંકીય સહાય અને યોજના લાભ મેળવવાનું કોઈ અવરોધ નહીં રહે.

ફાર્મર રજિસ્ટ્રી માટે સૂચના અને કેમ્પ

અમદાવાદ જિલ્લાના ખેતી વિભાગ દ્વારા અનેક ગામોમાં ખાસ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી ખેડૂતો તેમના ગામડામાં જ જઈને સરળતાથી નોંધણી કરાવી શકે.

ત્યાં સુધી હજુ નોંધણી કરાવનારા 38% જેટલા ખેડુતો છે, જેમણે હજુ સુધી ફાર્મર રજિસ્ટ્રી માટે આગળ પગલાં લીધા નથી. તેમને તાકીદ કરી આપવામાં આવી છે કે જો તેઓ 10મી જુલાઈ સુધી નોંધણી નહીં કરે તો તેઓ માત્ર આગામી 20મો હપ્તો નહીં મેળવાય તેવા જ નહીં પણ ભવિષ્યમાં ચાલતી વિવિધ યોજનાઓમાંથી પણ વંચિત રહી શકે છે.

બહારગામ રહેતા ખેડુતો માટે સુવિધા

ઘણા ખેડૂતોએ હવે તેમના રોજગાર કે અન્ય કારણોસર ગામ છોડીને શહેરો કે બહારગામમાં વસવાટ શરૂ કર્યો છે. આવા ખેડૂતો માટે સરકારએ ખાસ વ્યવસ્થા ઉભી કરી છે, જેથી તેઓ ઓનલાઈન પણ ફાર્મર રજિસ્ટ્રી પ્રક્રિયા પુર્ણ કરી શકે છે.

બહારગામ રહેતા ખેડુતો માટે પગલાં:

  1. https://gjfr.agristack.gov.in/farmer-registry-gj/# વેબસાઇટ પર જઈ સેલ્ફ રજિસ્ટ્રેશન કરી શકે છે.
  2. અથવા પોતાના નજીકના સી.એસ.સી (કોમ્પ્યુટર સહાયતા કેન્દ્ર) પર જઈને ફાર્મર રજિસ્ટ્રી કરાવી શકે છે.

ફાર્મર રજિસ્ટ્રી નોંધણી માટે દસ્તાવેજો

ફાર્મર રજિસ્ટ્રી કરાવવા માટે નીચેના દસ્તાવેજો જરૂરી છે:

  • આધાર કાર્ડ
  • જમીનના ઉતારાની નકલ (8અ)
  • આધાર સાથે લિંક થયેલું મોબાઇલ નંબર અથવા બીજો સક્રિય મોબાઇલ નંબર

મહત્વપૂર્ણ નોંધ: દસ્તાવેજોની નકલ કોઈ ઓપરેટરને આપવાની ફરજ નથી, ફક્ત ઓપરેટરને વિગતો દર્શાવવી રહેશે.

ફાર્મર રજિસ્ટ્રીથી મળતા લાભો

ફાર્મર રજિસ્ટ્રી પુર્ણ કરવાથી ખેડુતોને નીચે મુજબના લાભ મળશે:

  • ખેતી માટે મળતી સહાય યોજના
  • કુદરતી આપત્તિના સમયે મળતી સહાય
  • કૃષિ મશીનરી સહાય
  • ખેડૂત ઉત્પાદક સંગઠન (FPO) માટે સહાય
  • ટપાલ દ્વારા અથવા મેસેજ દ્વારા ખેતી સંબંધિત માહિતી સમયસર મળવી
  • કૃષિ ખાતા દ્વારા વિવિધ યોજના અરજીની પ્રક્રિયા ઝડપી બનવી
  • ટેકાના ભાવ હેઠળ પાક ખરીદીની પાત્રતા
  • ભવિષ્યમાં નવી યોજનાઓ માટે સર્વપ્રથમ પસંદગી

સરકારની ખેડૂતને અપીલ

જિલ્લા ખેતી વિભાગ અને રાજ્ય સરકાર દ્વારા ખેતીના કલ્યાણ માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. સરકારએ સ્પષ્ટતા કરી છે કે નોંધણી પ્રક્રિયા માત્ર ખેડૂતોના ભવિષ્ય માટે છે અને કોઈપણ પ્રકારના નાણાંકીય દંડ કે મુશ્કેલી માટે નથી.

કોઈપણ ખેડૂત મિત્રોએ જરૂરી દસ્તાવેજ સાથે પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે જેથી આવનારા દિવસોમાં યોજનાઓનો લાભ ઝડપથી મળી રહે.

અંતિમ તારીખ: 10મી જુલાઈ 2025

આ સમયમર્યાદા પછી નોંધણી વગરના ખેડુતો PM-Kisan સહીત અનેક યોજનાઓમાંથી વંચિત રહેશે.

Leave a Comment

આ ખેડૂતે હવામાં ઉગાડ્યો પચાસ હજારનો છોડ વાર્ષિક 50 લાખ કમાવવાનો અંદાજ ખેતીમાં આંતરપાક કરતાં પ્રયોગશિલ ખેડૂત વિરમદેભાઇ ભીમાણી ગુજરાતના ખેડૂતે આ ખેતી કરીને બધાની આંખો ખોલી દીધી નવા વર્ષે જીરુંના ભાવમાં અફડાતફડી જોવા મળશે