ગુજરાતમાં રવિ માર્કેટિંગ સીઝન હેઠળ ઘઉંની ટેકાના ભાવે ખરીદીની સમયમર્યાદામાં 30 દિવસનો મોટો વધારો. રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા વધુમાં વધુ ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવનો લાભ મળી રહે તે માટે અગાઉની 15 મે 2026ની અંતિમ તારીખ લંબાવીને 15 જૂન 2026 સુધી કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો.
ઘઉંની ટેકાના ભાવે ખરીદી તારીખ
લઘુતમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્યકક્ષાએ VCE મારફતે 01/02/2026 થી 01/03/2026 સુધી નિયત કરવામાં આવેલ હતી. જે અન્વ્યે ખેડૂતોને લઘુતમ ટેકાનો લાભ મળી રહે તે હેતુથી દિન-15 એટલે કે, તા.-13/03/2026 થી 27/03/2026 સુધી નોંધણીનો સમયગાળો લંબાવવામાં આવેલ છે. તેમજ ઘઉંની ટેકાના ભાવે ખરીદી તારીખ તા. 04/03/2026 થી 15/05/2026 સુધી કરવામાં આવશે. જેથી નોંધણી કરાવવા તમામ ખેડૂતો મિત્રોને અપીલ કરવામાં આવે છે. ખેડૂત ખાતેદારોના- બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા નોંધણી કરવામાં આવશે જેની ખાસ નોંધ લેશો.
ગુજરાતમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદીની સમયમર્યાદા લંબાઈ
ગુજરાતમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદી (Wheat MSP Purchase) માટેની સમયમર્યાદા લંબાવવામાં આવી છે. ગુજરાત રવિ માર્કેટિંગ સીઝન 2026-27 અંતર્ગત ખેડૂતોને વધુ લાભ મળે તે માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. અગાઉ ઘઉંની ટેકાના ભાવે ખરીદીની છેલ્લી તારીખ 15 મે 2026 નક્કી કરવામાં આવી હતી, પરંતુ હવે તેને ઘઉંની ટેકાના ભાવે ખરીદી સમયમર્યાદામાં વધારીને 15 જૂન 2026 સુધી કરવામાં આવી છે. આ અંગે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
રાજ્ય સરકારના આ નિર્ણયનો મુખ્ય હેતુ વધુમાં વધુ ખેડૂતોને ટેકાના ભાવે ઘઉં વેચવાની તક ઉપલબ્ધ કરાવવાનો છે. ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે તેઓ જરૂરી દસ્તાવેજો સાથે પોતાના નજીકના ખરીદી કેન્દ્રનો સંપર્ક કરે અને સમયમર્યાદા અંદર ઘઉંનું વેચાણ પૂર્ણ કરે.
ટેકાના ભાવે નોંધણી ડોક્યુમેન્ટ્સ
ઘઉંની ટેકાના ભાવે ખરીદી નોંધણી માટે જરૂરી પુરાવા જેવાકે, આધાર કાર્ડની નકલ, અધ્યતન ગામ નમૂનો, 7/12, 8-અ તેમજ પાકની વાવણી અંગેની એન્ટ્રી 7/12 કે 8-અ માં ન થઈ હોય તો તલાટી ના સહી સિંક્કાયાળો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત બેંક પાસબૂકની ઝેરોક્ષ નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.
રાજ્યના ખેડૂતો તેઓનોં પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તો તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત હોઇ આ માટે સંબંધિત ગ્રામ પંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ છે.
ટેકાના ભાવે નોંધણી હેલ્પલાઇન નંબર
ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન નોંધણી બોબતે કોઇ મુશકેલી જણાય તો હેલ્પલાઇન નંબર 8511171718 તથા 8511171719 ઉપર સંપર્ક કરવાનો રહેશે.

ગુજરાતી કૃષિ સમાચાર અને સરકારી કૃષિ સમાચાર ના લાંબા અનુભવ સાથે ખેતીવાડી ન્યુઝ માહિતી પુરી પાડે છે.