ગુજરાતમાં કપાસ ઉત્પાદન વધારવા મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી દ્વારા કપાસ પકવતા ખેડૂતોને 14 હજારની ઈનપુટ સહાય મળશે, કેવી રીતે કરશો અરજી

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લીક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા અહીં ક્લીક કરો
ગૂગલ પર ઉમેરો અહીં ક્લીક કરો

દેશમાં કપાસનું ઉત્પાદન વધારીને આયાત ઘટાડવા અને ખેડૂતોને સક્ષમ બનાવવા માટે વર્ષ 2026-27 થી 2030-31ના સમયગાળા માટે “મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી” (કપાસ ક્રાંતિ મિશન) ભારત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવ્યું છે. આ મિશન હેઠળ આગામી પાંચ વર્ષ કપાસની ખેતી કરતા ખેડૂતોને આધુનિક ખેત પદ્ધતિઓ અપનાવવા માટે ઈનપુટ સહાય આપવામાં આવશે, તેમ કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે.

મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી ઈનપુટ સહાય

કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના જણાવ્યા અનુસાર, દેશના કુલ કપાસ ઉત્પાદનમાં મહત્તમ ફાળા સાથે ગુજરાત હંમેશા અગ્રીમ હરોળમાં રહ્યું છે. જેથી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આધુનિક ખેત પદ્ધતિઓના સહારે ગુજરાતમાં કપાસના વાવેતરને હજુ પણ વધારવા માટે ચાલુ વર્ષે ‘મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી’ હેઠળ ગુજરાતને રૂ. 134.80 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. આ મિશન હેઠળ રાજ્યમાં કપાસનું વાવેતર ધરાવતા 21 જિલ્લાના એક લાખ હેક્ટરથી વધુ વિસ્તારને આવરી લેવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે.

મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી કેટલી સહાય મળશે?

મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી અંતર્ગત કપાસના વાવેતરની પદ્ધતિના આધારે બે પ્રકારે સહાયની જોગવાઈ કરવામાં આવી છે.

  • નિદર્શન ઘટક હેઠળ ‘ક્લોઝર સ્પેસિંગ ટેક્નોલોજી’ એટલે કે, ઓછા અંતરે વાવેતરની પદ્ધતિ અપનાવીને રાજ્યના જે ખેડૂત મિત્રોએ ચાલુ વર્ષે કપાસનું વાવેતર 90 સેમી x 30 સેમીના અંતરે કરેલું હોય, તેમને પ્રતિ હેક્ટર રૂ.14,000 ની ઈનપુટ સહાય મળશે.
  • ‘ઇન્ટિગ્રેટેડ ક્રોપ મેનેજમેન્ટ’ એટલે કે, સંકલિત પાક વ્યવસ્થાપનની વાવેતર પદ્ધતિ અપનાવીને જે ખેડૂતોએ 90 સેમી x 60 સેમીના અંતરે કપાસ વાવ્યો છે, તેમને પ્રતિ હેક્ટર રૂ. 7,500 ની ઈનપુટ સહાય આપવામાં આવશે.
  • મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી યોજનાનો લાભ એક ખેડૂતને એક વર્ષમાં વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં જ મળી શકશે.
  • મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી મિશન હેઠળ સહાય મેળવવા માટે ખેડૂતોએ સરકાર માન્ય કે પ્રમાણિત કરેલી કપાસની જાતો અથવા મંજૂર થયેલા બીટી કપાસ બિયારણનું વાવેતર કરેલું હોવું જોઈએ તેમજ ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રી પણ કરાવેલી હોવી જરૂરી છે.
  • કપાસના વાવેતરમાં નવી પદ્ધતિ અપનાવીને રાજ્યના ખેડૂતો સારું ઉત્પાદન મેળવી શકે તે માટે વર્ષ દરમિયાન ખાસ તાલીમ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે.

મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી અરજી તારીખ

મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી હેઠળ સહાય મેળવવા ઈચ્છુક અને પાત્ર ખેડૂત મિત્રો માટે આજ તા. 10 જુલાઈ, 2026થી ગુજરાત આઈ-ખેડૂત પોર્ટલ (Gujarat ikhedut portal) ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેમાં ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.

મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટીનો લાભ કોને મળશે

ચાલુ સિઝનમાં ગુજરાત રાજ્યના જે ખેડૂતોએ 90 x 30 સેમી. અથવા 90 x 60 સેમી.ના અંતરે કપાસનું વાવેતર કર્યું હોય તેવા ખેડૂત મિત્રો તેમજ જે ખેડૂતોને હજુ વાવેતર કરવાનું બાકી છે અને 90 x 30 સેમી. અથવા 90 x 60 સેમી.ના અંતરે કપાસનું વાવેતર કરવા માંગે છે, તેવા ખેડૂત મિત્રોને સહાય મેળવવા માટે ગુજરાત આઈ-ખેડૂત પોર્ટલ (Gujarat ikhedut portal) પર અરજી કરવા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

શેર કરો:

Leave a Comment

યુરિયા-DAP વગર વિઘાએ ₹70 હજારની કમાણી પાટણના ખેડૂતની કમાલ આ પ્રકારની ખેતી પધ્‍ધતિથી ખેડૂતોને અઢળક અવાક: આચાર્ય દેવવ્રતજી દેશી મહેનત અને વિદેશી છોડથી સુરેન્દ્રકુમારે ખેડૂતોની કિસ્મત બદલી આ ખેડૂતે હવામાં ઉગાડ્યો પચાસ હજારનો છોડ વાર્ષિક 50 લાખ કમાવવાનો અંદાજ ખેતીમાં આંતરપાક કરતાં પ્રયોગશિલ ખેડૂત વિરમદેભાઇ ભીમાણી ગુજરાતના ખેડૂતે આ ખેતી કરીને બધાની આંખો ખોલી દીધી નવા વર્ષે જીરુંના ભાવમાં અફડાતફડી જોવા મળશે આ ખેતી કરવાથી થશે 20 લાખની આવક.!