કેન્દ્રીય મંત્રીમંડળે 2027-28 માર્કેટિંગ સિઝન માટે રવિ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો ને મંજૂરી આપી

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લીક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા અહીં ક્લીક કરો

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળ સમિતિએ 2027-28ના માર્કેટિંગ સીઝન માટે તમામ ફરજિયાત રવિ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કરવાની મંજૂરી આપી છે. આ નિર્ણયનો હેતુ ખેડૂતોને તેમના ઉત્પાદન માટે લાભદાયી ભાવ મળે તે સુનિશ્ચિત કરવાનો અને ખેતીમાં પાક વૈવિધ્યકરણને પ્રોત્સાહન આપવાનો છે.

રવિ પાક ટેકાના ભાવ (2027-28)

કુસુમ (સેફ્લાવર) માટે સૌથી વધુ ₹675 પ્રતિ ક્વિન્ટલનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. રાયડો અને રાઇના MSPમાં ₹413 પ્રતિ ક્વિન્ટલનો વધારો કરાયો છે. જ્યારે મસૂર માટે ₹390, જવ માટે ₹136, ચણા માટે ₹83 અને ઘઉં માટે ₹25 પ્રતિ ક્વિન્ટલનો ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

રવિ પાકટેકાના ભાવમાં વધારો (₹/ક્વિન્ટલ)ઉત્પાદન ખર્ચ કરતાં અપેક્ષિત માર્જિન
ઘઉં₹25106%
જવ₹13658%
ચણા₹8359%
મસૂર₹39092%
રાયડો અને રાઇ₹41396%
કુસુમ (સેફ્લાવર)₹67550%

ઉત્પાદન ખર્ચ કરતાં 1.5 ગણો MSP

2027-28ના રવિ પાક માટે કરાયેલો ટેકાના ભાવમાં વધારો 2018-19ના કેન્દ્રીય બજેટમાં કરવામાં આવેલી જાહેરાતને અનુરૂપ છે. તેમાં અખિલ ભારતીય ભારિત સરેરાશ ઉત્પાદન ખર્ચના ઓછામાં ઓછા 1.5 ગણા MSP નક્કી કરવાની નીતિ જાહેર કરવામાં આવી હતી.

અખિલ ભારતીય ભારિત સરેરાશ ઉત્પાદન ખર્ચની સરખામણીએ અપેક્ષિત માર્જિન ઘઉં માટે 106 ટકા છે. ત્યારબાદ રાયડો અને રાઇ માટે 96 ટકા, મસૂર માટે 92 ટકા, ચણા માટે 59 ટકા, જવ માટે 58 ટકા અને કુસુમ માટે 50 ટકા છે.

કઠોળ અને તેલીબિયાંને પ્રોત્સાહન

તાજેતરના વર્ષોમાં સરકાર અનાજ ઉપરાંત કઠોળ અને તેલીબિયાં જેવા પાકોને પ્રોત્સાહન આપવા માટે વધુ MSP પર ભાર મૂકી રહી છે. વધારેલા MSPથી ખેડૂતોને વધુ લાભદાયી ભાવ મળવાની સાથે પાક વૈવિધ્યકરણને પણ પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે.

ઘઉં અને રવિ પાકની ખરીદીમાં વધારો

2014-15થી 2025-26 દરમિયાન ઘઉંની સરકારી ખરીદી 3,715 લાખ મેટ્રિક ટન થઈ છે, જ્યારે 2004-05થી 2013-14 દરમિયાન તે 2,254 લાખ મેટ્રિક ટન હતી. છ રવિ પાકોની ખરીદી પણ 2014-15થી 2025-26 દરમિયાન વધીને 3,921 લાખ મેટ્રિક ટન થઈ છે, જે અગાઉના સમયગાળામાં 2,302 લાખ મેટ્રિક ટન હતી.

પાક/સમૂહસમયગાળોખરીદી (લાખ મેટ્રિક ટન)ટેકાના ભાવ હેઠળ ચુકવણી
ઘઉં2004-05 થી 2013-142,254₹2.56 લાખ કરોડ
ઘઉં2014-15 થી 2025-263,715₹7.31 લાખ કરોડ
છ રવિ પાક2004-05 થી 2013-142,302₹2.65 લાખ કરોડ
છ રવિ પાક2014-15 થી 2025-263,921₹8.36 લાખ કરોડ

ખેડૂતોને ટેકાના ભાવમાં વધારો

2014-15થી 2025-26 દરમિયાન ઘઉં ઉત્પાદક ખેડૂતોને MSP હેઠળ ચૂકવાયેલી રકમ ₹7.31 લાખ કરોડ રહી છે, જ્યારે 2004-05થી 2013-14 દરમિયાન તે ₹2.56 લાખ કરોડ હતી. છ રવિ પાકો માટે આ રકમ 2014-15થી 2025-26 દરમિયાન વધીને ₹8.36 લાખ કરોડ થઈ છે, જ્યારે અગાઉના સમયગાળામાં તે ₹2.65 લાખ કરોડ હતી.

શેર કરો:

Leave a Comment

યુરિયા-DAP વગર વિઘાએ ₹70 હજારની કમાણી પાટણના ખેડૂતની કમાલ આ પ્રકારની ખેતી પધ્‍ધતિથી ખેડૂતોને અઢળક અવાક: આચાર્ય દેવવ્રતજી દેશી મહેનત અને વિદેશી છોડથી સુરેન્દ્રકુમારે ખેડૂતોની કિસ્મત બદલી આ ખેડૂતે હવામાં ઉગાડ્યો પચાસ હજારનો છોડ વાર્ષિક 50 લાખ કમાવવાનો અંદાજ ખેતીમાં આંતરપાક કરતાં પ્રયોગશિલ ખેડૂત વિરમદેભાઇ ભીમાણી ગુજરાતના ખેડૂતે આ ખેતી કરીને બધાની આંખો ખોલી દીધી નવા વર્ષે જીરુંના ભાવમાં અફડાતફડી જોવા મળશે આ ખેતી કરવાથી થશે 20 લાખની આવક.!