Kharif MSP 2026-27: ખરીફ માર્કેટીંગ સીઝન 2026-27 માં ડાંગર, મકાઈ, બાજરી, જુવાર, રાગી ટેકાના ભાવ ખરીદી કરવામાં આવશે

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લીક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા અહીં ક્લીક કરો

ગુજરાત ખરીફ માર્કેટીંગ સીઝન 2026-27માં ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવ ખરીદી ડાંગર,મકાઈ, બાજરી, જુવાર, રાગીની સીધી કરાશે. લઘુતમ ટેકાના ભાવ પાક વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતોએ તા.2 થી 31 ઓક્ટોબર 2026 સુધીમાં ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. રાજ્ય સરકાર દ્વારા તા.16 નવેમ્બર 2026 થી 15 જાન્યુઆરી 2027 સુધી નિયત જણસ-પાકની ખરીદી કરવામાં આવશે.

ડાંગર, મકાઈ, બાજરી, જુવાર, રાગી ટેકાના ભાવ

ભારત સરકાર દ્વારા ખરીફ માર્કેટીંગ સીઝન 2026-27 માટે ટેકાનો ભાવ ડાંગર (કોમન) માટે રૂ. 2441 પ્રતિ ક્વિન્ટલ, ડાંગર (ગ્રેડ-એ) માટે રૂ. 2461 પ્રતિ ક્વિન્ટલ, મકાઈ માટે રૂ. 2410 પ્રતિ ક્વિન્ટલ, બાજરી માટે રૂ.2900 પ્રતિ ક્વિન્ટલ (ઉપરાંત વધારાનું બોનસ રૂ. 300 પ્રતિ ક્વિન્ટલ), જુવાર(હાઈબ્રીડ) રૂ. 4023 પ્રતિ ક્વિન્ટલ (ઉપરાંત વધારાનું બોનસ રૂ. 300 પ્રતિ ક્વિન્ટલ), જુવાર (માલદંડી) રૂ.4073 પ્રતિ ક્વિન્ટલ(ઉપરાંત વધારાનું બોનસ રૂ. 300 પ્રતિ ક્વિન્ટલ) રાગી માટે રૂ. 5205 પ્રતિ ક્વિન્ટલ (ઉપરાંત વધારાનું બોનસ રૂ. 300 પ્રતિ ક્વિન્ટલ) નિયત કરવામાં આવ્યું છે. ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન 2026-27 અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ડાંગર,મકાઇ, બાજરી, જુવાર, તથા રાગીની લઘુતમ ટેકાના ભાવ ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે કરવામાં આવનાર છે.

ખરીફ સીઝન 2026-27: ડાંગર, મકાઈ, બાજરી, જુવાર, રાગી ટેકાના ભાવ

ક્રમાંકપાકટેકાના ભાવ (રૂ. પ્રતિ ક્વિન્ટલ)ટેકાના ભાવ બોનસ (રૂ. પ્રતિ ક્વિન્ટલ)ટેકાના ભાવ બોનસ સહિત (રૂ. પ્રતિ 20kg)કુલ ટેકાના ભાવ (રૂ. પ્રતિ ક્વિન્ટલ)
1ડાંગર (કોમન)₹2,441—₹488.20₹2,441
2ડાંગર (ગ્રેડ-એ)₹2,461—₹492.20₹2,461
3મકાઈ₹2,410—₹482₹2,410
4બાજરી₹2,900₹300₹640₹3,200
5જુવાર (હાઈબ્રીડ)₹4,023₹300₹864.60₹4,323
6જુવાર (માલદંડી)₹4,073₹300₹874.60₹4,373
7રાગી₹5,205₹300₹1101₹5,505

ડાંગર, મકાઈ, બાજરી, જુવાર, રાગી ટેકાના ભાવ ખરીદી નોંધણી પ્રક્રિયા

લઘુતમ ટેકાના ભાવ ડાંગર,મકાઈ,બાજરી, જુવાર તથા રાગીનું વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે તા.02 ઓક્ટોબર 2026 થી 31 ઓક્ટોબર 2026 સુધી કરવામાં આવશે. જ્યારે આ ડાંગર, બાજરી, જુવાર મકાઈ તથા રાગીની ટેકાના ભાવ ખરીદી તા.16 નવેમ્બર 2026 થી 15 જાન્યુઆરી 2027 સુધી કરવામાં આવશે. ખેડૂત ખાતેદારોના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા નોંધણી કરવામાં આવશે. જેથી ટેકાના ભાવ પાક વેચાણ કરવા માંગતા તમામ ખેડૂતો મિત્રોએ ઓનલાઇન નોંધણી કરાવવા નિગમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

લઘુતમ ટેકાના ભાવ માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

લઘુતમ ટેકાના ભાવ ખરીદી નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, તાજેતરનો ગામ નમૂનો, 7/12, 8/અ તેમજ પાકની વાવણી અંગેની એન્ટ્રી 7/12 કે 8/અ માં ન થઈ હોય તો તલાટીના સહી-સિક્કા વાળો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત બેંક પાસબૂકની ઝેરોક્ષ નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. રાજ્યના ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવ વેચાણ કરવા ઇચ્છુક હોય તો તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત હોઇ આ માટે સંબંધિત ગ્રામપંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવી જરૂરી છે.

ટેકાના ભાવ ખરીદી માટે SMS દ્વારા જાણ

લઘુતમ ટેકાના ભાવ ખરીદી માટે રજિસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદાર બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે. ડોક્યુમેન્ટની ચકાસણી દરમિયાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તેવા કિસ્સામાં આપનો ક્રમ રદ થશે અને ખરીદી માટે આપને જાણ નહી કરવામાં આવે તેની ખેડૂત મિત્રોએ નોંધ લેવાની રહેશે.

ટેકાના ભાવ ખરીદી હેલ્પ લાઇન નંબર

લઘુતમ ટેકાના ભાવ ખરીદી માટે નોંધણી અંગે વધુ વિગતો માટે હેલ્પ લાઇન નંબર 85111 71718 તથા 85111 71719 ઉપર સંપર્ક કરવાનો રહેશે તેમ નિગમ દ્વારા વધુમાં જણાવાયું છે.

શેર કરો:

Leave a Comment

યુરિયા-DAP વગર વિઘાએ ₹70 હજારની કમાણી પાટણના ખેડૂતની કમાલ આ પ્રકારની ખેતી પધ્‍ધતિથી ખેડૂતોને અઢળક અવાક: આચાર્ય દેવવ્રતજી દેશી મહેનત અને વિદેશી છોડથી સુરેન્દ્રકુમારે ખેડૂતોની કિસ્મત બદલી આ ખેડૂતે હવામાં ઉગાડ્યો પચાસ હજારનો છોડ વાર્ષિક 50 લાખ કમાવવાનો અંદાજ ખેતીમાં આંતરપાક કરતાં પ્રયોગશિલ ખેડૂત વિરમદેભાઇ ભીમાણી ગુજરાતના ખેડૂતે આ ખેતી કરીને બધાની આંખો ખોલી દીધી નવા વર્ષે જીરુંના ભાવમાં અફડાતફડી જોવા મળશે આ ખેતી કરવાથી થશે 20 લાખની આવક.!