PM Kisan 23rd installment : PM નરેન્દ્ર મોદીએ બંગાળથી પીએમ કિસાન 23મો હપ્તો ખેડૂતોના ખાતામાં ₹2000 ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કર્યો

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લીક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા અહીં ક્લીક કરો
ગૂગલ પર ઉમેરો અહીં ક્લીક કરો

PM Kisan 23th installment: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આજે (20 જૂન, 2026) બંગાળના હુગલી (તારકેશ્વર) ખાતેથી પીએમ કિસાન સન્માન નિધિ (PM-Kisan) યોજનાનો 23મો હપ્તો તરીકે દેશના 9.44 કરોડથી વધુ ખેડૂતના ખાતામાં ₹18,880 કરોડ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કર્યા.

પીએમ કિસાન 23મો હપ્તો

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આજે (20 જૂન, 2026) બંગાળના હુગલી (તારકેશ્વર) ખાતેથી પીએમ કિસાન 23મો હપ્તો સમગ્ર દેશના 9.44 કરોડ ખેડૂતોના ખાતામાં સીધા ₹18,880 કરોડ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કર્યા. જે પૈકી ગુજરાતના આશરે 51.28 લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ.1025 કરોડથી વધુની સહાય સીધી તેમના બેન્‍ક ખાતામાં ₹2,000 ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) ટ્રાન્સફર કર્યો.

પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો ટ્રાન્સફર કર્યો

ગુજરાત પીએમ કિસાન ઉત્સવ દિવસ

ગુજરાત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો પીએમ કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમમાં (પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ) પીએમ કિસાન 23મો હપ્તોની રૂ. 2,000ની રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા પાત્ર ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો.

પીએમ કિસાન 23મો હપ્તો માટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પીએમ કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. ગુજરાત પીએમ કિસાન ઉત્સવ દિવસ મહોત્સવ માત્ર રાજ્યકક્ષાએ જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તર સુધી ઉજવાશે. રાજ્યભરના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, માર્કેટ યાર્ડ, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન, પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો અને પ્રાઇમરી એગ્રીકલ્ચરલ ક્રેડિટ સોસાયટીઝ ખાતે વિશેષ કાર્યક્રમો યોજીને વડાપ્રધાનશ્રીના આ રાષ્ટ્રીય સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

22મો હપ્તો ક્યારે જારી થયો હતો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 13 માર્ચ, 2026 આસામના ગુવાહાટીમાં પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો દેશના 9.32 કરોડ ખેડૂતોના ખાતામાં સીધા ₹18,640 કરોડ ટ્રાન્સફર કર્યો હતો. દરેક પીએમ કિસાન હપ્તા વચ્ચે લગભગ ચાર મહિનાનો અંતર રાખવામાં આવે છે. આ કારણે ખેડૂતોને વર્ષ દરમિયાન ત્રણ વખત નાણાકીય સહાય પ્રાપ્ત થાય છે.

પીએમ કિસાન હપ્તોહપ્તો
તારીખ, મહિનો અને વર્ષ 
પીએમ કિસાન હપ્તો માટે
ફાળવેલી રકમ (અંદાજે)
પીએમ કિસાન
લાભાર્થી ખેડૂતોની સંખ્યા
23મો હપ્તો20 જૂન 202618,880 કરોડ રૂપિયા9.44 કરોડ
22મો હપ્તો13 માર્ચ 202618,640 કરોડ રૂપિયા9.32 કરોડ
21મો હપ્તો19 નવેમ્બર 202518,000 કરોડ રૂપિયા9 કરોડથી વધુ
20મો હપ્તો2 ઓગસ્ટ 202520,500 કરોડ રૂપિયા9.7 કરોડ
19મો હપ્તો24 ફેબ્રુઆરી 202522,000 કરોડ રૂપિયા9.8 કરોડ
18મો હપ્તો5 ઓક્ટોબર 202420 હજાર કરોડ રૂપિયા9.4 કરોડથી વધુ
17મો હપ્તો18 જૂન 202420 હજાર કરોડ9.26 કરોડથી વધુ
16મો હપ્તો28 ફેબ્રુઆરી 202421 હજાર કરોડ9 કરોડથી વધુ
15મો હપ્તો15 નવેમ્બર 202318 હજાર કરોડથી વધુ8 કરોડથી વધુ

પીએમ કિસાન 23મો હપ્તો સ્ટેટસ ચેક

  1. સૌથી પહેલા PM-Kisanની વેબસાઇટ પર જાઓ.
  2. હોમપેજ પર આપવામાં આવેલ ‘Beneficiary List’ વિકલ્પ પર ક્લિક કરો.
  3. ત્યારબાદ પોતાનું રાજ્ય, જિલ્લો, તાલુકો, બ્લોક અને ગામની જાણકારી ભરો.
  4. બાદ ‘Get Report’ પર ક્લિક કરો.
  5. ત્યારબાદ ગામના તમામ લાભાર્થીના નામની યાદી સ્ક્રીન પર દેખાશે.
  6. જો આ યાદીમાં આપનું નામ છે તો આપને પીએમ કિસાન 23મો હપ્તો મેળવવા પાત્ર હોઈ શકો છો.

પીએમ કિસાન 23મો હપ્તો માટે દસ્‍તાવેજો

સરકારે એ પણ સ્‍પષ્ટ કર્યું છે કે જે ખેડૂતોના દસ્‍તાવેજો અપડેટ નથી થયા તેમને આગામી પીએમ કિસાન 24મો હપ્તો નો લાભ મળશે નહીં. જે ખેડૂતોનું e-KYC અધૂરું છે, જેમના આધાર અને બેંક ખાતા લિંક નથી, અથવા જેમના જમીનના દસ્‍તાવેજો ચકાસવામાં આવ્‍યા નથી, તેમને પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો માટે જારી કરાયેલા રૂ.2000 મળશે નહીં. જે ખેડૂતોના DBT સક્ષમ નથી તેમને પણ તેમના ખાતામાં પૈસા મળશે નહીં. વધુમાં, જેમના નામ PM લાભાર્થી યાદીમાંથી દૂર કરવામાં આવ્‍યા છે તેમને પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો (PM Kisan 23th installment) મળશે નહીં.

પીએમ કિસાન યોજના માટે હેલ્પલાઇન

પીએમ કિસાન યોજનાના હપ્તા માટે લાભાર્થી યાદીમાં સામેલ થયા પછી પણ, જો કોઈ ખેડૂતને તેમના ખાતામાં પીએમ કિસાન 23મો હપ્તો (PM Kisan 23th installment) મળ્યો નથી, તો તેઓ pmkisan-ict@gov.in નો સંપર્ક કરી શકે છે. તમે પીએમ કિસાન યોજના હેલ્પલાઇન નંબરો: 155261 અથવા 1800115526 (ટોલ-ફ્રી), અથવા 011-23381092 પર પણ સંપર્ક કરી શકો છો. અહીં, તમને પીએમ કિસાન સન્માન નિધિ યોજના સંબંધિત તમારી સમસ્યાઓની માહિતી અને ઉકેલો પણ મળશે.

શેર કરો:

Leave a Comment

યુરિયા-DAP વગર વિઘાએ ₹70 હજારની કમાણી પાટણના ખેડૂતની કમાલ આ પ્રકારની ખેતી પધ્‍ધતિથી ખેડૂતોને અઢળક અવાક: આચાર્ય દેવવ્રતજી દેશી મહેનત અને વિદેશી છોડથી સુરેન્દ્રકુમારે ખેડૂતોની કિસ્મત બદલી આ ખેડૂતે હવામાં ઉગાડ્યો પચાસ હજારનો છોડ વાર્ષિક 50 લાખ કમાવવાનો અંદાજ ખેતીમાં આંતરપાક કરતાં પ્રયોગશિલ ખેડૂત વિરમદેભાઇ ભીમાણી ગુજરાતના ખેડૂતે આ ખેતી કરીને બધાની આંખો ખોલી દીધી નવા વર્ષે જીરુંના ભાવમાં અફડાતફડી જોવા મળશે આ ખેતી કરવાથી થશે 20 લાખની આવક.!