ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન માટે ટેકાના ભાવ જાહેર, આ તારીખથી ટેકાના ભાવે ખરીદી નોંધણી શરૂ થશે

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લીક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા અહીં ક્લીક કરો

MSP registration Gujarat 2026: ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર ખરીફ 2026-27 માટે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા નોંધણીનું આયોજન કર્યું છે. ખેડૂતો માટે નોંધણી 10 સપ્ટેમ્બર થી 09 સપ્ટેમ્બર 2026 સુધી ઈ-ગ્રામ કેન્દ્રો પર વિનામૂલ્યે ટેકાના ભાવે ખરીદી નોંધણી થશે. મગફળીના રૂ. 7517, મગના રૂ. 8780, અડદના રૂ. 8200 અને સોયાબીનના રૂ. 5708 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ જાહેર થયા છે. ખેડૂતોને DBT દ્વારા ચૂકવણી કરાશે, જેથી આધાર સીડીંગ ફરજિયાત છે.

મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવ

કેન્દ્ર સરકારની પી.એમ. આશા (પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન) યોજના હેઠળ નિર્ણય લેવામાં આવ્યો છે. ખરીફ 2026-27 માટે મગફળીના રૂ. 7517 પ્રતિ ક્વિન્ટલ, મગના રૂ. 8780 પ્રતિ ક્વિન્ટલ, અડદના રૂ. 8200 પ્રતિ ક્વિન્ટલ અને સોયાબીનના રૂ. 5708 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે.

પાકટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલટેકાનો ભાવ પ્રતિ મણ (20kg)
મગફળી ₹7,517₹1503.40
મગ ₹8,780₹1756
અડદ ₹8,200₹1640
સોયાબીન ₹5,708₹1141.60

ટેકાના ભાવે ખરીદી નોંધણી ક્યાં અને કેવી રીતે કરવી?

ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતો બે રીતે નોંધણી કરી શેક છે. જે નીચે મુજબ છે,

  1. ખેડૂત પોતે પોતાના સ્માર્ટફોનથી gjfr.agristack.gov.in પોર્ટલ પર જઈને અથવા ‘ફાર્મર રજીસ્ટ્રી ગુજરાત’ મોબાઈલ એપ ડાઉનલોડ કરીને નોંધણી કરી શકે છે.
  2. ગામના વી.સી.ઇ., વી.એલ.ઇ. ઓપરેટર, સી.એસ.સી. સેન્ટર્સ અથવા ગ્રામસેવક પાસે જઈને નોંધણી કરાવી શકે છે.

ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફત ચુકવણી થશે

ગુજરાત ફાર્મર્સ રજીસ્ટ્રેશન હેઠળ આવરી લીધેલ સર્વે નંબરનો વિસ્તાર નોંધણી માટે ધ્યાને લેવાશે, ખેત જણસીઓની ચૂકવણી સીધી બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફત કરવામાં આવતી હોવાથી, તમામ ખેડૂતોને તેમના બેંક એકાઉન્ટ ફરજિયાત આધાર સીડીંગ કરાવી એક્ટિવ રાખવા અનુરોધ કરાયો છે જેથી નાણાકીય ચૂકવણીમાં કોઈ વિલંબ ન થાય.

ટેકાના ભાવે ખરીદી નોંધણી માટે જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડની નકલ
  • ગામ નમૂના નંબર ૭/૧૨ અને ૮/અ
  • પાકની વાવણી અંગેની એન્ટ્રી (જો ૭/૧૨ કે ૮/અ માં ન હોય તો તલાટીનો સિક્કાવાળો દાખલો)
  • બેંક પાસબુકની ઝેરોક્ષ અથવા કેન્સલ ચેક

કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્યના મગફળી, મગ, અડદ અને સોયાબીન પકવતા ખેડૂતોને સમયસર નોંધણી કરાવીને ટેકાના ભાવની યોજનાનો મહત્તમ લાભ લેવા અપીલ કરી છે.

શેર કરો:

Leave a Comment

યુરિયા-DAP વગર વિઘાએ ₹70 હજારની કમાણી પાટણના ખેડૂતની કમાલ આ પ્રકારની ખેતી પધ્‍ધતિથી ખેડૂતોને અઢળક અવાક: આચાર્ય દેવવ્રતજી દેશી મહેનત અને વિદેશી છોડથી સુરેન્દ્રકુમારે ખેડૂતોની કિસ્મત બદલી આ ખેડૂતે હવામાં ઉગાડ્યો પચાસ હજારનો છોડ વાર્ષિક 50 લાખ કમાવવાનો અંદાજ ખેતીમાં આંતરપાક કરતાં પ્રયોગશિલ ખેડૂત વિરમદેભાઇ ભીમાણી ગુજરાતના ખેડૂતે આ ખેતી કરીને બધાની આંખો ખોલી દીધી નવા વર્ષે જીરુંના ભાવમાં અફડાતફડી જોવા મળશે આ ખેતી કરવાથી થશે 20 લાખની આવક.!