MSP registration Gujarat 2026: ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર ખરીફ 2026-27 માટે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા નોંધણીનું આયોજન કર્યું છે. ખેડૂતો માટે નોંધણી 10 સપ્ટેમ્બર થી 25 ઓક્ટોબર 2026 સુધી ઈ-ગ્રામ કેન્દ્રો પર વિનામૂલ્યે ટેકાના ભાવે ખરીદી નોંધણી થશે. મગફળીના રૂ. 7517, મગના રૂ. 8780, અડદના રૂ. 8200 અને સોયાબીનના રૂ. 5708 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ જાહેર થયા છે. ખેડૂતોને DBT દ્વારા ચૂકવણી કરાશે, જેથી આધાર સીડીંગ ફરજિયાત છે.
મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવ
કેન્દ્ર સરકારની પી.એમ. આશા (પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન) યોજના હેઠળ નિર્ણય લેવામાં આવ્યો છે. ખરીફ 2026-27 માટે મગફળીના રૂ. 7517 પ્રતિ ક્વિન્ટલ, મગના રૂ. 8780 પ્રતિ ક્વિન્ટલ, અડદના રૂ. 8200 પ્રતિ ક્વિન્ટલ અને સોયાબીનના રૂ. 5708 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે.
| પાક | ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ | ટેકાનો ભાવ પ્રતિ મણ (20kg) |
|---|---|---|
| મગફળી | ₹7,517 | ₹1503.40 |
| મગ | ₹8,780 | ₹1756 |
| અડદ | ₹8,200 | ₹1640 |
| સોયાબીન | ₹5,708 | ₹1141.60 |
મગફળી, મગ, અડદ અને સોયાબીન ટેકાના ભાવ નોંધણી તારીખમાં વધારો
જામકંડોરણા રાજકોટ જિલ્લા સહકારી સંસ્થાઓની સાધારણ સભામાં કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ મગફળી, મગ, અડદ અને સોયાબીન ટેકાના ભાવ ખરીદી નોંધણીમાં 15 દિવસ વધારાની જાહેરાત કરી. હવે 10 ઓક્ટોબર 2026 થી 25 ઓક્ટોબર 2026 સમય મર્યાદામાં વધારો કરવામાં આવી.
ટેકાના ભાવે ખરીદી નોંધણી ક્યાં અને કેવી રીતે કરવી?
ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતો બે રીતે નોંધણી કરી શેક છે. જે નીચે મુજબ છે,
- ખેડૂત પોતે પોતાના સ્માર્ટફોનથી gjfr.agristack.gov.in પોર્ટલ પર જઈને અથવા ‘ફાર્મર રજીસ્ટ્રી ગુજરાત’ મોબાઈલ એપ ડાઉનલોડ કરીને નોંધણી કરી શકે છે.
- ગામના વી.સી.ઇ., વી.એલ.ઇ. ઓપરેટર, સી.એસ.સી. સેન્ટર્સ અથવા ગ્રામસેવક પાસે જઈને નોંધણી કરાવી શકે છે.
ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફત ચુકવણી થશે
ગુજરાત ફાર્મર્સ રજીસ્ટ્રેશન હેઠળ આવરી લીધેલ સર્વે નંબરનો વિસ્તાર નોંધણી માટે ધ્યાને લેવાશે, ખેત જણસીઓની ચૂકવણી સીધી બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફત કરવામાં આવતી હોવાથી, તમામ ખેડૂતોને તેમના બેંક એકાઉન્ટ ફરજિયાત આધાર સીડીંગ કરાવી એક્ટિવ રાખવા અનુરોધ કરાયો છે જેથી નાણાકીય ચૂકવણીમાં કોઈ વિલંબ ન થાય.
ટેકાના ભાવે ખરીદી નોંધણી માટે જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડની નકલ
- ગામ નમૂના નંબર ૭/૧૨ અને ૮/અ
- પાકની વાવણી અંગેની એન્ટ્રી (જો ૭/૧૨ કે ૮/અ માં ન હોય તો તલાટીનો સિક્કાવાળો દાખલો)
- બેંક પાસબુકની ઝેરોક્ષ અથવા કેન્સલ ચેક
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્યના મગફળી, મગ, અડદ અને સોયાબીન પકવતા ખેડૂતોને સમયસર નોંધણી કરાવીને ટેકાના ભાવની યોજનાનો મહત્તમ લાભ લેવા અપીલ કરી છે.

ગુજરાતી કૃષિ સમાચાર અને સરકારી કૃષિ સમાચાર ના લાંબા અનુભવ સાથે ખેતીવાડી ન્યુઝ માહિતી પુરી પાડે છે.