Gujarat Weather Updates News : આ તારીખથી મેઘરાજા લેશે વિરામઃ ગુજરાત રિજિયનમાં વરસાદનું જોર ઘટશે 8 થી 15 જુલાઈ અશોક પટેલની આગાહી

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લીક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા અહીં ક્લીક કરો
ગૂગલ પર ઉમેરો અહીં ક્લીક કરો

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી જામેલા ધમાકેદાર વરસાદી માહોલ વચ્ચે હવે મેઘરાજા ધીમે-ધીમે વિરામ તરફ આગળ વધી રહ્યા છે. હવામાનના બદલાતા મિજાજ અંગે વેધર એનાલિસ્ટ અશોક પટેલની આગાહી જણાવે છે કે, ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશ અને દક્ષિણ-પૂર્વ ઉત્તર પ્રદેશ પર સક્રિય થયેલું લો-પ્રેશર હવે નબળું પડી રહ્યું છે. આ સાથે જ ચોમાસાનો ટ્રફ આગામી 10 જુલાઈ સુધીમાં હિમાલયની તળેટી તરફ ખસી જશે, જેના કારણે ગુજરાત રાજ્યમાં વ્યાપક અને ભારે વરસાદનું પ્રમાણ ધીમે-ધીમે ઘટવાની શક્યતા છે. જો કે, આગામી 2 થી 3 દિવસમાં ચોમાસું સમગ્ર દેશને આવરી લેશે.

8 થી 15 જુલાઈ અશોક પટેલની આગાહી

વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ જણાવે છે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજથી જ વરસાદની પ્રવૃત્તિઓમાં મોટો ઘટાડો નોંધાવાની શરૂઆત થઈ ગઈ છે. આગામી 8 થી 15 જુલાઈના અશોક પટેલની આગાહી સમયગાળા દરમિયાન આ વિસ્તારોમાં માત્ર છૂટાછવાયા હળવા વરસાદ અથવા ઝાપટા પડવાની જ શક્યતા છે.

image
અશોક પટેલ વરસાદની આગાહી 8 થી 15 જુલાઈ

સૌરાષ્ટ્રમાં વરસાદનું વિતરણઃ અંદાજે 90% વિસ્તારમાં 25 મિમી સુધીનો હળવો વરસાદ, જ્યારે બાકીના 10% વિસ્તારમાં 25 થી 75 મિમી વરસાદ થઈ શકે છે.

કચ્છમાં વરસાદનું વિતરણઃ અંદાજે 70% વિસ્તારોમાં 2 મિમીથી પણ ઓછો એટલે કે નહિવત વરસાદ રહેશે, જ્યારે માત્ર 30% વિસ્તારમાં 2 થી 25 મિમી સુધીના ઝાપટા પડી શકે છે.

ગુજરાત રિજિયનઃ આવતીકાલથી વરસાદી વિસ્તાર અને પ્રમાણ ઘટશે ગુજરાત રિજિયન (ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત) ના હવામાન અંગે વેધર એનાલિસ્ટ અશોક પટેલની આગાહી જણાવે છેં કે, અહીં આગામી 10 જુલાઈથી વરસાદનું જોર ઘટશે. જો કે, તે પહેલાં 8 અને 9 જુલાઈ દરમિયાન હજુ પણ વ્યાપક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા રહેશે.

8-9 જુલાઈ દરમિયાન વરસાદ અને પવનની સ્થિતિઃ મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે 35 થી 50 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જે ઝાપટાં સમયે 60 કિમી/કલાક સુધી પહોંચી શકે છે.

અપેક્ષિત વરસાદનું વિતરણઃ 60% વિસ્તારમાં 25 મિમી સુધી, 30% વિસ્તારમાં 25 થી 75 મિમી અને 10% વિસ્તારમાં 75 થી 150 મિમી વરસાદ પડી શકે છે. અમુક સીમિત સ્થળોએ 250 મિમીથી વધુ વરસાદની પણ શક્યતા છે.

10 થી 15 જુલાઈઃ આ દિવસો દરમિયાન માત્ર આઇસોલેટેડ થી છૂટાછવાયા વિસ્તારોમાં જ હળવો કે મધ્યમ વરસાદ જોવા મળશે.

મુખ્ય તારણઃ મધ્ય ભારત પરનું લો-પ્રેશર આગામી 12 કલાકમાં નબળું પડી જશે. સમગ્ર દેશમાં ચોમાસું બેસી ગયા પછી Monsoon Trough હવે Axis of Monsoon તરીકે ઓળખાશે. ગુજરાતમાં હવે ભારે પૂર કે વ્યાપક આપત્તિજનક વરસાદની શક્યતા નહિવત છે.

શેર કરો:

Leave a Comment

યુરિયા-DAP વગર વિઘાએ ₹70 હજારની કમાણી પાટણના ખેડૂતની કમાલ આ પ્રકારની ખેતી પધ્‍ધતિથી ખેડૂતોને અઢળક અવાક: આચાર્ય દેવવ્રતજી દેશી મહેનત અને વિદેશી છોડથી સુરેન્દ્રકુમારે ખેડૂતોની કિસ્મત બદલી આ ખેડૂતે હવામાં ઉગાડ્યો પચાસ હજારનો છોડ વાર્ષિક 50 લાખ કમાવવાનો અંદાજ ખેતીમાં આંતરપાક કરતાં પ્રયોગશિલ ખેડૂત વિરમદેભાઇ ભીમાણી ગુજરાતના ખેડૂતે આ ખેતી કરીને બધાની આંખો ખોલી દીધી નવા વર્ષે જીરુંના ભાવમાં અફડાતફડી જોવા મળશે આ ખેતી કરવાથી થશે 20 લાખની આવક.!