પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિ (CCEA)એ માર્કેટિંગ સિઝન 2025-26 માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકાર દ્વારા 14 મુખ્ય ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારો કરવાની મંજૂરી આપી છે. આ પગલું ખેડૂતોને ન્યાયસંગત ભાવ મળવાની ખાતરી આપે છે અને કૃષિ ક્ષેત્રમાં સ્થિરતા લાવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ટેકાના ભાવમાં વધારો: ખેડૂતોના હિતમાં નિર્ણય
માર્કેટિંગ સિઝન 2025-26 માટે સરકાર દ્વારા ટેકાના ભાવ (MSP)માં વધારાનો ઉદ્દેશ ખેડૂતોને તેમની ખેતી માટે લાભદાયી ભાવ આપવાનો છે. MSPમાં આ વધારો કેન્દ્ર સરકારના 2018-19ના બજેટમાં કરેલી જાહેરાત સાથે સુસંગત છે, જેમાં MSPને સર્વાંગી ઉત્પાદન ખર્ચના ઓછામાં ઓછા 1.5 ગણા સ્તરે નક્કી કરવાનો નિર્ણય લેવાયો હતો.
ટેકાના ભાવમાં સૌથી વધુ વધારો ક્યાં થયો?
(રૂ. પ્રતિ ક્વિન્ટલ)
ક્રમાંક | પાક | ટેકાના ભાવ 2025-26 | કિંમત* KMS 2025-26 | કિંમત કરતાં વધુ માર્જિન (%) | ટેકાના ભાવ (MSP) | MSP વધારો 2025-26 | |||||||||||
અનાજ | 2024-25 | 2013-14 | 2024-25 માં | 2013-14 માં | |||||||||||||
1. | ડાંગર | સામાન્ય | 2369 | 1579 | 50 | 2300 | 1310 | 69 | 1059(81%) | ||||||||
ગ્રેડ A^ | 2389 | – | – | 2320 | 1345 | 69 | 1044(78%) | ||||||||||
2. | જુવાર | હાઇબ્રિડ | 3699 | 2466 | 50 | 3371 | 1500 | 328 | 2199(147%) | ||||||||
માલદાંડી^ | 3749 | – | – | 3421 | 1520 | 328 | 2299(147%) | ||||||||||
3. | બાજરી | 2775 | 1703 | 63 | 2625 | 1250 | 150 | 1525(122%) | |||||||||
4. | રાગી | 4886 | 3257 | 50 | 4290 | 1500 | 596 | 3386(226%) | |||||||||
5. | મકાઈ | 2400 | 1508 | 59 | 2225 | 1310 | 175 | 1090(83%) | |||||||||
કઠોળ | |||||||||||||||||
6. | તુવેર/અરહર | 8000 | 5038 | 59 | 7550 | 4300 | 450 | 3700(86%) | |||||||||
7. | મગ | 8768 | 5845 | 50 | 8682 | 4500 | 86 | 4268(95%) | |||||||||
પાક | MSP 2025-26 | કિંમત* KMS 2025-26 | કિંમત કરતાં વધુ માર્જિન (%) | MSP | MSP વધારો 2025-26 | ||||||||||||
2024-25 | 2013-14 | 2024-25 માં | 2013-14 માં | ||||||||||||||
8. | અળદ | 7800 | 5114 | 53 | 7400 | 4300 | 400 | 3500 (81%) | |||||||||
તેલીબિયાં | |||||||||||||||||
9. | મગફળી | 7263 | 4842 | 50 | 6783 | 4000 | 480 | 3263(82%) | |||||||||
10. | સૂર્યમુખી બીજ | 7721 | 5147 | 50 | 7280 | 3700 | 441 | 4021(109%) | |||||||||
11. | સોયાબીન (પીળો) | 5328 | 3552 | 50 | 4892 | 2560 | 436 | 2768(108%) | |||||||||
12. | તલ | 9846 | 6564 | 50 | 9267 | 4500 | 579 | 5346(119%) | |||||||||
13. | રામતલ (નાઇજર બીજ) | 9537 | 6358 | 50 | 8717 | 3500 | 820 | 6037(172%) | |||||||||
વાણિજ્યિક | |||||||||||||||||
14. | કપાસ | (મધ્યમ તાર) | 7710 | 5140 | 50 | 7121 | 3700 | 589 | 4010(108%) | ||||||||
(લાંબો તાર)^ | 8110 | – | – | 7521 | 4000 | 589 | 4110(103%) |
આ વર્ષે જે 14 પાકોની ટેકાના ભાવ માં વધારો કરાયો છે તેમાં ખાસ કરીને ચાર પાકો માટે સૌથી વધુ વધારો નોંધાયો છે:
- નાઇજરસીડ : ₹820 પ્રતિ ક્વિન્ટલનો વધારો
- રાગી : ₹596 પ્રતિ ક્વિન્ટલનો વધારો
- કપાસ : ₹589 પ્રતિ ક્વિન્ટલનો વધારો
- તલ : ₹579 પ્રતિ ક્વિન્ટલનો વધારો
આ દરોમાં વધારો કૃષિવૈવિધ્યતા વધારવા અને વધુ પોષક અને આયલસીડ પાકો તરફ ખેડૂતોને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ સાથે કરવામાં આવ્યો છે.
MSPથી મળનારા નફાની ટકાવારી
સરકારના અંદાજ અનુસાર, નીચેના પાકોમાં MSP અને ખેડૂતના ઉત્પાદન ખર્ચ વચ્ચેનો તફાવત કે નફો સૌથી વધુ છે:
- બાજરી : 63% જેટલો નફો
- મકાઈ : 59%
- તુવેર (અડદ) : 59%
- અડદ : 53%
બાકીના તમામ પાકો માટે પણ ખેડૂતોને લગભગ 50% અથવા તેથી વધુ નફો મળવાની સંભાવના દર્શાવવામાં આવી છે. ટેકાના ભાવ માં આ પ્રકારનો વધારો ખેડૂતોને ખેતી માટે વધુ ઉત્સાહિત બનાવે છે અને તેમની આવકમાં વધારો કરે છે.
ટેકાના ભાવ હેઠળ ખરીદીમાં ઉછાળો
ડાંગરની ખરીદી
- 2014-15 થી 2024-25 દરમિયાન: 7608 લાખ મેટ્રિક ટન (LMT)
- 2004-05 થી 2013-14 દરમિયાન: 4590 લાખ મેટ્રિક ટન (LMT)
14 ખરીફ પાકોની કુલ ખરીદી
- 2014-15 થી 2024-25 દરમિયાન: 7871 લાખ મેટ્રિક ટન (LMT)
- 2004-05 થી 2013-14 દરમિયાન: 4679 લાખ મેટ્રિક ટન (LMT)
આંકડાઓથી સ્પષ્ટ છે કે છેલ્લા દાયકામાં ટેકાના ભાવ હેઠળ પાકોની ખરીદીમાં નોંધપાત્ર વધારો થયો છે, જે કૃષિ ક્ષેત્રમાં સરકારની સક્રિય ભૂમિકા દર્શાવે છે.
MSP દ્વારા ચૂકવેલ કુલ રકમ
ડાંગર માટે MSP ચૂકવણી
- 2014-15 થી 2024-25: ₹14.16 લાખ કરોડ
- 2004-05 થી 2013-14: ₹4.44 લાખ કરોડ
14 ખરીફ પાકો માટે કુલ MSP ચૂકવણી
- 2014-15 થી 2024-25: ₹16.35 લાખ કરોડ
- 2004-05 થી 2013-14: ₹4.75 લાખ કરોડ
આ તફાવત પરથી સમજાય છે કે છેલ્લા દાયકામાં ખેડૂતોને MSP રૂપે ચૂકવવામાં આવેલી રકમ લગભગ ત્રણગણી થઈ ગઈ છે, જે ખેડૂતોની આવકમાં સીધો ફાળો આપે છે.
માર્કેટિંગ સિઝન 2025-26 માટે MSPમાં થયો વધારો માત્ર આંકડાકીય નિર્ણય નથી, પરંતુ ખેડૂતોના હિતમાં લેવામાં આવેલ વ્યૂહાત્મક પગલું છે. ટેકાના ભાવ વધારાથી ખેડૂતોને ન્યાયસંગત ભાવ મળે છે, કૃષિમાં વિવિધતા આવે છે અને ખેડૂતોની આવક વધે છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “દુગણી આવક” વિઝન તરફની એક મજબૂત ચાલ છે.

ગુજરાતી કૃષિ સમાચાર અને સરકારી કૃષિ સમાચાર ના લાંબા અનુભવ સાથે ખેતીવાડી ન્યુઝ માહિતી પુરી પાડે છે.