ભારત સરકાર દ્વારા દર વર્ષે વિવિધ જણસીઓની લઘુત્તમ ટેકાના ભાવ (MSP) હેઠળ ખરીદી કરવામાં આવે છે. ચાલુ વર્ષ ખરીફ 2026-27માં ગુજરાતના ખેડૂતો પાસેથી કપાસ ટેકાના ભાવ ની ખરીદી માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
કપાસ ટેકાના ભાવનું વેચાણ કરવા ઈચ્છુક ગુજરાતના ખેડૂતો આગામી તા. 31 ઓક્ટોબર, 2026 સુધીમાં ભારતીય કપાસ નિગમ લિ. (CCI)ની “કપાસ કિસાન” મોબાઇલ એપ્લિકેશન પર ઓનલાઈન ટેકાના ભાવે નોંધણી કરાવી શકશે. રાજ્યના કપાસ ઉત્પાદક ખેડૂતોને સમયમર્યાદામાં નોંધણી કરાવી ટેકાના ભાવ હેઠળ કપાસ વેચાણનો લાભ લેવા ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
ખરીફ 2026-27 માટે કપાસ ટેકાના ભાવ જાહેર
દેશમાં ખરીફ પાકોનું વાવેતર શરૂ થાય તે પહેલાં જ ભારત સરકાર દ્વારા વર્ષ 2026-27ના ખરીફ પાકો માટે કપાસ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હતા. તે મુજબ લંબતારી કપાસ માટે રૂ. 8,667 પ્રતિ ક્વિન્ટલ અને મધ્યમ તારી કપાસ માટે રૂ. 8,267 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે.
- લંબતારી કપાસ માટે રૂ. 1,733.4 પ્રતિ મણ
- મધ્યમ તારી કપાસ માટે રૂ. 1,653.4 પ્રતિ મણ
ખેડૂતો આ નિર્ધારિત ટેકાના ભાવે પોતાનો કપાસ વેચી શકે તે માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તેથી કપાસનું ઉત્પાદન કરતા ખેડૂતો માટે સમયસર ઓનલાઈન નોંધણી કરાવવી જરૂરી છે.
‘કપાસ કિસાન’ એપ પર નોંધણી
“કપાસ કિસાન” એપ્લિકેશન પર નોંધણી કરાવવાથી ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ હેઠળ કપાસ ટેકાના ભાવ ખરીદી સંબંધિત સેવાઓ સરળતાથી મળી રહેશે. આ એપ મારફતે ખેડૂતોને ખરીદી કેન્દ્રોની વિગતો તેમજ ખરીદી પ્રક્રિયા સંબંધિત અન્ય જરૂરી માહિતી પણ મેળવી શકાશે.
ખેડૂતો ખરીદી કેન્દ્રો અને MSP અંગેની વધુ વિગતો માટે ભારતીય કપાસ નિગમ લિમિટેડ (CCI)ની સત્તાવાર વેબસાઇટ www.cotcorp.org.in ની મુલાકાત લઈ શકે છે.
કપાસ ટેકાના ભાવ નોંધણી માટે સહાય નંબર
“કપાસ કિસાન” એપ્લિકેશન પર ઓનલાઈન નોંધણી કરવામાં કોઈ મુશ્કેલી હોય અથવા સહાયની જરૂરિયાત હોય તો ખેડૂતો WhatsApp નંબર +91 9428237246 પર સંપર્ક કરી શકે છે.
કપાસ ટેકાના ભાવ નોંધણી
ગુજરાતના તમામ કપાસ પકવતા ખેડૂત ભાઈ-બહેનોને ટેકાના ભાવે કપાસ વેચાણનો મહત્તમ લાભ મળી રહે તે માટે તા. 31 ઓક્ટોબર, 2026ની સમયમર્યાદા પહેલાં “કપાસ કિસાન” મોબાઇલ એપ્લિકેશન પર પોતાની નોંધણી સત્વરે પૂર્ણ કરવા ખેતી નિયામકની કચેરી દ્વારા અપીલ કરવામાં આવી છે. ખેડૂતો સમયમર્યાદાનું ખાસ ધ્યાન રાખી જરૂરી વિગતો સાથે નોંધણી કરાવી ટેકાના ભાવ હેઠળ કપાસ વેચાણની પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે.

ગુજરાતી કૃષિ સમાચાર અને સરકારી કૃષિ સમાચાર ના લાંબા અનુભવ સાથે ખેતીવાડી ન્યુઝ માહિતી પુરી પાડે છે.