Gujarat weather Updates : ગુજરાતમાં ફરી ઝાપટાનો માહોલ, સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વરસાદની શકયતા 29 સપ્ટેમ્બર થી 2 ઓક્‍ટોબર અશોક પટેલની આગાહી

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લીક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા અહીં ક્લીક કરો

ગુજરાતમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસાની વિદાયની પ્રક્રિયા આગળ વધી રહી છે ત્‍યારે આગામી દિવસોમાં રાજ્‍યના કેટલાક વિસ્‍તારોમાં ફરી વરસાદી માહોલ સર્જાવાની શકયતા છે. ગુજરાત વેધર એનાલિસ્‍ટ અશોક પટેલની આગાહી 29 સપ્ટેમ્બર થી 2 ઓક્‍ટોબર 2026 ના જણાવ્‍યા મુજબ, વિવિધ હવામાન મોડેલોમાં મર્યાદિત સહમતી જોવા મળી રહી છે અને તેના આધારે ગુજરાતમાં 29 સપ્‍ટેમ્‍બરથી 2 ઓક્‍ટોબર 2026 દરમિયાન આઇસોલેટેડ એટલે કે છૂટાછવાયા ઝાપટાં અથવા વરસાદની શકયતા છે.

અશોક પટેલની આગાહી

અશોક પટેલની આગાહી મુજબ, સૌરાષ્‍ટ્ર અને કચ્‍છમાં 30 સપ્‍ટેમ્‍બરથી 2 ઓક્‍ટોબર દરમિયાન કેટલાક સ્‍થળોએ છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે. જોકે, હાલની સ્‍થિતિ પ્રમાણે વ્‍યાપક કે સતત વરસાદની સંભાવના નથી અને વરસાદનું પ્રમાણ તથા વિસ્‍તાર સ્‍થળ પ્રમાણે બદલાઈ શકે છે.

IMD 28 સપ્‍ટેમ્‍બર 2026 બુલેટિન

હવામાન વિભાગના 28 સપ્‍ટેમ્‍બર 2026 ના સવારના બુલેટિન મુજબ દક્ષિણપશ્ચિમ ચોમાસાની વિદાય રેખા ગુજરાતમાં ડીસા અને નલિયા સહિતના વિસ્‍તારોમાંથી પસાર થઈ રહી છે. બીજી તરફ મ્‍યાનમાર નજીકની હવામાન પ્રણાલી વધુ મજબૂત બની ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ છે અને આગામી સમયમાં ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી તરફ આગળ વધવાની શકયતા છે.

ગુજરાતમાં વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ

આ ઉપરાંત પૂર્વ ઉત્તર પ્રદેશ પરનું ઉપરના વાતાવરણનું ચક્રાકાર પરિભ્રમણ, ઉત્તર પાકિસ્‍તાન-જમ્‍મુ આસપાસનું વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ તથા બિહારથી બંગાળની ખાડી સુધીની દ્રોણિકા સહિતની વિવિધ હવામાન પ્રણાલીઓ પણ સક્રિય છે. આ તમામ પરિબળોને ધ્‍યાનમાં લેતાં આગામી દિવસોમાં ગુજરાતમાં ખાસ કરીને છૂટાછવાયા વિસ્‍તારોમાં ઝાપટાં જોવા મળી શકે છે.

ગુજરાત વેધર એનાલીસ્‍ટ અશોક પટેલની આગાહી જણાવે છે કે દક્ષિણપશ્ચિમ ચોમાસાની વિદાય રેખા 32.5°N/72.5°E, ગુરદાસપુર, ચંદીગઢ, મુઝફ્‌ફરનગર, અલીગઢ, ધોલપુર, ઉદયપુર, ડીસા, નલિયા અને 23.0°N/67.8°E માંથી પસાર થઈ રહી છે.

ઉત્તર આંદામાન સમુદ્ર અને તેને અડીને આવેલા મ્‍યાનમારના દરિયાકાંઠા પરનું Well Marked Low Pressure Area ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્‍યું હતું અને વધુ મજબૂત બની ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે. આજે 28 સપ્‍ટેમ્‍બરના રોજ સવારે 5:30 કલાકે IST મુજબ તે 15.6°N/97.6°E નજીક કેન્‍દ્રિત હતું, જે મ્‍યાનમારના માવલામાઈનથી આશરે 100 કિમી દક્ષિણે આવેલું છે.

આ સિસ્‍ટમ્‍સ આગામી 12 કલાક દરમિયાન ડીપ ડીપ્રેશન વધુ મજબૂત થવાની ખૂબ શકયતા છે અને આગામી 3 દિવસ દરમિયાન મ્‍યાનમારના દરિયાકાંઠા સાથે અને તેની નજીકથી ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને ઉત્તરપૂર્વ બંગાળની ખાડી તથા તેને અડીને આવેલા બાંગ્‍લાદેશના દરિયાકાંઠા તરફ આગળ વધશે.

મધ્‍ય ઉત્તર પ્રદેશના ઉત્તરીય વિસ્‍તારો પરનું Low Pressure Area હવે ઓછું સ્‍પષ્ટ બન્‍યું છે. જોકે, તેની સાથે જોડાયેલું ઉપરના વાતાવરણનું ચક્રાકાર પરિભ્રમણ પૂર્વ ઉત્તર પ્રદેશ પર સમુદ્ર સપાટીથી 1.5 થી 3.1 કિમીની ઊંચાઈ વચ્‍ચે યથાવત્‌ છે.

Western Disturbance હવે ઉત્તર પાકિસ્‍તાન અને તેને અડીને આવેલા જમ્‍મુ પર સમુદ્ર સપાટીથી 5.8 થી 7.6 કિમીની ઊંચાઈ વચ્‍ચે ચક્રાકાર પરિભ્રમણ તરીકે જોવા મળી રહ્યું છે.

ઉત્તરપૂર્વ આસામ અને આસપાસના વિસ્‍તારો પરનું ઉપરના વાતાવરણનું ચક્રાકાર પરિભ્રમણ યથાવત્‌ છે અને હવે તે સમુદ્ર સપાટીથી આશરે 3.1 કિમીની ઊંચાઈએ જોવા મળે છે. બિહારથી પશ્ચિમ મધ્‍ય બંગાળની ખાડી સુધીની ઉત્તર-દક્ષિણ દ્રોણિકા (North-south trough) ઝારખંડ અને ઓડિશા પરથી પસાર થઈને સમુદ્ર સપાટીથી 3.1 કિમીની ઊંચાઈ સુધી યથાવત્‌ છે.

શેર કરો:

Leave a Comment

યુરિયા-DAP વગર વિઘાએ ₹70 હજારની કમાણી પાટણના ખેડૂતની કમાલ આ પ્રકારની ખેતી પધ્‍ધતિથી ખેડૂતોને અઢળક અવાક: આચાર્ય દેવવ્રતજી દેશી મહેનત અને વિદેશી છોડથી સુરેન્દ્રકુમારે ખેડૂતોની કિસ્મત બદલી આ ખેડૂતે હવામાં ઉગાડ્યો પચાસ હજારનો છોડ વાર્ષિક 50 લાખ કમાવવાનો અંદાજ ખેતીમાં આંતરપાક કરતાં પ્રયોગશિલ ખેડૂત વિરમદેભાઇ ભીમાણી ગુજરાતના ખેડૂતે આ ખેતી કરીને બધાની આંખો ખોલી દીધી નવા વર્ષે જીરુંના ભાવમાં અફડાતફડી જોવા મળશે આ ખેતી કરવાથી થશે 20 લાખની આવક.!