મગફળી, મગ, અડદ, અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણી તારીખ 11 નવેમ્બર 2024 સુધી લંબાવાઈ છે. જે પેહલા લાભપાંચમથી શરૂ કરવાના હતા.
ખેડૂતો નોંધણી કરાવી શકે તે માટે નાફેડનું ઈ-સમૃદ્ધિ પોર્ટલ (e samruddhi portal registration) તારીખ 3 ઓક્ટોબર, 2024 થી 31 ઓક્ટોબર, 2024 સુધી ખુલ્લું મુકવામાં આવ્યું હતું. રાજ્યના કોઈપણ ખેડૂત ટેકાના ભાવે ખરીદીના લાભાર્થી વંચિત ન રહી જાય તે માટે આ નોંધણી પ્રક્રિયા આગામી તારીખ 11 નવેમ્બર, 2024 સુધી લંબાવામાં આવી છે.
રાજ્યના 160 જેટલા ખરીદ કેન્દ્રો પર મગફળી, મગ, અડદ, અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી લાભ પાંચમ બાદ તારીખ 11 નવેમ્બર, 2024ના રોજથી શરૂ કરવામાં આવશે અને તા. 8 ફેબ્રુઆરી, 2025ના રોજ પૂર્ણ થશે.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવા માટે ખુશ ખબર અને ટેકાના ભાવ માટેનું રજીસ્ટ્રેશન તથા ખરીદી અને મહત્વની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.
મોદી સરકારે 9 જૂન 2022, ગુરુવારે કેબિનેટ નિર્ણયથી MSPમાં સૌથી વધુ સંપૂર્ણ વધારાની ભલામણ કરી. 14 ખરીફ પાક સહિત 17 પાકની MSP (ટેકાના ભાવમાં) વધારો કર્યો.
ટેકાના ભાવ એટલે શું ?
ટેકા ના ભાવ એટલે સરકાર દ્વારા નક્કી કરે તે ભાવ માં તમારી ખરીદી કરે કરે છે. માર્કેટ માં ભાવ ઓછા હોય તો પણ સરકાર ન્નકી કરેલા ભાવ માં કરીદી કરી શકે એને MSP કેવાઈ (Minimum Support Price) કેવાઈ છે. ખેડૂત પાસે થી ખરીદી થઈ છે એના માટે પેલા તમારે નોધણી કરવાની હોય છે.
ખરીફ ટેકાના ભાવ
2024–25 MSP ટેકાના ભાવ
કેન્દ્ર સરકારે પહેલેથી જ પાક વાવેતર પહેલાં ટેકાના ભાવ જાહેર કરી દીધા છે, જેથી ખેડૂતોને વાવેતર કરતી વખતે માર્ગદર્શન મળે.
| પાક | નોંધણી સમયગાળો | ખરીદી સમયગાળો | ટેકાના ભાવ (પ્રતિ 20 કિ.ગ્રા.) |
|---|---|---|---|
| મગફળી | 25 ઓક્ટો. – 16 ઓક્ટો. | લાભપાંચમ થી 11 નવેમ્બર 2024 સુધી | ₹ 1,356 |
| સોયાબીન | 25 સપ્ટે. – 16 ઓક્ટો. | લાભપાંચમ થી 11 નવેમ્બર 2024 સુધી | ₹ 977 |
| મગ | 25 સપ્ટે. – 16 ઓક્ટો. | લાભપાંચમ થી 11 નવેમ્બર 2024 સુધી | ₹ 1,736 |
| અડદ | 25 સપ્ટે. – 16 ઓક્ટો. | લાભપાંચમ થી 11 નવેમ્બર 2024 સુધી | ₹ 1,480 |
સરકાર ટેકાના ભાવે ખરીદી કેવી રીતે કરશે
રાજ્ય સરકાર દ્વારા ખરીફ સીઝન 2024 માં ખેડૂતમિત્રો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદી માટે નિયુક્ત ગુજરાત સ્ટેટ કોઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લી., અમદાવાદ મારફતે કરવામાં આવનાર છે.
ટેકાના ભાવે રજીસ્ટ્રેશન દસ્તાવેજ
- આધાર કાર્ડની નકલ,
- મહેસુલ રેકર્ડ ગામ નમુનો 7/12 તથા 8-અ ની અધતન નકલ,
- ગામ નમુના-12 માં પાક વાવણી અંગેની નોંધ ન થઇ હોય તો, પાકની વાવણી અંગેનો તલાટીના સહી-સિક્કા સાથેનો દાખલો,
- પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ ચેક.
ટેકાના ભાવે રજીસ્ટ્રેશન માટે ખર્ચ
લઘુતમ ટેકાના ભાવે તુવેર, ચણા અને રાયડોનું વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન વિના મુલ્યે નોંધણી થશે. નોંધણીનો તમામ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતો હોઈ ખેડૂતોએ નોંધણી માટે VCE (વી.સી.ઈ. ઓપરેટર) ને કોઈપણ પ્રકારની રકમ ચૂકવવાની રહેતી નથી.
ટેકાના ભાવે રજીસ્ટ્રેશન પોર્ટલ
આગોતરી નોંધણી માટે પોર્ટલ પર ખેડૂતમિત્રો જાતે અરજી કરી શકતા નથી, એટલે કે અહીં ગામ કે વિસ્તાર મુજબ સરકાર દ્વારા નિમણુંક થયેલા વી.સી.ઈ. ઓપરેટર દ્વારા ઉપર આપેલ પોર્ટલ પર અરજી કરવામાં આવે છે. માટે ખેડૂતમિત્રોએ APMC (માર્કેટયાર્ડ) પર અથવા eGram Kendra Portal (ગામ પંચાયત કેન્દ્ર) પર જઈ ને ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવી શકો છો.
નોંધણી વખતે ધ્યામાં રાખવાની બાબત
નોંધણી કરાવતી વખતે તમામ ડોક્યુમેન્ટ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માંગ્યા મુજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ/કાઉન્ટર છોડતાં પહેલા ખેડૂતે ખાસ કાળજી રાખવાની રહેશે. ડોક્યુમેન્ટસની ચકાસણી દરમ્યાન જો ભળતા ડોક્યુમેન્ટસ કે ખોટા ડોક્યુમેન્ટસ અપલોડ કરાયુ હોવાનું ધ્યાને આવશે તો તે ખેડૂતનો ક્રમ રદ થશે અને ખરીદી માટે તે ખેડુતને જાણ કરવામાં આવશે નહી.
નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન સવાર 9:00 થી સાંજના 6:00 સુધી હેલ્પલાઇન નંબર 079-26407609, 264076010, 264076011, અને 264076012 ઉપર સંપર્ક કરવાનો રહેશે. રહેશે.

ગુજરાતી કૃષિ સમાચાર અને સરકારી કૃષિ સમાચાર ના લાંબા અનુભવ સાથે ખેતીવાડી ન્યુઝ માહિતી પુરી પાડે છે.