Gujarat weather forecast: સૌરાષ્ટ્ર ક્ચ્છ ગુજરાતમાં કાલથી વાતાવરણ ચોખ્ખું બનશે અને દરિયામાં 24 કલાકમાં ચોમાસાના શ્રીગણેશ

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લીક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા અહીં ક્લીક કરો

Gujarat weather forecast (ગુજરાત હવામાનની આગાહી): નિકોબાર દ્વીપસમુહ અને અંદામાનના દરિયામાં 24 કલાકમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાના શ્રીગણેશ થઈ રહ્યા છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં આવતીકાલથી વાતાવરણ ચોખ્ખુ બનશે. ફરી ધીમે-ધીમે ગરમીમાં વધારો થશે તેમ વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે.

અશોકભાઈ પટેલની આગાહી

અશોકભાઈ પટેલે જણાવ્યું કે ગત આપેલી આગાહી મુજબ આજનો દિવસ છૂટાછવાયા ઝાપટાની શક્યતા છે. ઓવરઓલ તા.5 થી 12 મે સવાર સુધીમાં 1 ઈચથી 8 ઈચ વરસાદ પડ્ચો. તે અનુસંધાને સાવરકુંડલામાં 208 મી.મી. કુલ વરસાદ પડયો ડતો. જ્યારે રાજકોટ કુલ 28 મી.મી પડયો છે. તાપમાન એક-બે દિવસ નોર્મલથી 12 થી 13 ડીગ્રી નીચુ ગયેલ, ગઈકાલે મહત્તમ તાપમાન રાજકોટ 36.4 (4। નીચુ નોર્મલથી) ડીસા 38 નોર્મલથી 2॥ ડીગ્રી નીચુ) અમદાવાદ 36.6 (નો્મલથી 5 ડીગ્રી નીચુ), ગાંધીનગર 30 (નોર્મલથી 4॥ ડીગ્રી નીચુ) નોંધાયેલ. આમ ઓવરઓલ 2 થી 5 ડીગ્રી તાપમાન નીચુ રહેલ.

આગામી 4-5 દિવસમાં ચોમાસું

એક અપરએર સાયકલોનીક સરકયુલેશન અરબી સમુદ્રમાં છે અને તેનો ટ્રફ સૌરાષ્ટ્ર યુરી લંબાય છે. 3.1 કિ.મી.ના લેવલે છે. 13મી આસપાસ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ અંદામાન નિકોબાર દ્વીપસમુહ અને દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીના અમુક ભાગોમાં આગળ વધશે. અને આવતા દિવસોમાં દક્ષિણ અરબીસમુદ્રના થોડા ભાગો માલદીવ અને કોમરીન વિસ્તાર, દક્ષિણ બંગાળની ખાડીના ભાગો, સમગ્ર અંદામાન નિકોબાર દ્વીપસમુહ, અંદામાનનો દરીયો, મધ્ય બંગાળની ખાડીના થોડા ભાગોમાં આગામી ચાર-પાંચ દિવસમાં આગળ વધશે.

ગુજરાતમાં વરસાદ આગાહી

વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા.13 થી 19 મે (મંગળવાર થી સોમવાર) સુધીની આગાહી કરતાં જણાવેલ કે આગાહી સમય દરમિયાન પવન પશ્ચિમ દક્ષિણ પશ્ચિમના કૂંકાશે. આગાહીના પાછલા દિવસોમાં ક્યારેક દક્ષિણ દિશામાંથી ફૂંકાશે. પવનતી ઝડપ 12 થી 20 કિ.મી., ઝાટકાના પવન 25 થી 30 કિ.મી.ના ફૂંકાશે. આકાશ તા.13 એની 14ના ચોપ્ખુ થશે. તા.15 થી 19 મે કયારેક ક્યારેક છુટાછવાયા વાદળા જોવા મળે.,

હોલ ગુજરાતના મોટાભાગના સેન્ટરોમાં નોર્મલ મહત્તમ તાપમાન 41 થી 41॥ ડીગ્રી ગણાય. ડીસાનું 40॥ ડીગ્રી, ભુજ 39 ડીગ્રી નોર્મલ તાપમાન ગણાય. મહત્તમ તાપમાન હવે વધશે. જે નોર્મલ તરફ જશે. જે આવતા દિવસોમાં નોર્મલ અથવા નોમલુ નજીક પહોંચશે.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Leave a Comment

ખેતીમાં આંતરપાક કરતાં પ્રયોગશિલ ખેડૂત વિરમદેભાઇ ભીમાણી ગુજરાતના ખેડૂતે આ ખેતી કરીને બધાની આંખો ખોલી દીધી નવા વર્ષે જીરુંના ભાવમાં અફડાતફડી જોવા મળશે આ ખેતી કરવાથી થશે 20 લાખની આવક.!