Gujarat Rain Updates : સૌરાષ્ટ્ર અને કચ્છ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ હજુ પણ ધૂંધળી, 30 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર અશોક પટેલની આગાહી

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લીક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા અહીં ક્લીક કરો

IMDના 30મી ઓગસ્ટ 2026ના મીડ ડે બુલેટિન મહત્વપૂર્ણ બાબતો મુજબ ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને તેને અડીને આવેલા પશ્ચિમ બંગાળ–ઉત્તર ઓડિશાના દરિયાકાંઠા પરનું Low Pressure Area આજે 30મી ઓગસ્ટ 2026ના 08:30 IST વાગ્યે તે જ વિસ્તારમાં Well-Marked Low Pressure Area તરીકે યથાવત રહ્યું છે.
તેની સાથે સંકળાયેલું ચક્રવાતી પરિભ્રમણ (Cyclonic Circulation) સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરેલું છે.

IMDના 30 ઓગસ્ટ 2026ના મીડ ડે બુલેટિન આગાહી

આ સિસ્ટમ આગામી 24 કલાક દરમિયાન ઉત્તર ઓડિશા અને ગંગીય પશ્ચિમ બંગાળમાંથી પસાર થઈને પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. Mean Sea Level પરની Monsoon Trough હાલમાં અમૃતસર, મુઝફ્ફરનગર, હરદોઈ, ગોરખપુર, પટના, બાંકુરા, ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને તેને અડીને આવેલા પશ્ચિમ બંગાળ–ઉત્તર ઓડિશાના દરિયાકાંઠા પર આવેલા Well-Marked Low Pressure Areaના કેન્દ્રમાંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણ-પૂર્વ તરફ મધ્ય-પૂર્વ બંગાળની ખાડી (East central Bay of Bengal) તરફ વિસ્તરે છે.

ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને તેને અડીને આવેલા પશ્ચિમ બંગાળ–ઉત્તર ઓડિશાના દરિયાકાંઠા પર આવેલા Well-Marked Low Pressure Areaના કેન્દ્રથી ઝારખંડ અને બિહાર થઈને ઉત્તર-પૂર્વ ઉત્તર પ્રદેશ સુધી, સમુદ્ર સપાટીથી 0.9 થી 1.5 કિમીની ઊંચાઈ વચ્ચે એક Trough વિસ્તરેલો છે.

image 1
30 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર અશોક પટેલની આગાહી

સૌરાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોમાં સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઊંચાઈએ એક Upper-Air Cyclonic Circulation આવેલું છે. ઉત્તર પાકિસ્તાન અને તેને અડીને આવેલા ઉત્તર પંજાબ પરનું Cyclonic Circulation સ્વરૂપનું Western Disturbance હવે ઉત્તર પાકિસ્તાન અને તેને અડીને આવેલા જમ્મુ ડિવિઝન પર, સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઊંચાઈએ આવેલું છે.

ગુજરાતમાં વરસાદની આગાહી : 30 ઓગસ્ટ થી 5 સપ્ટેમ્બર 2026

અશોક પટેલની તાજેતરની આગાહી મુજબ, 30મી ઓગસ્ટથી 5મી સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત રિજિયનના મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રને અડીને આવેલા વિસ્તારોમાં મુખ્યત્વે આઇસોલેટેડથી કેટલાક સ્થળોએ છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ: 30મી ઓગસ્ટથી 5મી સપ્ટેમ્બર 2026 દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં નોંધપાત્ર વરસાદની શક્યતાઓ હજુ પણ ધૂંધળી રહેશે.

અશોક પટેલની આગાહી મુજબ, 30 ઓગસ્ટ થી 5 સપ્ટેમ્બર દરમિયાન કેટલાક દિવસોમાં મુખ્યત્વે આઇસોલેટેડ વરસાદ થવાની શક્યતા છે, પરંતુ કોઈ નોંધપાત્ર વરસાદની શક્યતા નથી.

ભારતના તમામ રાજ્યો તેમજ દરેક રાજ્યના જિલ્લા સ્તર સુધીના વરસાદના અનુમાન ઉપલબ્ધ છે. તમારું રાજ્ય સિલેક્ટ કરો અને પછી દરેક ડીસ્ટ્રીકટ ના આંકડા ઉપલબદ્ધ થશે અલ્ફાબેટિક ક્રમ માં. આ માહિતી IMD GFS મોડેલના 1 થી 10 દિવસના દૈનિક વરસાદ (Daily Precipitation)ના ફોરકાસ્ટ અનુમાન પર આધારિત છે.

શેર કરો:

Leave a Comment

યુરિયા-DAP વગર વિઘાએ ₹70 હજારની કમાણી પાટણના ખેડૂતની કમાલ આ પ્રકારની ખેતી પધ્‍ધતિથી ખેડૂતોને અઢળક અવાક: આચાર્ય દેવવ્રતજી દેશી મહેનત અને વિદેશી છોડથી સુરેન્દ્રકુમારે ખેડૂતોની કિસ્મત બદલી આ ખેડૂતે હવામાં ઉગાડ્યો પચાસ હજારનો છોડ વાર્ષિક 50 લાખ કમાવવાનો અંદાજ ખેતીમાં આંતરપાક કરતાં પ્રયોગશિલ ખેડૂત વિરમદેભાઇ ભીમાણી ગુજરાતના ખેડૂતે આ ખેતી કરીને બધાની આંખો ખોલી દીધી નવા વર્ષે જીરુંના ભાવમાં અફડાતફડી જોવા મળશે આ ખેતી કરવાથી થશે 20 લાખની આવક.!