Gujarat weather forecast (ગુજરાત હવામાન આગાહી): કેરળમાં આગામી 4–5 દિવસમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું પ્રવેશ કરવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ બનવાની સંભાવના છે. એ મુજબ ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી 20મે થી 24 મે, 2025 સુધીમાં શક્યતા છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું આકાશીય અને સમુદ્રી પરિસ્થિતિઓ આવતા 4–5 દિવસમાં કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું પ્રવેશ કરે તેવી અનુકૂળ બનવાની સંભાવના છે.
ગુજરાત હવામાન પરિસ્થિતિ
- રાજકોટ આજનું તાપમાન: 40.7°C (સામાન્ય જેટલું)
- ડીસા આજનું તાપમાન: 39.4°C (સામાન્ય કરતા 1.4°C ઓછું)
- અમદાવાદ આજનું તાપમાન: 39.7°C (સામાન્ય કરતા 2°C ઓછું)
- અમરેલી આજનું તાપમાન: 39.7°C (સામાન્ય કરતા 1.4°C ઓછું)
- ભુજ આજનું તાપમાન: 39.2°C (સામાન્ય જેટલું)
ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન સામાન્યથી 2°C સુધી ઓછું નોંધાયું છે.
વર્તમાન સ્થિતિ અને અપેક્ષિત હવામાન
- ચોમાસાની ઉત્તરી સીમા (NLM) :
5°N/65°E, 6°N/70°E, 6.5°N/75°E, 7°N/80°E, 9°N/85°E, 12°N/90°E, 15°N/93°E અને 19°N/97°E ની લાઇનમાંથી પસાર થાય છે.
દક્ષિણ પશ્ચિમ ચોમાસું કેરળમાં પ્રવેશ 4-5 દિવસમાં:આકાશીય અને સમુદ્રી પરિસ્થિતિઓ આવતા 4–5 દિવસમાં કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું પ્રવેશ કરે તેવી અનુકૂળ બનવાની સંભાવના છે.
- ચોમાસું આગળ વધવાની શક્યતા:
આ જ સમયગાળા દરમિયાન દક્ષિણ પશ્ચિમ ચોમાસું નીચેના વિસ્તારોમાં આગળ વધવા માટે પણ પરિસ્થિતિઓ અનુકૂળ બનવાની શક્યતા છે:
- દક્ષિણ અરબી સમુદ્રના વધુ વિસ્તારો
- માલદિવ્સ અને કોમોરીન વિસ્તારના બાકી રહેલા ભાગો
- લક્ષદ્વીપ ક્ષેત્રના કેટલાક ભાગો
- કેરળ અને તમિલનાડુ
- દક્ષિણ અને મધ્ય બંગાળની ખાડીના વધુ વિસ્તારો
- ઉત્તરપૂર્વ બંગાળની ખાડી
- ભારતના પૂર્વોત્તર રાજ્યોના કેટલાક વિસ્તારો
- મુખ્ય સિનોપ્ટિક સિસ્ટમો:
- દક્ષિણ બંગાળની ખાડીથી લઈને ઉત્તર આંતરિક કર્ણાટક સુધી વિસ્તરતું એક બહોળું સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળે છે.
- દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડીમાં 1.5 થી 5.8 કિમી ની ઊંચાઈએ એક UAC સક્રિય છે, જે વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.
- 21 મે આસપાસ કર્ણાટક કોસ્ટ સામે પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં એક યુએસી સર્જાવાની સંભાવના છે.
- તેની અસર હેઠળ, 22 મે આસપાસ એક લો પ્રેશર એરિયા (LPA) વિકસવાની સંભાવના છે, જે વધુ તીવ્ર બનીને મુંબઈના પશ્ચિમ અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગ તરફ ઉત્તર દિશામાં ખસી શકે છે (23 મે સુધી).
ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ચોમાસું આગાહી
️ પવન:
- પવનના દિશા અને ગતિમાં ભિન્નતા રહેશે, જે અરબી સમુદ્રમાં સર્જાનાર લો પ્રેશર સિસ્ટમની સ્થિતિ અને તીવ્રતા પર આધાર રાખે છે.
- પવનગતિ: 15–20 કિમી/કલાક, તીવ્ર ઝાંઝાવાત સાથે 20–30 કિમી/કલાક સુધી.
સિસ્ટમ નજીક આવતાં પવનની તીવ્રતા વધી શકે છે.
️ આકાશી સ્થિતિ:
- પ્રારંભમાં છુટા છવાયા વાદળો રહેશે.
- સિસ્ટમ નજીક આવતાં વાદળછાયા વધી શકે છે.
️ તાપમાન:
- નોર્મલ મહત્તમ તાપમાન:
- ગુજરાતના મોટાભાગના કેન્દ્રો: 41.0°C–41.5°C
- ભુજ: 39.2°C
- આગાહી:
શરૂઆતમાં તાપમાન સામાન્ય કરતાં થોડી વધે એવી શક્યતા, ત્યારબાદ વાદળછાયા વધવાથી તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો થઈ શકે છે.
️ગુજરાત પ્રિમોન્સૂન આગાહી
20 થી 24 મે દરમિયાન, સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના માં અળગ અળગે (Isolated) થી છૂટાછવાયા વરસાદની શક્યતા છે.
ગુજરાત આગોતરું આગાહી
અરબી સમુદ્રમાં સર્જાનાર લોઅર પ્રેશર સિસ્ટમ તીવ્ર બનીને ડિપ્રેશન કે વધુ શક્તિશાળી બની શકે છે. આ સિસ્ટમ ગુજરાત પર અસર કરી શકે છે. લોઅર પ્રેશર સિસ્ટમ વિકસ્યા બાદ વધુ અપડેટ આપવામાં આવશે.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

ગુજરાત વેધરના નવીનતમ બ્લોગ લેખો. હવામાન નિષ્ણાંત અશોકભાઈ એમ. પટેલ દ્વારા પ્રકાશિત.