Gujarat Weather Updates: ગુજરાત-સૌરાષ્‍ટ્ર સહિત વિસ્‍તારોમાં મુશળધાર વરસાદનો રાઉન્‍ડ 22 થી 28 જુલાઈ અશોક પટેલની આગાહી

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લીક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા અહીં ક્લીક કરો
ગૂગલ પર ઉમેરો અહીં ક્લીક કરો

ગુજરાત રાજ્યમાં ચોમાસું ફરી એકવાર જોર પકડવા જઈ રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના બુલેટિન તથા વર્તમાન હવામાન પરિબળોનું વિશ્લેષણ કરતાં જાણીતા વેધર એનાલિસ્ટ અશોક પટેલની આગાહી, આગામી 22 થી 28 જુલાઈ 2026 દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત રિજિયનમાં વરસાદનો સારો અને સક્રિય રાઉન્ડ આવવાની પ્રબળ શક્યતા છે.

અશોક પટેલની આગાહી હવામાનના મહત્વના પરિબળો વિગતવાર સમજાવતા જણાવ્યું હતું કે, હાલ ચોમાસુ ધરી (Monsoon Trough) તેની નોર્મલ સ્થિતિની નજીક આવી ગઈ છે. દરિયાની સપાટીથી 1.5 કિ.મી. ઊંચાઈ સુધી વિસ્તરેલી આ ધરી જૈસલમેર, અજમેર, ગુના, સતના થઈ ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી તરફ લંબાયેલી છે.

આ ઉપરાંત 22° ઉત્તર અક્ષાંશ પર 3.1 થી 7.6 કિ.મી. વચ્ચે ઈસ્ટ-વેસ્ટ શિયર ઝોન સક્રિય છે, જે પશ્ચિમ અને મધ્ય ભારતમાં વરસાદ વધારવામાં મદદરૂપ બનશે. સાથે જ, મધ્ય પ્રદેશ પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન (UAC) છવાયેલું છે. વધુમાં, 23 અને 24 જુલાઈ આસપાસ ગુજરાત પર ૫૦૦hpa સ્તરે નવું UAC બે દિવસ માટે બનવાની શક્યતા હોવાથી મેઘ મહેર માટે સ્થિતિ અત્યંત અનુકૂળ બની રહી છે.

ગુજરાતમાં 22 થી 28 જુલાઈ વરસાદની આગાહી

અશોક પટેલની આગાહી મુજબ 22 થી 28 જુલાઈ 2026 દરમિયાન ગુજરાત રિજિયનમાં વ્યાપકથી અતિ વ્યાપક હળવાથી મધ્યમ તથા અમુક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ ગાજવીજ સાથે પડી શકે છે.

50% વિસ્તારમાં 100 થી 150 મી.મી. (લગભગ 4 થી 6 ઇંચ) બાકીના 50% વિસ્તારમાં 50 થી 100 મી.મી. (લગભગ 2 થી 4 ઇંચ) સ્થાનિક લોકેશન્સ કેટલાક સ્થળોએ કુલ વરસાદ 250 મી.મી. (10 ઇંચ)થી વધુ પણ નોંધાઈ શકે છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર-કચ્છ ક્ષેત્ર માટે અશોક પટેલની આગાહી, આ સમયગાળા દરમિયાન છૂટાછવાયા વિસ્તારોમાં અને એક-બે દિવસ ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.

75% વિસ્તારમાં 35 થી 50 મી.મી. (લગભગ 1.5 થી 2 ઇંચ) અતિ ભારે વરસાદના કેન્દ્રો અમુક અનુકૂળ વિસ્તારોમાં 150 મી.મી. (6 ઇંચ)થી વધુ, બાકીના 25% વિસ્તારમાં 35 મી.મી. (લગભગ 1.5 ઇંચ સુધી) વરસાદ પડી શકે છે.

વેધર એનાલિસ્ટ અશોક પટેલની આગાહી માં ઉમેર્યું હતું કે, વિવિધ ન્યુમેરિકલ હવામાન મોડલોના મતભેદને કારણે આ આગાહીની વિશ્વસનીયતા મધ્યમ છે. જોકે, જો UK મોડલનું સોલ્યુશન સાચું સાબિત થાય અને મેસોસ્કેલ પરિબળો સાથ આપે, તો સૌરાષ્ટ્ર-કચ્છમાં હાલ દર્શાવેલી આગાહી કરતાં નોંધપાત્ર વધુ વરસાદ થવાની 50% શક્યતા પણ રહેલી છે.

ટૂંકમાં, 22 થી 28 જુલાઈનો આ સમયગાળો સમગ્ર ગુજરાત માટે ચાલુ ચોમાસાની સિઝનનો સૌથી વધુ સક્રિય અને ધમાકેદાર વરસાદી તબક્કો સાબિત થઈ શકે છે. તો ચોમાસાની આ સિઝનનો સૌથી વધુ ધમાકેદાર તબક્કો સાબિત થશે.

શેર કરો:

Leave a Comment

યુરિયા-DAP વગર વિઘાએ ₹70 હજારની કમાણી પાટણના ખેડૂતની કમાલ આ પ્રકારની ખેતી પધ્‍ધતિથી ખેડૂતોને અઢળક અવાક: આચાર્ય દેવવ્રતજી દેશી મહેનત અને વિદેશી છોડથી સુરેન્દ્રકુમારે ખેડૂતોની કિસ્મત બદલી આ ખેડૂતે હવામાં ઉગાડ્યો પચાસ હજારનો છોડ વાર્ષિક 50 લાખ કમાવવાનો અંદાજ ખેતીમાં આંતરપાક કરતાં પ્રયોગશિલ ખેડૂત વિરમદેભાઇ ભીમાણી ગુજરાતના ખેડૂતે આ ખેતી કરીને બધાની આંખો ખોલી દીધી નવા વર્ષે જીરુંના ભાવમાં અફડાતફડી જોવા મળશે આ ખેતી કરવાથી થશે 20 લાખની આવક.!