Gujarat weather Updates : ગુજરાતમાં લઘુતમ તાપમાનમાં અનિશ્ચિતતા રહેશેઃ નવેમ્‍બરની મધ્યમા તાપમાનમાં ઘટાડાની શક્‍યતા 6 થી 13 નવેમ્બર અશોક પટેલની આગાહી

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લીક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા અહીં ક્લીક કરો

ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છમાં હાલ હવામાનમાં મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે. દિવસ દરમિયાન મહત્તમ તાપમાન સામાન્યથી ઊંચું રહેતું હોવાથી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, જ્યારે રાત્રિના લઘુત્તમ તાપમાનમાં અલગ-અલગ સ્થળોએ નોંધપાત્ર તફાવત જોવા મળી રહ્યો છે. આગામી 6 થી 13 નવેમ્બર 2026 દરમિયાન પણ તાપમાનમાં આવી જ સ્થિતિ રહેવાની શક્યતા વેધર એનાલિસ્‍ટ અશોક પટેલની આગાહી વ્યક્ત કરી છે.

અશોક પટેલની આગાહી મુજબ, ગત 5 નવેમ્બરના રોજ સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં મોટાભાગનાં સ્થળોએ મહત્તમ તાપમાન સામાન્યથી સામાન્‍ય કરતાં ઊંચું નોંધાયું હતું. મહત્તમ તાપમાન નોર્મલ કરતાં 2.5 ડિગ્રી સુધી ઊંચું રહ્યું હતું. બીજી તરફ લઘુત્તમ તાપમાનમાં વિવિધ હવામાન મથકો પર નોર્મલ કરતાં 2.5 ડિગ્રી નીચાથી 2.5 ડિગ્રી ઊંચા સુધીનો તફાવત જોવા મળ્યો હતો.

ગુજરાતમાં હવામાનની સ્થિતિ

6 નવેમ્બરના રોજ નોંધાયેલા લધુત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 20.8 ડિગ્રી, અમરેલીમાં 17.8 ડિગ્રી, વડોદરામાં 17 ડિગ્રી, ભુજમાં 21.6 ડિગ્રી, રાજકોટમાં 18.6 ડિગ્રી અને ડીસામાં 20.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જેમાં અમદાવાદ અને ભુજમાં લઘુત્તમ તાપમાન સામાન્‍ય કરતાં ઊંચું રહ્યું હતું, જ્યારે અમરેલી, વડોદરા અને રાજકોટમાં સામાન્ય કરતાં નીચું નોંધાયું હતું.

ગુજરાત 6 નવેમ્બર 2026નું તાપમાન

પસંદગીનાં હવામાન મથકો પર નીચે મુજબ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું:

  • અમદાવાદ: 20.8°C (સામાન્ય કરતાં 1.8°C ઊંચું)
  • અમરેલી: 17.8°C (સામાન્ય કરતાં 1.4°C નીચું)
  • વડોદરા: 17.0°C (સામાન્ય કરતાં 2.7°C નીચું)
  • ભુજ: 21.6°C (સામાન્ય કરતાં 1.7°C ઊંચું)
  • રાજકોટ: 18.6°C (સામાન્ય કરતાં 2.1°C નીચું)
  • ડીસા: 20.4°C (સામાન્ય કરતાં 2.6°C ઊંચું)

અશોક પટેલની આગાહી : 6 થી 13 ઓક્ટોબર 2026

અશોક પટેલની આગાહી મુજબ, આગામી 6 થી 13 ઓક્ટોબર 2026 દરમિયાન સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં મહત્તમ તાપમાન સામાન્યથી સામાન્ય કરતાં ઊંચું રહેવાની શક્યતા છે. હાલમાં પ્રદેશમાં સામાન્ય મહત્તમ તાપમાન આશરે 35 ડિગ્રી આસપાસ છે. બીજી તરફ મોટાભાગનાં હવામાન મથકો માટે સામાન્ય લધુત્તમ તાપમાન આશરે 20 ડિગ્રી છે. અમદાવાદ અને અમરેલીમાં 19 ડિગ્રી તથા ડીસામાં 18 ડિગ્રી સામાન્ય લઘુત્તમ તાપમાન ગણાય છે.

ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન? જાણો તાપમાનની આગાહી

અશોક પટેલની આગાહી ના સમયગાળા દરમિયાન લઘુત્તમ તાપમાન હાલની આસપાસની મર્યાદામાં રહેવાની શક્યતા છે, પરંતુ અલગ-અલગ વિસ્તારોમાં સામાન્ય તાપમાનની સરખામણીએ સ્થાનિક તફાવત જોવા મળી શકે છે. ખાસ કરીને 13 નવેમ્બરની આસપાસ લઘુત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો થવાની શક્યતા હોવાથી રાત્રિના વાતાવરણમાં ઠંડકનો અહેસાસ વધી શકે છે. આમ, આગામી દિવસોમાં દિવસ દરમિયાન ગરમી અને રાત્રે બદલાતી ઠંડીનો મિશ્ર માહોલ રહેવાની સંભાવના છે.

શેર કરો:

Leave a Comment

યુરિયા-DAP વગર વિઘાએ ₹70 હજારની કમાણી પાટણના ખેડૂતની કમાલ આ પ્રકારની ખેતી પધ્‍ધતિથી ખેડૂતોને અઢળક અવાક: આચાર્ય દેવવ્રતજી દેશી મહેનત અને વિદેશી છોડથી સુરેન્દ્રકુમારે ખેડૂતોની કિસ્મત બદલી આ ખેડૂતે હવામાં ઉગાડ્યો પચાસ હજારનો છોડ વાર્ષિક 50 લાખ કમાવવાનો અંદાજ ખેતીમાં આંતરપાક કરતાં પ્રયોગશિલ ખેડૂત વિરમદેભાઇ ભીમાણી ગુજરાતના ખેડૂતે આ ખેતી કરીને બધાની આંખો ખોલી દીધી નવા વર્ષે જીરુંના ભાવમાં અફડાતફડી જોવા મળશે આ ખેતી કરવાથી થશે 20 લાખની આવક.!