ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતો તથા નાગરિકો માટે નોંધપાત્ર કે સાર્વત્રિક વરસાદ માટે હજ થોડી રાહ જોવી પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના તાજેતરના બુલેટિન અને વેધર અશોક પટેલની આગાહી મુજબ, આગામી 17 થી 24 ઓગસ્ટ 2026 દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ સમગ્ર ગુજરાત રિજિયનમાં મુખ્યત્વે આઇસોલેટેડ (એકલ-દોકલ) થી લઈને માત્ર છૂટોછવાયો હળવો વરસાદ પડવાની જ શક્યતા છે.
હવામાન ના પરિબળો નું વિશ્લેષણ:
- ગઈકાલે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી તથા તેને અડીને આવેલા પશ્ચિમ બંગાળ–ઉત્તર ઓડિશાના દરિયાકાંઠા પરનું સુસ્પષ્ટ થયેલું લો પ્રેશર એરિયા (Low Pressure Area) લગભગ ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું અને ડિપ્રેશન (Depression)માં કેન્દ્રિત થયું.
- ડિપ્રેશન આજે 17 ઓગસ્ટ 2026ના રોજ 0530 કલાક ISTએ, પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા તથા તેને અડીને આવેલા બાંગ્લાદેશ અને ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીના વિસ્તારો પર, 22.5°N, 88.3°E નજીક, કોલકાતાની નજીક કેન્દ્રિત હતું.
- આ સિસ્ટમ આશરે:
- સાતખિરા (બાંગ્લાદેશ)થી 80 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં
- બાંકુરા (પશ્ચિમ બંગાળ)થી 160 કિમી દક્ષિણ-પૂર્વમાં
- બાલેશ્વર (ઓડિશા)થી 180 કિમી ઉત્તર-પૂર્વમાં સ્થિત હતી.
- ડિપ્રેશન આગામી 24 કલાક દરમિયાન ગંગીય પશ્ચિમ બંગાળમાંથી પસાર થઈ ઝારખંડ તરફ ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધે તેવી ખૂબ જ શક્યતા છે.

વેધર એનાલિસ્ટ અશોક પટેલની આગાહી અનુસાર ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર સર્જાયેલું ‘લો પ્રેશર’ વધુ મજબૂત બનીને ‘ડિપ્રેશન’માં ફેરવાઈ ગયું છે. હાલ આ સિસ્ટમ કોલકાતા તથા બાંગ્લાદેશના દરિયાકાંઠા નજીક કેન્દ્રિત થયેલી છે અને આગામી 24 કલાકમાં તે ગંગીય પશ્ચિમ બંગાળ થઈને ઝારખંડ તરફ આગળ વધશે.
અશોક પટેલની આગાહી 17 થી 24 ઓગસ્ટ
સૌરાષ્ટ્ર અને કચ્છમાં અશોક પટેલની આગાહી અનુસાર 17 થી 24 ઓગસ્ટ 2026 દરમિયાન ભારે કે સાર્વત્રિક વરસાદની કોઈ મોટો રાઉન્ડ દેખાતો નથી. મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ વચ્ચે માત્ર છૂટાછવાયા ઝાપટોં જ પડી શકે છે. નોંધપાત્ર વરસાદ માટે રાહ લંબાઈ છે. ગુજરાત રિજિયન ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ મોટાભાગના વિસ્તારોમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેશે અથવા માત્ર આઇસોલેટેડ સ્થળો ૫૨ હળવા ઝાપટાં પડી શકે છે.
ગુજરાત પરનું સાયક્લોનિક સક્યુલેશન ખર્યુ અગાઉ ગુજરાત રાજ્ય પર રહેલું ઉપર-હવાનું ચક્રાકાર પરિભ્રમણ (UAC) હવે નબળું પડીને દક્ષિણ-પૂવ રાજસ્થાન તરફ ખસી ગયું છે. અશોક પટેલની આગાહી મુજબ, આ મુખ્ય સિસ્ટમો ઉત્તર અનેપૂર્વ ભારત તરફઆગળ વધી રહી હોવાથી ગુજરાત પર તેની સીધી અને મોટી અસર જોવા મળશે નહી.
ગુજરાતમાં 17 થી 24 ઓગસ્ટ વરસાદની આગાહી
ગુજરાતમાં વરસાદની આગાહી
અશોક પટેલની આગાહી મુજબ, ગુજરાતમાં વરસાદ 17થી 24 ઓગસ્ટ 2026 ઓગસ્ટ દરમિયાન મુખ્યત્વે આઇસોલેટેડ થી ક્યારેક છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી
અશોક પટેલની આગાહી મુજબ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ વરસાદ 17થી 24 ઓગસ્ટ 2026 દરમિયાન મુખ્યત્વે આઇસોલેટેડ થી ક્યારેક છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં નોંધપાત્ર વરસાદની રાહ યથાવત્ રહેશે.
અશોક પટેલની આગાહી સારાંશ
વેધર એનાલિસ્ટ અશોક પટેલની આગાહી 17 થી 24 ઓગસ્ટ 2026 અનુસાર ગુજરાતમાં સોરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ માટે હજુ રાહ જોવી પડશે. 24 ઓગસ્ટ 2026 સુધી માત્ર છટાછવાયા ઝાપટા પડશે. બંગાળની ખાડીમાં સર્જાયેલં “ડિપ્રેશન’ ઝારખંડ તરફ આગળ વધશે, ગુજરાતમાં મોટાભાગે હવામાન શુષ્કથી હળવું રહેશે.

ગુજરાત વેધરના નવીનતમ બ્લોગ લેખો. હવામાન નિષ્ણાંત અશોકભાઈ એમ. પટેલ દ્વારા પ્રકાશિત.