ગુજરાત રાજ્યમાં છેલ્લા ચોમાસાના રાઉન્ડ બાદ હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. જાણીતા વેધર એનાલિસ્ટ અશોક પટેલની આગાહી 10 થી 16 ઓગસ્ટ 2026 સુધીના ચોમાસાના વર્તારા અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું છે કે, 10 થી 12 ઓગસ્ટ દરમિયાન ગુજરાત રિજિયનમાં ફરી એકવાર રેઈનફોલ એક્ટિવિટી વધવાની શક્યતાઓ સેવાય રહી છે, જ્યારે છેલ્લા સપ્તાહથી શાંત પડેલા સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિમાં મર્યાદિત કે સામાન્ય સુધારો જોવા મળી શકે છે.
હવામાનના વિવિધ પરિબળો અને સિનોપ્ટિક પરિસ્થિતિનું વિશ્લેષણ કરતા વેધર એનાલીસ્ટ અશોક પટેલની આગાહી અનુસાર, હાલમાં ઉત્તર મધ્ય પ્રદેશ અને તેને અડીને આવેલા વિસ્તારો પર એક લો-પ્રેશર સિસ્ટમ્સ સક્રિય થયેલી છે, જેની સાથે જોડાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન સમુદ્ર સપાટીથી 7.6 કિમીની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. આ ઉપરાંત, સમુદ્ર સપાટી પરની મોનસૂન ટ્રફ હાલ જૈસલમેર, ગુના અને ઉત્તર મધ્ય પ્રદેશના આ લો-પ્રેશર કેન્દ્ર પરથી પસાર થઈને ડાલ્ટનગંજ, દીઘા અને ત્યાંથી દક્ષિણ-પૂર્વ તરફ મધ્ય-પૂર્વ બંગાળની ખાડી સુધી લંબાયેલી છે. સાથોસાથ દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર પર પણ 5.8 કિમીની ઊંચાઈએ અપર-એર સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત્ જોવા મળી રહ્યું છે.
ગુજરાત પર બંગાળની ખાડીની અસર
બંગાળની ખાડીની સ્થિતિ અંગે વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર પણ એક અપર-એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયેલું છે, જેના પ્રભાવ હેઠળ 13 ઓગસ્ટની આસપાસ આ જ વિસ્તારમાં એક નવું લો-પ્રેશર એરિયા બનવાની પૂર્ણ શક્યતા છે, જ્યારે 14 થી 16 ઓગસ્ટ દરમિયાન મોનસૂન ટ્રફની ધરી ઉત્તર તરફ ખસવાની સંભાવના છે.


ગુજરાતમાં વરસાદની આગાહી
આ સિસ્ટમોના પ્રભાવ હેઠળ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની વિગતવાર અશોક પટેલની આગાહી મુજબ, ગુજરાત રિજિયનમાં 10 થી 16 ઓગસ્ટ દરમિયાન આઇસોલેટેડથી સ્કેટર્ડ વરસાદ થવાની શક્યતા છે. ખાસ કરીને આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની સરહદને અડીને આવેલા ગુજરાત રિજિયનના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ અને કેટલાક સ્થળે ભારે વરસાદ પડી શકે છે. અહીં કુલ વરસાદની વાત કરીએ તો આશરે 75% વિસ્તારમાં 25 થી 50 મિમી અને બાકીના 25% વિસ્તારમાં 50 મિમીથી વધુ વરસાદ નોંધાઈ શકે છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી
બીજી તરફ અશોક પટેલની આગાહી અનુસાર, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં છેલ્લા એક અઠવાડિયા દરમિયાન વરસાદી પ્રવૃત્તિ નહિવત્ રહી છે. જોકે, આ સપ્તાહ દરમિયાન તેમાં મર્યાદિત સુધારો થવાની શક્યતા છે અને 10 થી 16 ઓગસ્ટ દરમિયાન આઇસોલેટેડથી સ્કેટર્ડ હળવા-મધ્યમ ઝાપટાં કે વરસાદ પડી શકે છે. અહીંના 60% વિસ્તારમાં 15 મિમી સુધી અને બાકીના 40% વિસ્તારમાં 15 થી 25 મિમી જેટલો વરસાદ થઈ શકે છે, પરંતુ એકંદરે સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદનું પ્રમાણ નોર્મલથી નીચું રહેવાની શક્યતા છે.
અશોક પટેલની આગાહી સારાંશ
અંતમાં સારાંશ આપતા અશોક પટેલની આગાહી મુજબ, આગાહીના પ્રારંભિક સમયગાળા એટલે કે 10 થી 12 ઓગસ્ટ દરમિયાન ઉત્તર મધ્ય પ્રદેશ પરની લો-પ્રેશર સિસ્ટમ રાજ્યના હવામાનને પ્રભાવિત કરતું મુખ્ય પરિબળ રહેશે, જેને કારણે ગુજરાત રિજિયનમાં વધુ સારી વરસાદી પ્રવૃત્તિ જોવા મળશે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં માત્ર મર્યાદિત સુધારો જોવા મળશે. આ ઉપરાંત 13 ઓગસ્ટે બંગાળની ખાડીમાં બનનારું નવું લો-પ્રેશર અને 14 થી 16 ઓગસ્ટ દરમિયાન મોનસૂન ટ્રફ ઉત્તર તરફ ખસવાની પ્રક્રિયા આગામી દિવસોમાં વરસાદની પેટર્ન નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

ગુજરાત વેધરના નવીનતમ બ્લોગ લેખો. હવામાન નિષ્ણાંત અશોકભાઈ એમ. પટેલ દ્વારા પ્રકાશિત.