Gujarat weather Updates : સૌરાષ્ટ્ર અને કચ્છ ગુજરાતમાં વરસાદના સંજોગોમાં સુધારો થવાની શક્યતા 9 થી 16 સપ્ટેમ્બર અશોક પટેલની આગાહી

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લીક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા અહીં ક્લીક કરો

સૌરાષ્‍ટ્ર, કચ્‍છ અને સમગ્ર ગુજરાત રાજ્‍ય માટે આગામી દિવસોમાં વરસાદના સંજોગોમાં નોંધપાત્ર સુધારો થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. વેધર એનાલિસ્ટ અશોક પટેલની આગાહી અનુસાર આગામી 12 થી 16 સપ્‍ટેમ્‍બર 2026 દરમિયાન રાજ્‍યભરમાં વરસાદી ગતિવિધિઓ વધવાની પ્રબળ શકયતા છે. દેશમાં સક્રિય વિવિધ હવામાન પરિબળો અને બંગાળની ખાડીમાં આકાર લઈ રહેલી સિસ્‍ટમ્‍સને કારણે વરસાદી માહોલ ફરી જામશે.

હવામાનના મહત્વપૂર્ણ પરિબળો અને સિસ્ટમની સ્થિતિ જોઇએ તો ભારતીય હવામાન વિભાગ (IMD)ના બુલેટિન મુજબ 9 સપ્ટેમ્બરના રોજ હવામાનમાં નીચે મુજબના મુખ્ય ફેરફારો જોવા મળી રહ્યા છે.

મોનસૂન ટ્રફ : મોનસૂન ટ્રફનો પશ્ચિમ છેડો હાલ સામાન્ય સ્થિતિથી ઉત્તર તરફ છે. જ્યારે પૂર્વ છેડો સમુદ્ર સપાટી પર તેની સામાન્ય સ્થિતિ નજીક છે.

નવું લો-પ્રેશર : ઉત્તર બંગાળની ખાડી અને બાંગ્લાદેશના દરિયાકાંઠે નીચલા અને મધ્ય ટ્રોપોસ્ફેરિક સ્તરે અપર એર સાયક્લોનિક સકર્યુલેશન (UAC) સક્રિય છે. જેના પ્રભાવ હેઠળ 10 સપ્ટેમ્બરની આસપાસ ઉત્તર બંગાળની ખાડીમાં લો-પ્રેશર એરિયા રચાય તેવી શકયતા છે.

અન્ય સકર્યુલેશન : સૌરાષ્ટ્ર અને તેની આસપાસના વિસ્તારમાં, ઉત્તર હરિયાણામાં, તથા રાયલસીમાથી ગલ્ફ ઓફ મન્નાર સુધી અલગ-અલગ સ્તરે ટ્રફ અને સાયક્લોનિક સકર્યુલેશન યથાવત્‌ છે. ઉપરાંત ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ પર મધ્ય ટ્રોપોસ્ફેરિક સ્તરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે.

વેધર એનાલિસ્ટ અશોક પટેલની આગાહી અનુસાર, આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં બનનારું લો-પ્રેશર સિસ્ટમ્સ દક્ષિણ-પશ્ચિમ તરફ નમશે અને મધ્ય પ્રદેશ તથા મહારાષ્ટ્રના વિસ્તારો પરથી આગળ વધશે. આ સિસ્ટમ્સ અને મોનસૂન ટ્રફ દક્ષિણ તરફ ખસીને પોતાની સામાન્ય સ્થિતિમાં આવવાના કારણે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધશે.

IMD GFS અને NOMADS GFS જેવા મોડેલો ગુજરાતમાં ઓછો વરસાદ દર્શાવી રહ્યા છે, પરંતુ ECMWF, ICON સહિતના અન્ય આંતરરાષ્ટ્રીય મોડેલો તેમજ વાસ્તવિક હવામાન સ્થિતિના વિશ્લેષણના આધારે મોડેલ આઉટપુટ કરતા વધુ વરસાદ થવાની ક્ષમતા રહેલી છે.

વેધર એનાલીસ્ટ અશોક પટેલની આગાહી 9 થી 16 સપ્ટેમ્બર સુધીની વિવિધ વિસ્તારોની આગાહી કરતાં જણાવે છે કે,

ગુજરાતમાં વરસાદની આગાહી

ગુજરાતમાં અશોક પટેલની આગાહી મુજબ ખાસ કરીને 12 થી 16 સપ્ટેમ્બર દરમિયાન અલગ-અલગ દિવસોમાં છૂટાછવાયા વરસાદની શકયતા છે. 50% વિસ્તારમાં : કુલ 20 થી 35 મિમી વરસાદ થવાની શકયતા. બાકીના 50% વિસ્તારમાં : કુલ 35 થી 75 મિમી વરસાદ થવાની શકયતા. આઇસોલેટેડ સ્થળોએ : અમુક ચોક્ક્સ વિસ્તારોમાં કુલ વરસાદ 100 મિમી (4 ઇંચ)થી પણ વધી શકે છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી

અશોક પટેલની આગાહી અનુસાર 12 થી 16 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના વાતાવરણમાં અને વરસાદની સંભાવનાઓમાં મોટો સુધારો જોવા મળશે. 50% વિસ્તારમાં : કુલ 25 થી 50 મિમી વરસાદની શકયતા. બાકીના 50% વિસ્તારમાં : કુલ 25મિમી સુધીના હળવા-મધ્યમ વરસાદની શકયતા. આઇસોલેટેડ સ્થળોએ : કેટલાક સ્થળો પર કુલ વરસાદ 100 મિમી (4 ઇંચ) કરતાં વધુ નોંધાઈ શકે છે.

વિશેષ નોંધ : બંગાળની ખાડીમાં લો-પ્રેશર એરિયા સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ ગયા બાદ અને તેની ગતિ તથા ટ્રેક નિતિ થયા પછી જરૂર જણાય તો આ સમગ્ર આગાહીની પુનઃસમીક્ષા કરવામાં આવશે.

શેર કરો:

Leave a Comment

યુરિયા-DAP વગર વિઘાએ ₹70 હજારની કમાણી પાટણના ખેડૂતની કમાલ આ પ્રકારની ખેતી પધ્‍ધતિથી ખેડૂતોને અઢળક અવાક: આચાર્ય દેવવ્રતજી દેશી મહેનત અને વિદેશી છોડથી સુરેન્દ્રકુમારે ખેડૂતોની કિસ્મત બદલી આ ખેડૂતે હવામાં ઉગાડ્યો પચાસ હજારનો છોડ વાર્ષિક 50 લાખ કમાવવાનો અંદાજ ખેતીમાં આંતરપાક કરતાં પ્રયોગશિલ ખેડૂત વિરમદેભાઇ ભીમાણી ગુજરાતના ખેડૂતે આ ખેતી કરીને બધાની આંખો ખોલી દીધી નવા વર્ષે જીરુંના ભાવમાં અફડાતફડી જોવા મળશે આ ખેતી કરવાથી થશે 20 લાખની આવક.!