Gujarat weather news: આજથી ગુજરાતમાં ધોધમાર વરસાદની ઉજળી શક્‍યતા 29 જુલાઈથી 3 ઓગસ્ટ અશોક પટેલની આગાહી

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લીક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા અહીં ક્લીક કરો

ભારતીય હવામાન વિભાગ (IMD) ના સવારના બુલેટિન અને હાલની સિસ્ટમ્સના એનાલિસિસ આધારે વેધર એનાલિસ્ટ અશોક પટેલની આગાહી જણાવે છે કે, ઉત્તર આંતરિક ઓડિશા અને તેને અડીને આવેલા દક્ષિણ ઝારખંડ તથા છત્તીસગઢ પર સર્જાયેલું ડીપ ડિપ્રેશન પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. આ સિસ્ટમ સક્રિય થવાના કારણે 29 જુલાઈ થી 3 ઓગસ્ટ 2026 દરમિયાન સમગ્ર ગુજરાતમાં ચોમાસાની પ્રવૃત્તિમાં નોંધપાત્ર વધારો જોવા મળશે.

વેધર એનાલિસ્ટ અશોક પટેલની આગાહી અનુસાર, હાલમાં દેશમાં એકસાથે અનેક હવામાન સિસ્ટમ્સ સક્રિય છે. 29 જુલાઈની સવારે 5:30 વાગ્યે ઉત્તર આંતરિક ઓડિશા પર કેન્દ્રિત આ સિસ્ટમ આગામી 24 કલાકમાં પશ્ચિમ તરફ આગળ વધશે. દરિયાઈ સપાટી પરની ટ્રફ લાઈન અનૂપગઢ, પિલાની, સતના અને ડીપ ડિપ્રેશનના કેન્દ્રમાંથી પસાર થઈને પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ લંબાયેલી છે.

ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશ ઉપર સમુદ્ર સપાટીથી 1.5 કિ.મી.ની ઊંચાઈએ અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન યથાવત્‌ છે. ટ્રફ સ્વરૂપે પમી પવનોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ ઉત્તર ભાગોમાં સક્રિય છે.

ગુજરાતમાં વરસાદની આગાહી

ગુજરાત રિજિયનમાં વરસાદની આગાહી

ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ 30 અથવા 31 જુલાઈથી શરૂ થઈને 2-3 દિવસ સુધી હળવાથી મધ્યમ, મોટા ભાગના વિસ્તારોમાં ભારે અને આઈસોલેટેડ (એકલ-દોકલ) સ્થળોએ અતિભારે વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં પવનની ગતિ

ગુજરાતમાં વરસાદ દરમિયાન 40 થી 50 કિ.મી./કલાકની ઝડપે અને ઝાપટાં સાથે પવનની ઝડપ 60 કિ.મી./કલાક સુધી પહોંચી શકે છે.

ગુજરાતમાં વરસાદની માત્રા

ગુજરાતમાં રિજિયનના આશરે 50% વિસ્તારમાં 100-150 મી.મી. અને બાકીના 50% વિસ્તારમાં 50-100 મી.મી. કુલ વરસાદની સંભાવના છે. વધુ વરસાદ ધરાવતા કેન્દ્રોમાં કુલ વરસાદ 250 મી.મી. (10 ઇંચ)થી વધુ પણ નોંધાઈ શકે છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનો રાઉન્ડ

સૌરાષ્ટ્ર અને કચ્છમાં મુખ્ય રાઉન્ડ 31 જુલાઈથી શરૂ થવાની શક્યતા છે, જેમાં હળવાથી મધ્યમ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં પવનની ગતિ

અહીં પણ ગાજવીજ સાથે 40 થી 60 કિ.મી./કલાકની ઝડપે પવન કૂંકાઈ શકે છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની માત્રા

આશરે 60% વિસ્તારમાં 35-75 મી.મી. અને બાકીના 40% વિસ્તારમાં 35 મી.મી. સુધીના વરસાદની ધારણા છે. જ્યારે ચોક્કસ વધુ વરસાદ વાળા વિસ્તારોમાં કુલ માત્રા 150 મી.મી. (6 ઇંચ)થી વધુ થઈ શકે છે.

અશોક પટેલની આગાહી સારાંશ

વેધર એનાલિસ્ટ અશોક પટેલની આગાહી માં જણાવે છે કે, આ આગાહી ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધશે તે ધારણા પર આધારિત છે. ગુજરાત રાજ્ય સિસ્ટમથી પશ્ચિમ તરફ આવેલું હોવાથી, સિસ્ટમ્સના ભાવિ માર્ગ, તેની તીવ્રતા અને ચોમાસાની ટ્રફ સાથેના જોડાણ પર વરસાદનું ચોક્કસ પ્રમાણ આધાર રાખશે. જો સિસ્ટમના માર્ગ કે ગતિમાં ફેરફાર થશે તો વરસાદના સમય અને માત્રામાં પણ ફેરફાર થઈ શકે છે.

શેર કરો:

Leave a Comment

યુરિયા-DAP વગર વિઘાએ ₹70 હજારની કમાણી પાટણના ખેડૂતની કમાલ આ પ્રકારની ખેતી પધ્‍ધતિથી ખેડૂતોને અઢળક અવાક: આચાર્ય દેવવ્રતજી દેશી મહેનત અને વિદેશી છોડથી સુરેન્દ્રકુમારે ખેડૂતોની કિસ્મત બદલી આ ખેડૂતે હવામાં ઉગાડ્યો પચાસ હજારનો છોડ વાર્ષિક 50 લાખ કમાવવાનો અંદાજ ખેતીમાં આંતરપાક કરતાં પ્રયોગશિલ ખેડૂત વિરમદેભાઇ ભીમાણી ગુજરાતના ખેડૂતે આ ખેતી કરીને બધાની આંખો ખોલી દીધી નવા વર્ષે જીરુંના ભાવમાં અફડાતફડી જોવા મળશે આ ખેતી કરવાથી થશે 20 લાખની આવક.!