ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનો પારો ફરી ઊંચકાય તેવી શક્યતા સેવાઈ રહી છે. જાણીતા વેધર એનાલિસ્ટ અશોક પટેલની આગાહી 6 થી 13 જૂન સુધીની હવામાનની આગાહી કરતાં જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં 6 થી 11 જૂન દરમિયાન મહત્તમ તાપમાન 40 થી 42.5ડિગ્રી વચ્ચે નોંધાવાની શક્યતા છે. જ્યારે અમુક સ્થળોએ ગુજરાતમાં પ્રી-મોન્સૂન વરસાદી પ્રવૃત્તિ પણ જોવા મળી શકે છે.
ગુજરાતના ક્યાં શહેરોમાં કેટલું તાપમાન નોંધાયું?
અશોક પટેલની આગાહી મુજબ ગુજરાત રાજ્યના ઘણા ગરમ કેન્દ્રોમાં મહત્તમ તાપમાન નોર્મલની આસપાસથી લઈને આશરે 1°C નોર્મલથી નીચે નોંધાયું હતું.
- રાજકોટ: 40.6°C (નોર્મલ કરતાં 0.4°C વધુ)
- ડીસા: 39.2°C (નોર્મલ કરતાં 1.3°C ઓછું)
- અમરેલી: 40.1°C (નોર્મલ કરતાં 0.3°C વધુ)
- અમદાવાદ: 41.3°C (નોર્મલ કરતાં 0.4°C વધુ)
- વડોદરા: 39.4°C (નોર્મલ કરતાં 0.1°C વધુ)
- સુરેન્દ્રનગર: 40.4°C (નોર્મલ કરતાં 1.3°C ઓછું)
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હાલનું નોર્મલ મહત્તમ તાપમાન આશરે 39.5°C થી 40.5°C વચ્ચે છે. અમદાવાદ અને સુરેન્દ્રનગરનું નોર્મલ મહત્તમ તાપમાન આશરે 41°C છે.
અશોક પટેલની આગાહી 6 થી 13 જૂન 2026
અશોકભાઈ પટેલની આગાહી મુજબ મહત્તમ તાપમાનમાં 6થી 8 જૂન દરમિયાન આશરે 1°Cનો વધારો થવાની અને ત્યારબાદ 9થી 11 જૂન દરમિયાન વધુ 1°Cનો વધારો થવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન મોટાભાગના કેન્દ્રોમાં તાપમાન નોર્મલ કરતાં ઊંચું રહેવાની સંભાવના છે. ગુજરાતના મોટાભાગના ગરમ કેન્દ્રોમાં 9થી 11 જૂન દરમિયાન મહત્તમ તાપમાન 40.5°C થી 42.5°C વચ્ચે નોંધાવાની શક્યતા છે. ત્યારબાદ 12મી અને 13મી જૂને તાપમાનમાં નજીવો ઘટાડો થવાની સંભાવના છે. જ્યારે અમુક સ્થળોએ ગુજરાતમાં પ્રી-મોન્સૂન વરસાદી પ્રવૃત્તિ પણ જોવા મળી શકે છે.
ગુજરાતમાં પવનની દિશા અને ગતિ
અશોકભાઈ પટેલની આગાહી મુજબ આગામી દિવસોમાં દક્ષિણ-પશ્ચિમ દિશાના પવનો 10 થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની સંભાવના છે. એક તરફ તે ભેજવાળી હવા લાવવામાં મદદરૂપ બને છે, તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં ગરમીના અનુભવને પણ અસર કરે છે. જ્યાં ભેજનું પ્રમાણ વધશે ત્યાં લોકો ગરમી સાથે બફારાનો અનુભવ પણ કરી શકે છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા છે, જ્યારે આંતરિક વિસ્તારોમાં ગરમી અને ભેજ બંનેનું સંયોજન જોવા મળી શકે છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં હવામાનની કેવી સ્થિતિ?
અશોકભાઈ પટેલની આગાહી મુજબ મહત્તમ તાપમાનમાં 6 થી 8 જૂન દરમિયાન આશરે 1°Cનો વધારો થવાની અને ત્યારબાદ 9 થી 11 જૂન દરમિયાન વધુ 1°Cનો વધારો થવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન મોટાભાગના કેન્દ્રોમાં તાપમાન નોર્મલ કરતાં ઊંચું રહેવાની સંભાવના છે. ગુજરાતના મોટાભાગના ગરમ કેન્દ્રોમાં 9થી 11 જૂન દરમિયાન મહત્તમ તાપમાન 40.5°C થી 42.5°C વચ્ચે નોંધાવાની શક્યતા છે. ત્યારબાદ 12મી અને 13મી જૂને તાપમાનમાં નજીવો ઘટાડો થવાની સંભાવના છે.
ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીની શક્યતા
ગુજરાતમાં અશોકભાઈ પટેલની આગાહી સમયગાળા દરમિયાન અમુક દિવસોમાં છૂટાછવાયા વિસ્તારોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા છે. આઇસોલેટેડ નો અર્થ એ થાય છે કે સંબંધિત વિસ્તારના આશરે 1% થી 25% વિસ્તારમાં વરસાદી પ્રવૃત્તિ થઈ શકે છે. આ શબ્દ વરસાદના જથ્થા (માત્રા ) અંગે કોઈ માહિતી આપતો નથી. અટલે કે, જો સૌરાષ્ટ્ર-કચ્છના માત્ર 1% વિસ્તારમાં અને તે જ રીતે ગુજરાત પ્રદેશના માત્ર 1% વિસ્તારમાં વરસાદ થાય, તો પણ ઉપરોક્ત આગાહી માન્ય ગણાય.

ભારતીય હવામાન વિભાગ (IMD) બુલેટિન મોનસૂનની આગાહી
ભારતીય હવામાન વિભાગ (IMD) સવારના બુલેટિન મુજબ IMDના 6 જૂન 2026ના બુલેટિન મુજબ, દક્ષિણપશ્ચિમ ચોમાસું પશ્ચિમ મધ્ય અને પૂર્વ મધ્ય અરબી સમુદ્રના વધુ વિસ્તારો, સમગ્ર ગોવા, કર્ણાટક, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશના કેટલાક ભાગો, તમિલનાડુના મોટાભાગના વિસ્તારો તથા દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડીમાં વધુ આગળ વધ્યું છે. ઉપરાંત, પશ્ચિમ મધ્ય, ઉત્તરપૂર્વ અને પૂર્વ મધ્ય બંગાળની ખાડીના વધુ વિસ્તારો તેમજ મિઝોરમ અને મણિપુરના કેટલાક ભાગોમાં પણ ચોમાસું આગળ વધ્યું છે.
ચોમાસાની ઉત્તર સીમા (Northern Limit of Monsoon – NLM) હાલમાં નીચે મુજબ પસાર થાય છે:
17.5°N/60°E, 17.5°N/65°E, 17°N/70°E, દેવગઢ, કોપ્પલ, અનંતપુરમુ, ચેન્નાઈ, 15.5°N/85°E, 20°N/89.5°E, આઇઝોલ અને 25°N/95°E.
આગામી 2–3 દિવસ દરમિયાન મધ્ય અરબી સમુદ્રના વધુ વિસ્તારો, મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્ર પ્રદેશના કેટલાક વધુ ભાગો, તેલંગાણાના કેટલાક વિસ્તારો, તમિલનાડુ અને દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડીના બાકીના વિસ્તારો તેમજ પશ્ચિમ મધ્ય અને ઉત્તર બંગાળની ખાડીના વધુ વિસ્તારો અને ઉત્તરપૂર્વીય રાજ્યોમાં દક્ષિણપશ્ચિમ ચોમાસું વધુ આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ છે.
સરેરાશ સમુદ્ર સપાટીએ આવેલ મોસમી ટ્રફ (Seasonal Trough) હાલમાં સુરતગઢ, રોહતક, રીવા, રાંચી અને કેનિંગમાંથી પસાર થઈ ત્યારબાદ દક્ષિણપૂર્વ દિશામાં ઉત્તરપૂર્વ બંગાળની ખાડી તરફ વિસ્તરે છે.
ઉપર દર્શાવેલા દક્ષિણપશ્ચિમ ચોમાસાના નકશા મુજબ પશ્ચિમ કિનારે ચોમાસું આશરે 8 અક્ષાંશ ડિગ્રી ઉત્તર તરફ આગળ વધ્યું છે, એટલે કે લગભગ 8°N થી 16.2°N સુધી. આ આશરે 880 કિલોમીટર જેટલી ઉત્તર દિશાની પ્રગતિ દર્શાવે છે.
જો કે, તેનો અર્થ એવો નથી કે આગામી દિવસોમાં પણ ચોમાસું આ જ ગતિએ આગળ વધશે. સામાન્ય પરિસ્થિતિમાં, IMDના મોન્સૂન નકશા મુજબ ચોમાસુ પહેલા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રવેશ કર્યા બાદ બાકી ના સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રિજિયન અને કચ્છમાં ચોમાસું આગળ વધે છે. આ ચોમાસુ બેસવાની પ્રક્રિયા સામાન્ય રીતે 14 જૂનથી 28 જૂનના સમયગાળામાં પૂર્ણ થાય છે.
અશોક પટેલની આગાહી સારાંશ
ગુજરાત હવામાન અશોક પટેલની આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 થી 42.5 ડિગ્રી સુધી પહોંચી શકે છે. 6 થી 11 જૂન દરમિયાન ગરમીનું પ્રમાણ વધુ રહેશે, જ્યારે 12 અને 13 જૂન દરમિયાન થોડો ઘટાડો નોંધાઈ શકે છે. દક્ષિણ-પશ્ચિમ દિશાના પવનો, પ્રી-મોન્સૂન પ્રવૃત્તિ અને ચોમાસાની આગળ વધતી ગતિ રાજ્યના હવામાનને અસર કરશે.
IMDની આગાહી મુજબ ચોમાસું પશ્ચિમ અને દક્ષિણ ભારતના વિસ્તારોમાં ઝડપથી આગળ વધી રહ્યું છે, પરંતુ ગુજરાતમાં તેના પ્રવેશ અંગે હજુ થોડો સમય લાગી શકે છે. સામાન્ય રીતે ચોમાસું દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી પ્રવેશીને રાજ્યના બાકીના વિસ્તારોમાં ફેલાય છે.

ગુજરાત વેધરના નવીનતમ બ્લોગ લેખો. હવામાન નિષ્ણાંત અશોકભાઈ એમ. પટેલ દ્વારા પ્રકાશિત.