હાલમાં ગુજરાત રાજ્યભરમાં નોંધાયેલા સક્રિય ચોમાસાના રાઉન્ડ બાદ હવે આગામી તા. 4 થી 10 ઓગસ્ટ 2026 દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત રિજિયન અને કચ્છમાં વરસાદની પ્રવળત્તિમાં નોંધપાત્ર ઘટાડો થવાની શકયતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના તાજેતરના મિડ-ડે બુલેટિન અને વાતાવરણીય પરિબળોનું પળથ્થકરણ કરતા જાણીતા વેધર એનાલિસ્ટ અશોક પટેલની આગાહી મુજબ, આગામી અઠવાડિયા દરમિયાન ગુજરાત રાજ્યમાં કોઈ મોટા વ્યાપક કે ભારે વરસાદની શકયતા નથી.


વેધર એનાલિસ્ટ અશોક પટેલની આગાહી મુજબ, હાલમાં ચોમાસાની મુખ્ય ટ્રફ સરેરાશ સમુદ્ર સપાટી પરથી ઉત્તર તરફ સરકીને અનુપગઢ, દિલ્હી, શાહજહાનપુર, બસ્તી, છપરા થઈ પૂર્વમાં નાગાલેન્ડ તરફ લંબાયેલી છે. આ ઉપરાંત, મધ્ય અને ઉપલા ટ્રોપોસ્ફિયરમાં 5.8 કિમીની ઊંચાઈએ પશ્ચિમ પવનોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ટ્રફ અંદાજે 68°E રેખાંશ અને 32°N અક્ષાંશની ઉત્તરે સક્રિય છે. જ્યારે સૌરાષ્ટ્ર અને આસપાસના વિસ્તારમાં 5.8 કિમીની ઊંચાઈએ એક અપર એર સાયક્લોનિક સર્કયુલેશન હજુ યથાવત્ જોવા મળી રહ્યું છે.
ગુજરાતમાં 4 થી 10 ઓગસ્ટ વરસાદની આગાહી
આ સિસ્ટમ્સની અસર હેઠળ આગામી 4 થી 10 ઓગસ્ટ અશોક પટેલની આગાહી દરમિયાન હવામાનની સ્થિતિ નીચે મુજબ રહેશે.
ગુજરાત રિજિયનમાં વરસાદની આગાહી
ગુજરાતના આ ભાગમાં 4 થી 10 ઓગસ્ટ દરમિયાન આઇસોલેટેડ (એકલદોકલ)થી છૂટાછવાયા વિસ્તારોમાં જ વરસાદી માહોલ રહેશે. જોકે, દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અમુક દિવસો દરમિયાન મધ્યમ વરસાદી રાઉન્ડ આવી શકે છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી
આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટેલું રહેશે. માત્ર અમુક દિવસોમાં એકલદોકલ કે છૂટાછવાયા સ્થળો પર હળવા-મધ્યમ ઝાપટા પડવાની શકયતા રહેશે.
અશોક પટેલની આગાહી સારાંશ
તાજેતરના સક્રિય ચોમાસા બાદ અશોક પટેલની આગાહી મુજબ તા. 4 થી 10 ઓગસ્ટ દરમિયાન ગુજરાત રાજ્યમાં વરસાદની પ્રવૃત્તિમાં ઘટાડો થવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં મોટાભાગે આઇસોલેટેડથી છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે. ગુજરાત રિજિયનમાં પણ આઇસોલેટેડથી છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં અમુક દિવસો દરમિયાન મધ્યમ વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં વ્યાપક ભારે વરસાદની શક્યતા નથી.

ગુજરાત વેધરના નવીનતમ બ્લોગ લેખો. હવામાન નિષ્ણાંત અશોકભાઈ એમ. પટેલ દ્વારા પ્રકાશિત.