Gujarat monsoon update (ગુજરાત મોનસૂન અપડેટ): ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર છે. મંદ પડી ગયેલ ચોમાસુ ફરી આગળ વધશે. આગામી બે ત્રણ દિવસમાં કોસ્ટલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં એન્ટ્રી કરશે. બાદ ક્રમશઃ આગળ વધશે. આવતા અઠવાડીયે અલગ અલગ દિવસે જુદા – જુદા વિસ્તારોમાં હળવાથી મધ્યમ તો કયાંક ભારે વરસાદ પડી શકે છે તેમ વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્યું છે.
અશોકભાઇ પટેલે જણાવેલ કે ગુજરાત રિજિયન અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં બે થી ત્રણ દિવસ માં ચોમાસું પ્રવેશવાની શકયતા છે. હાલની હવામાનની સ્થિતિ જોઇએ તો ગુજરાતના અનેક ભાગોમાં મહત્તમ તાપમાન હાલમાં સામાન્ય કરતાં 1ડીગ્રીની વધઘટ જોવા મળે છે.
વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્યું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આજે (16 જૂન, 2025) કોસ્ટલ સૌરાષ્ટ્રના અને ગુજરાત રીજનના અમુક ભાગોમાં વિધિવત રીતે બેસી ગયું છે.
ગુજરાત હાલનું તાપમાન
ગુજરાતના અનેક ભાગોમાં મહત્તમ તાપમાન હાલમાં સામાન્ય કરતાં 1°C ઓછુંથી લઈને 1°C વધારે છે. સામાન્ય મહત્તમ તાપમાન મોટાભાગના સ્થળોએ 38°C થી 39°C વચ્ચે રહે છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં સામાન્ય તાપમાન આશરે 40°C હોય છે.
ગુજરાતમાં મહત્તમ તાપમાન
સ્થળ | મહત્તમ તાપમાન (°C) | સામાન્યથી ભિન્નતા |
---|---|---|
રાજકોટ | 40.0°C | 1°C વધારે |
અમરેલી | 36.7°C | 1°C ઓછી |
ડીસા | 40.8°C | 1°C વધારે |
અમદાવાદ | 40.6°C | 1°C વધારે |
ભુજ | 39.6°C | સામાન્યની આસપાસ |
દક્ષિણપશ્ચિમ ચોમાસાની પશ્ચિમી શાખા 26 મે થી સ્થિર છે અને પૂર્વ શાખા પણ 29 મે થી સ્થિર છે, જે 2 દિવસ માં શક્રિય થશે.
હાલની ચોમાસાની સ્થિતિ
ચોમાસાની ઉત્તર સીમા (NLM): હાલમાં NLM નીચેના માર્ગે પસાર થાય છે
17.0°N/55°E → 17.5°N/60°E → 18.0°N/65°E → 18.5°N/70°E → મુંબઈ → અહિલ્યાનગર → અડિલાબાદ → ભવનિપાટણા → પુરી → સૅન્ડહેડ આઇલેન્ડ → 23.5°N/89.5°E → બાલુરઘાટ → 30.0°N/85.0°E
ગુજરાત હવામાનની આગાહી
આવતા દિવસોમાં દક્ષિણપશ્ચિમ ચોમાસા માટે અનુકૂળ પરિસ્થિતિઓ દેખાઈ રહી છે:
- ગુજરાતના કેટલાક ભાગો (આગામી 2 થી 3 દિવસ)
- વિદર્ભ, છત્તીસગઢ અને ઓડિશાના વધુ ભાગો (આગામી 2 દિવસ)
- પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહારના કેટલાક ભાગો (પછીના 3 દિવસમાં)
ગુજરાત હવામાન લક્ષણો
- પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના પાકિસ્તાન વિસ્તારમાં ઉપરની સપાટીએ UAC, જેનાથી ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર સુધી ટ્રફ વિસ્તાર છે.
- મરાઠવાડા વિસ્તારમાં ઉપરની અને મધ્ય સપાટીએ બીજું UAC, જે ઊંચાઈ સાથે દક્ષિણ પશ્ચિમ તરફ ઝૂકે છે અને આંધ્ર પ્રદેશના કાંઠે ટ્રફ વિસ્તાર છે.
- પશ્ચિમ વિક્ષેપ (Western Disturbance) મધ્ય સપાટી પર પશ્ચિમ પવનવાળા ક્ષેત્રોમાં ટ્રફ રૂપે દેખાય છે, જેમાં તેની ધરી 5.8 કિમી ઊંચાઈએ, લૉંગિટ્યુડ 70°E ઉપર અને Latitude 26°Nથી ઉત્તર તરફ છે.
- દક્ષિણ બાંગ્લાદેશ અને ઉત્તર બંગાળની ખાડી વિસ્તારમાં UAC, જેનાથી દક્ષિણ ઓડિશા તરફ ટ્રફ જાય છે.
- બીજું UAC પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાં, ઉત્તર કાંઠા આંધ્ર પ્રદેશના નજીક, મધ્ય સપાટીએ જોવા મળે છે.
ગુજરાત હવામાન પરિબળો
15 જૂન (સવાર): UAC 700 hPa અને 500 hPa સ્તરે, મુંબઈથી પશ્ચિમ અને સૌરાષ્ટ્રથી દક્ષિણ તરફ સર્જાય તેવી સંભાવના.
16થી 19 જૂન: 700 hPa UAC ગુજરાત તરફ ઉત્તર દિશામાં આગળ વધશે અને રાજ્યની નજીક રહેશે.
16થી 17 જૂન: 850 hPa UAC ગુજરાત રાજ્ય નજીક અથવા ઉપર વિકસશે તેવી સંભાવના છે.
ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ 14થી 21 જૂન 2025 આગાહી
પવનની દિશા અને ગતિ
- મુખ્યત્વે દક્ષિણપશ્ચિમથી પશ્ચિમ દિશાના પવન.
- ગતિ: 12–20 કિમી/કલાક, અને તીવ્ર પવનમાં 20–35 કિમી/કલાક.
- ગાજ વીજ સમયે પવનની તીવ્રતા 35–40 કિમી/કલાક સુધી પહોંચી શકે છે.
આકાશની સ્થિતિ
- સામાન્ય રીતે આંશિક વાદળછાયું, ક્યારેક વાદળતા વધે તેવી શક્યતા..
ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી
- દક્ષિણપશ્ચિમ ચોમાસું આગામી 2–3 દિવસમાં દક્ષિણ ગુજરાત અને કોસ્ટલ સૌરાષ્ટ્રમાં પ્રવેશી શકે છે.
- ત્યાર બાદ આગાહી સમય માં ચોમાસુ ક્રમશ આગળ ચાલશે.
- જ્યાં ચોમાસું જાહેર થયું નથી ત્યાં પ્રી-મોન્સૂન પ્રવૃત્તિ ચાલુ રહેશે.
ગુજરાતમાં વરસાદની આગાહી
ગુજરાત રિજિયન અને સૌરાષ્ટ્ર-કચ્છ (14થી 21 જૂન) માં હળવો મધ્યમ વરસાદ અને સીમિત વિસ્તારો માં ભારે વરસાદ ની શક્યતા અલગ અલગ દિવસે. ક્યારેક છુટા છવાયા વિસ્તારમાં તો ક્યારેક ઠીક ઠીક વ્યાપક વિસ્તાર માં.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

ગુજરાત વેધરના નવીનતમ બ્લોગ લેખો. હવામાન નિષ્ણાંત અશોકભાઈ એમ. પટેલ દ્વારા પ્રકાશિત.