અશોકભાઈ પટેલની આગાહી: ગુજરાતમાં 19 માર્ચ (બુધવાર -ગુરૂવાર) ના છુટાછવાયા સ્થળોએ માવઠાની સંભાવના હોવાનું જાણીતા વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે. વધુ જણાવે છે કે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ વિસ્તારમાં હીટવેવ માંથી રાહત જોવા મળી છે. 17 માર્ચ સુધી મહત્તમ તાપમાન 37.5 થી 39.5 ડગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં છૂટાછવાયા માવઠારૂપી વરસાદની શક્યતા છે. વરસાદની શક્યતા કેવી રીતે વિકસી રહી છે તે જોવા માટે નીચે ECMWF અને NOMAD GFS મોડેલના વરસાદના ફોરકાસ્ટ નકશા આપવામાં આવ્યા છે. વરસાદ અંગેની અશોકભાઈ પટેલની આગાહી આગામી તા.16 માર્ચ સોમવારે અપાશે તેમ વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું છે.
ગુજરાત હવામાન અપડેટ: 14 માર્ચ 2026
- સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ વિસ્તારમાં હીટવેવ માંથી રાહત જોવા મળી છે.
- 17 માર્ચ સુધી મહત્તમ તાપમાન 37.5°C થી 39.5°C વચ્ચે રહેવાની શક્યતા છે.
- સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં છૂટાછવાયા માવઠા રૂપી વરસાદની શક્યતા છે. વરસાદની શક્યતા કેવી રીતે વિકસી રહી છે તે જોવા માટે નીચે ECMWF અને NOMAD GFS મોડેલના વરસાદના ફોરકાસ્ટ નકશા આપવામાં આવ્યા છે.
13 માર્ચ 2026: ગુજરાત તાપમાન અપડેટ
રાજકોટ: 39.8°C (સામાન્ય કરતાં 4.4°C વધુ)
અમદાવાદ: 39.5°C (સામાન્ય કરતાં 4.4°C વધુ)
સુરત: 39.3°C (સામાન્ય કરતાં 4.4°C વધુ)
વડોદરા: 39.2°C (સામાન્ય કરતાં 3.4°C વધુ)
ડીસા: 39.0°C (સામાન્ય કરતાં 4.4°C વધુ)
અમરેલી: 38.9°C (સામાન્ય કરતાં 3°C વધુ)
ભુજ: 38.4°C (સામાન્ય કરતાં 3.5°C વધુ)

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે માવઠા રૂપી વરસાદની શક્યતા દર્શાવતા નકશા ઉપર આપેલ છે. ફોરકાસ્ટ મોડલ માં વરસાદ ની શક્યતા ના મેપ નું અવાર નવાર અપડેટ આપવામાં આવશે.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

ગુજરાત વેધરના નવીનતમ બ્લોગ લેખો. હવામાન નિષ્ણાંત અશોકભાઈ એમ. પટેલ દ્વારા પ્રકાશિત.