Gujarat weather Updates : સૌરાષ્‍ટ્ર-ગુજરાતમાં ફરી ગરમીનો મારો 6 થી 13 ઓક્ટોબર અશોક પટેલની આગાહી

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લીક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા અહીં ક્લીક કરો

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છમાં ચોમાસાની વિદાય બાદ ફરી એક વખત ગરમીનો મારો શરૂ થવાના એંધાણો જોવા મળી રહ્યા છે. આગામી દિવસોમાં મહત્તમ તાપમાન સામાન્‍ય કરતાં ઊંચું રહેવાની શકયતા વચ્ચે 7-8 ઓક્ટોબર દરમિયાન ગરમીમાં વધુ વધારો થવાની આગાહી કરવામાં આવી છે. વેધર એનાલિસ્ટ અશોક પટેલની આગાહીના જણાવ્યા મુજબ, આ દિવસોમાં મહત્તમ તાપમાનમાં આશરે 1 થી 1.5 ડિગ્રીનો વધારો થઈ શકે છે અને મોટાભાગના વિસ્તારોમાં પારો 36 થી 38.5 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

ગુજરાતમાં હાલની તાપમાન સ્થિતિ

હાલની સ્થિતિની વાત કરીએ તો 5 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્‍ય કરતાં 1 ડિગ્રી નીચુંથી 1.5 ડિગ્રી વધુ નોંધાયું હતું. રાજકોટમાં 37.6 ડિગ્રી સાથે સામાન્ય કરતાં 1.7 ડિગ્રી વધુ તાપમાન નોંધાતા શહેરમાં ગરમીનો અનુભવ વધ્યો હતો. અમદાવાદમાં 36.5 ડિગ્રી, અમરેલીમાં 35.9 ડિગ્રી અને વડોદરામાં 36.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ભુજમાં 34.4 ડિગ્રી અને ડીસામાં 35.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

અશોક પટેલની આગાહી : 6 થી 13 ઓક્ટોબર

ગુજરાત વેધર એનાલિસ્ટ અશોક પટેલની આગાહીના જણાવ્યા પ્રમાણે 6 થી 13 ઓક્ટોબરના આગાહી સમયગાળા દરમિયાન રાજ્યમાં તાપમાનમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. ખાસ કરીને 7 અને 8 ઓક્ટોબરે તાપમાનમાં વધારો થયા બાદ થોડા સમય માટે ગરમીનો માહોલ યથાવત રહેવાની શકયતા છે. ત્યારબાદ 12 અને 13 ઓક્ટોબર દરમિયાન ફરી એક વખત ગરમ ગાળો જોવા મળી શકે છે. આ દિવસોમાં ઘણા વિસ્તારોમાં મહત્તમ તાપમાન 36.5 થી 39 ડિગ્રીની આસપાસ રહેવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતમાં વરસાદી શકયતા

ગુજરાત રાજ્યમાં હાલ વરસાદી માહોલની શકયતા ઓછી હોવાથી દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ સાથે ગરમીનો અનુભવ વધુ થઈ શકે છે. બપોરના સમયે ખાસ કરીને ખુલ્લા વિસ્તારોમાં ગરમી અને ઉકળાટની અસર વતાંઈ શકે છે. બીજી તરફ પવનની સ્થિતિમાં 57 મિથી ઉત્તરપશ્ચિમ દિશાના પવનોનું પ્રભુત્વ રહેવાની શકયતા છે.

ગુજરાતમાં પવનની ગતિ

અશોક પટેલની આગાહી મુજબ પવનની સામાન્‍ય ઝડપ 10 થી 15 કિ.મી. પ્રતિ કલાકની આસપાસ રહેવાની શકયતા છે, જ્યારે કેટલાક સમયે પવનના ઝટકા 15 થી 25 કિ.મી. પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. પવનના કારણે કેટલીક જગ્યાએ ગરમીની તીવ્રતામાં થોડી રાહત અનુભવાઈ શકે છે, પરંતુ મહત્તમ તાપમાન ઊંચું રહેતાં દિવસ દરમિયાન ગરમીનો અનુભવ યથાવત રહેવાની શકયતા છે.

ગુજરાતમાં નવરાત્રીમાં કેવું રહેશે ?

આમ, ગુજરાતમાં નવરાત્રીના માહોલ વચ્ચે આગામી સપ્તાહ દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં ફરીથી ગરમીનું પ્રમાણ વધવાના સંકેતો મળી રહ્યા છે. ખાસ કરીને 7 અને 8 ઓક્ટોબર અને ત્યારબાદ 12 અને 13 ઓક્ટોબર 2026 દરમિયાન તાપમાન ઊંચું રહેવાની આગાહીને પગલે દિવસ દરમિયાન ગરમીથી રાહત નહીં મળે તેવું હવામાન નિષ્ણાતોનું અનુમાન છે.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

શેર કરો:

Leave a Comment

યુરિયા-DAP વગર વિઘાએ ₹70 હજારની કમાણી પાટણના ખેડૂતની કમાલ આ પ્રકારની ખેતી પધ્‍ધતિથી ખેડૂતોને અઢળક અવાક: આચાર્ય દેવવ્રતજી દેશી મહેનત અને વિદેશી છોડથી સુરેન્દ્રકુમારે ખેડૂતોની કિસ્મત બદલી આ ખેડૂતે હવામાં ઉગાડ્યો પચાસ હજારનો છોડ વાર્ષિક 50 લાખ કમાવવાનો અંદાજ ખેતીમાં આંતરપાક કરતાં પ્રયોગશિલ ખેડૂત વિરમદેભાઇ ભીમાણી ગુજરાતના ખેડૂતે આ ખેતી કરીને બધાની આંખો ખોલી દીધી નવા વર્ષે જીરુંના ભાવમાં અફડાતફડી જોવા મળશે આ ખેતી કરવાથી થશે 20 લાખની આવક.!