Gujarat Weather Forecast: આ તારીખ દરમિયાન ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્‍ટ્રી 22 થી 28 જૂન અશોક પટેલની આગાહી

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લીક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા અહીં ક્લીક કરો
ગૂગલ પર ઉમેરો અહીં ક્લીક કરો

ગુજરાતભરમાં આતુરતાપૂર્વક જેની રાહ જોવાઈ રહી છે તે ચોમાસાને લઈને સૌથી મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ જણાવે છે કે, આગામી અઠવાડિયા દરમિયાન ગુજરાત રાજ્યના વિવિધ ભાગોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થવા માટેની પરિસ્થિતિઓ સંપૂર્ણપણે અનુકૂળ જણાઈ રહી છે. આ સાથે જ, ચાલુ અઠવાડિયે એટલે કે અશોક પટેલની આગાહી 22 થી 28 જૂન દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં પ્રી-મોન્સૂન પ્રવૃત્તિઓનો દોર સતત ચાલુ રહેશે.

ચોમાસું મહારાષ્ટ્ર-બિહાર સુધી પહોંચ્‍યું, મુંબઈમાં આગામી 48 કલાકમાં આગમન : સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્‍છમાં અશોક પટેલની આગાહી 22 થી 28 જૂન દરમિયાન પ્રી-મોન્‍સૂન એક્‍ટિવિટી ધમધમશેઃ 15 થી 40 કિમીની ઝડપે પવનો ફૂંકાવાની શક્‍યતા, દેશભરમાં ચોમાસું ઝડપથી આગળ વધ્‍યું.

ભારતીય હવામાન વિભાગ (IMD) ના સત્તાવાર બુલેટિન અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આજે 22 જૂનના રોજ મધ્ય અરબી સમુદ્રના વધુ ભાગો, સમગ્ર મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટકના બાકીના વિસ્તારો, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ અને બિહારના વધુ કેટલાક ભાગોમાં સફળતાપૂર્વક આગળ વધી ચૂક્યું છે. ચોમાસાની ઉત્તર સીમા (NLM) હાલ અલીબાગ, પુણે, નિઝામાબાદ, ગયા અને મુઝફફરપુર પરથી પસાર થઈ રહી છે. આગામી 48 કલાકમાં મુંબઈ સહિત મહારાષ્ટ્રના બાકીના ભાગોમાં ચોમાસું બેસી જવા માટે સાનુકૂળ વાતાવરણ સર્જાયું છે.

વેધર એનાલિસ્ટ અશોક પટેલની આગાહી વાતાવરણની સ્થિતિ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે, ઉત્તર ગુજરાતથી સૌરાષ્ટ્ર થઈને પશ્ચિમ-મધ્ય અરબી સમુદ્ર સુધી લંબાયેલો ટ્રફ સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિલોમીટરની ઊંચાઈએ સ્થિર છે. આ સિસ્ટમ્સના કારણે 22 થી 28 જૂન દરમિયાન સમગ્ર રાજ્યમાં આઇસોલેટેડ પ્રી-મોન્સૂન વરસાદી પ્રવૃત્તિ જોવા મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, “આઇસોલેટેડ’ પ્રવૃત્તિ એટલે કે જે-તે વિસ્તારના 1% થી 25% ભાગમાં વરસાદ પડવાની સંભાવના રહે છે.

આગળના સંકેતો

અશોક પટેલની આગાહી સમયગાળા પછીના અઠવાડિયામાં ગુજરાત રાજ્યના કેટલાક ભાગોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની એન્ટ્રી માટેની શક્યતા અનુકૂળ જણાય છે. આ અંગેના આધારરૂપ સંકેતો માટે નીચે વરસાદ ના નકશા આપેલ છે.

image 3
ગુજરાત મોન્સૂન 22 જૂન થી 8 જુલાઈ નકશા અશોક પટેલની આગાહી

અશોક પટેલની આગાહીના સમયગાળા દરમિયાન રાજ્યમાં મુખ્યત્વે દક્ષિણ-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાશે. સામાન્ય રીતે પવનની ઝડપ 15 કિલોમીટર પ્રતિ કલાકથી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાક વચ્ચે રહેવાની શક્યતા છે. જોકે, પ્રી-મોન્સૂન એક્ટિવિટી અને ગાજવીજ સાથેના ઝાપટાં વખતે પવનની દિશા અને ગતિમાં અચાનક ફેરફાર થઈ શકે છે.

અશોક પટેલની આગાહી ના જણાવ્યા મુજબ, ચાલુ અઠવાડિયાની પ્રી-મોન્સૂન હલચલ બાદ, આવતા અઠવાડિયે મેઘરાજા ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાના શ્રીગણેશ કરી દેશે તેવા મજબૂત અને આધારરૂપ સંકેતો સેટેલાઇટ નકશાઓ દ્વારા મળી રહ્યા છે.

શેર કરો:

Leave a Comment

યુરિયા-DAP વગર વિઘાએ ₹70 હજારની કમાણી પાટણના ખેડૂતની કમાલ આ પ્રકારની ખેતી પધ્‍ધતિથી ખેડૂતોને અઢળક અવાક: આચાર્ય દેવવ્રતજી દેશી મહેનત અને વિદેશી છોડથી સુરેન્દ્રકુમારે ખેડૂતોની કિસ્મત બદલી આ ખેડૂતે હવામાં ઉગાડ્યો પચાસ હજારનો છોડ વાર્ષિક 50 લાખ કમાવવાનો અંદાજ ખેતીમાં આંતરપાક કરતાં પ્રયોગશિલ ખેડૂત વિરમદેભાઇ ભીમાણી ગુજરાતના ખેડૂતે આ ખેતી કરીને બધાની આંખો ખોલી દીધી નવા વર્ષે જીરુંના ભાવમાં અફડાતફડી જોવા મળશે આ ખેતી કરવાથી થશે 20 લાખની આવક.!