Gujarat weather Updates : તાપ-ગરમીથી હજુ છુટકારો નહિં મળે : ગુજરાતમાં તાપમાનપારો 41 ડિગ્રી સુધી પહોંચશે 13 થી 19 ઓકટોબર અશોક પટેલની આગાહી

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લીક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા અહીં ક્લીક કરો

ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ પણ ગરમી જાણે પીછો છોડવા તૈયાર ન હોય તેમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૂર્યનો પ્રકોપ યથાવત્‌ રહ્યો છે. ઓક્ટોબર મહિનાના મધ્યમાં પણ તાપમાનનો પારો ઊંચો રહેવાની સાથે આગામી દિવસોમાં ગરમીનું જોર વધવાની શકયતાએ લોકોને ગરમીથી રાહત મળવાની આશા પર પાણી ફેરવ્યું છે.

ગુજરાતમાં હાલની તાપમાન સ્થિતિ

ગુજરાતમાં ગત તા.12 ઓક્ટોબર 2026 ના તાપમાનના આંકડા ગરમીના વધતા પ્રભાવની સાક્ષી પૂરે છે. રાજકોટમાં મહત્તમ તાપમાન 39.8 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 3.5 ડિગ્રી વધુ છે. પોરબંદરમાં 38.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 3.7 ડિગ્રી ઊંચું રહ્યું હતું. ડીસામાં 38.8 ડિગ્રી, ભુજમાં 38.2 ડિગ્રી, અમદાવાદમાં 36.8 ડિગ્રી અને વડોદરામાં 36.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

ગુજરાત 12 ઓક્ટોબર 2026નું તાપમાન

  • અમદાવાદ: 36.8°C (સામાન્ય કરતાં 0.8°C ઊંચું)
  • પોરબંદર: 38.6°C (સામાન્ય કરતાં 3.7°C ઊંચું)
  • વડોદરા: 36.6°C (સામાન્ય કરતાં 0.6°C ઊંચું)
  • ભુજ: 38.2°C (સામાન્ય કરતાં 0.9°C ઊંચું)
  • રાજકોટ: 39.8°C (સામાન્ય કરતાં 3.5°C ઊંચું)
  • ડીસા: 38.8°C (સામાન્ય કરતાં 1.6°C ઊંચું)

અશોક પટેલની આગાહી : 13 થી 19 ઓક્ટોબર 2026

ગુજરાત વેધર એનાલિસ્ટ અશોક પટેલની આગાહી મુજબ, તા. 13 થી 19 ઓક્ટોબર 2026 દરમિયાન સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેવાની શકયતા છે. ખાસ કરીને તા. 14 અને 15 ઓક્ટોબર 2026 ના રોજ તાપમાનમાં આશરે 1 થી 1.5 ડિગ્રીનો વધારો થઈ શકે છે અને મહત્તમ તાપમાન 38 થી 41 ડિગ્રીની વચ્ચે પહોંચવાની સંભાવના છે. આગામી દિવસોમાં મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 37 થી 40 ડિગ્રી વચ્ચે રહેવાની શકયતા હોવાથી ઓક્ટોબરમાં પણ લોકોને આકરી ગરમીનો સામનો કરવો પડી શકે છે.

આમ, ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્ય કરતાં ઊંચા તાપમાનને કારણે દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ વધુ તીવ્ર બની રહ્યો છે. આગામી દિવસોમાં પણ ગરમીનો પારો ઊંચો રહેવાની આગાહી વચ્ચે બપોરના સમયે બહાર નીકળતા નાગરિકોએ વિશેષ સાવચેતી રાખવી પડશે.

ગુજરાતમાં પવનની ગતિ

અશોક પટેલની આગાહી અનુસાર, આગામી દિવસોમાં પવન મુખ્યત્વે પશ્ચિમથી ઉત્તરપશ્ચિમ દિશામાંથી ડૂંકાવાની શકયતા છે. પવનની ગતિ સામાન્‍ય રીતે 10 થી 15 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની ધારણા છે, જ્યારે પવનના ઝાપટાની ગતિ 15 થી 25 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. જોકે, કયારેક પવનની દિશા અને ગતિમાં અનિયમિતતા જોવા મળી શકે છે.

એકંદરે, તા. 13 થી 19 ઓક્ટોબરનો સમયગાળો સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં સામાન્ય કરતાં વધુ ગરમ રહેવાની શકયતા દર્શાવે છે. નાગરિકોએ ખાસ કરીને બપોરના સમયે બિનજરૂરી તડકામાં જવાનું ટાળવું, પૂરતું પાણી પીવું અને ગરમીથી બચવા જરૂરી તકેદારી રાખવી હિતાવહ છે.

શેર કરો:

Leave a Comment

યુરિયા-DAP વગર વિઘાએ ₹70 હજારની કમાણી પાટણના ખેડૂતની કમાલ આ પ્રકારની ખેતી પધ્‍ધતિથી ખેડૂતોને અઢળક અવાક: આચાર્ય દેવવ્રતજી દેશી મહેનત અને વિદેશી છોડથી સુરેન્દ્રકુમારે ખેડૂતોની કિસ્મત બદલી આ ખેડૂતે હવામાં ઉગાડ્યો પચાસ હજારનો છોડ વાર્ષિક 50 લાખ કમાવવાનો અંદાજ ખેતીમાં આંતરપાક કરતાં પ્રયોગશિલ ખેડૂત વિરમદેભાઇ ભીમાણી ગુજરાતના ખેડૂતે આ ખેતી કરીને બધાની આંખો ખોલી દીધી નવા વર્ષે જીરુંના ભાવમાં અફડાતફડી જોવા મળશે આ ખેતી કરવાથી થશે 20 લાખની આવક.!